[:gj]દિલ્હીમાં ઈ-વાહનો 70 બેટરી ચાર્જ સ્ટેશનો પરથી આ દરે કરી શકાશે ચાર્જ[:]

[:gj]અરવિંદ કેજરીવાલની આમ આદમીની દિલ્હી સરકાર, ઇલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિમાં વાહનોની ખરીદી કર્યા પછી સબસીડી, રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાંથી છૂટ આપશે. વાહન વ્યવહાર પ્રધાન કૈલાસ ગેહલોતે ev.delhi.gov.in વેબસાઇટ ખૂલ્લી મૂકી છે. ઇલેક્ટ્રિક વાહનની ચાર્જ ફી પ્રતિ યુનિટ દીઠ રૂ. 4.5 અને ઝડપી ચાર્જ માટે યુનિટ દીઠ 5 રૂપિયા રહેશે. દિલ્હીમાં કેઝરીવાલે ભારતમાં આ સૌથી નીચો ભાવ રાખ્યો છે. દિલ્હીમાં હાલ 70 ચાર્જિંગ સ્ટેશન છે. ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધતી રહેશે.

વીજ ચાર્જિંગ સ્ટેશનો ખોલાશે

ઇલેક્ટ્રિક વાહનોના વીજ ચાર્જિંગ સ્ટેશનો ખોલવામાં આવ્યા છે. ચાર્જ કરવા માટે નિયમ અને ખર્ચ નક્કી કરાયા છે. ઈ વાહન ડીલરોની યાદી વેબસાઇટ પર મૂકાશે. જિલ્લા અને ઝોન મુજબ ઈ ચાર્જિંગ સ્ટેશનોની યાદી ગૂગલ મેપ લોકેશન સાથે મૂકાશે. આ 100 વાહનોના મોડલ્સ ચાર્જ થશે. જેમાં 14 ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (હીરો ઇલેક્ટ્રિક, ઓકિનાવા, એમ્પીયર, જિતેન્દ્ર ન્યૂ ઇવી ટેક અને લી-આયન ઇલેક્ટ્રિક). 12 ઇલેક્ટ્રિક ફોર વ્હીલ વાહનો (ટાટા-મહિન્દ્રા). ચાર ઇલેક્ટ્રિક ઓટો (2 મહિન્દ્રા, 1 પિયાગો અને 1 સારથી). ઇ-રિક્ષાના 45 મોડેલ. 17 ઇ-કાર્ટ મોડેલોનો સમાવેશ થાય છે. આમ હાલ 100 ઈ વાહનો બહારમાં મળે છે.[:]