ગુજરાતમાં કાજુની ખેતીનો રાજકીય ઉપગોય

Political uplift of cashew farming in Gujarat

ગુજરાતમાં કાજુની ખેતી નિષ્ફળ રહી છે. 23 જિલ્લામાં વાવેતર થયું હતું જેમાં માત્ર બે કે ત્રણ જિલ્લામાં જ કાજુ થઈ શકે છે. ત્યાં વાવેતર અને ઉત્પાદન ઘટી રહ્યું છે. 28 હજાર ટન ઉત્પાદન પહોંચ્યું હતું પણ હવે 6 હજાર ટન કાજુનું ઉત્પાદન આવીને અટકી ગયું છે. મોટા ભાગના કાજુ વલસાડમાં થતાં હતા ત્યાં પણ ઉત્પાદન નીચે આવી રહ્યું છે. જે બાગાયતી વિભાગે જાહેર કરેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે. 2015 પછી અચાનક ઘટાડો આવી રહ્યો છે.

પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભરપુર કાજું થઈ રહ્યાં હોવાનો વ્યાપર પ્રચાર કરીને પ્રસંશા અને પ્રસિદ્ધી મેળવી હતી. તેઓ દેશના વડાપ્રધાન થયા કે તુરંત કાજુનું એકાએક વાવેતર ઘટી ગયું હતું. આમ કેમ થયું ? ગુજરાતનું કૃષિ ચિત્ર અને ખેડૂતોને ભ્રમામાં રાખવા માટે કાજુની ખેતીને આગળ કરવામા આવી હતી. તેઓ જ્યાં સુધી મુખ્ય પ્રધાન રહ્યાં ત્યાં સુધી આંકડાની માયાજાળ ચાલું રાખી પણ કાજુના આંકડાની માળાજાળ ખૂલ્લી પડી ગઈ અને હવે ગુજરાતમાં 28 હજાર ટનું 2015નું ઉત્પાદન એકાએક ઘટીને હવે 2019માં 6 હજાર ટન સુધી આવી ગયું છે એ બતાવે છે કે કાજુની ખેતીની રોજકીય ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત નિષ્ફળ
એક સમયે 23 જિલ્લામાં કાજુની ખેતી થતી હતી. હવે એવું નથી. વલસાડ અને ડાંગમાં ખેતી કંઈક સફળ છે. ત્યાં પણ ઉત્પાદન અને વાવેતર ઘટી રહ્યું છે.

સુરત, નર્મદા, ભરૂચ, નર્મદા, સુરત, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, બનાસકાંઠા, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, જુનાગઢ, પંચમહાલ, સુરેન્દ્રનગર,  અમદાવાદ, સોમનાથ જિલ્લામાં કાજુનું વાવેતર થયું હતું. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નિષ્ફળતા મળી છે. કચ્છમાં ખેતી બંધ થઈ રહી છે.

2005-06 – કૃષિ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે 2005-06માં ડાંગમાં 600 હેક્ટરમાં 900 ટન કાજુ પાક્યા હતા. વલસાડમાં 5000 હેક્ટરમાં 12000 ટન કાજુ પાક્યા હતા.
2006-07 –  6236 હેક્ટરમાં 14,031 ટન કાજુ થયા હતા.
2007-8માં 6380 હેક્ટરમાં 16,823 ટન કાજુ થયા હતા. જેમાં ભરૂચ, અમરેલી, બનાસકાંઠા, નર્મદા, જામનગર, જુનાગઢ, કચ્છ, દાહોદ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, તાપીમાં ખેતી શરૂં થઈ હતી.

વર્ષ હેકેટર-ટન વલસાડ ડાંગ નવસારી તાપી દાહોદ સુરત નર્મદા ભરૂચ બનાસ સોમનથ કચ્છ અમદાવાદ દ્વારકા મોરબી સુરેન્દ્રનગ જામનગર જુનાગઢ રાજકોટ પંચમહાલ કૂલ
2008-09 વાવેતર 5215 720 44 85 189 44 37 30 2 102 63 3 6 6562
ઉત્પાદન 15645 1080 132 128 95 40 0 60 2 0 49 1 0 17232
2009-10 વાવેતર 5415 750 150 150 189 48 37 31 2 105 65 4 6 6903
ઉત્પાદન 16245 2250 60 60 189 72 0 60 2 0 49 2 2 19171
2010-11 વાવેતર 5590 800 115 160 189 50 35 105 67 4 6 28800
ઉત્પાદન 17888 2600 403 64 189 75 68 0 54 2 2 28798
2011-12 વાવેતર 5595 1050 260 260 189 0 39 38 105 67 4 6 27626
ઉત્પાદન 18125 3413 920 78 189 0 0 74 0 54 2 2 22860
2012-13 વાવેતર 5849 1145 270 270 170 0 39 27 2 105 0 67 4 6 12 7966
ઉત્પાદન 18716 3975 1080 87 179 0 0 59 4 353 0 64 4 2 0 24523
2013-14 વાવેતર 6175 1225 270 275 170 0 44 27 2 105 0 54 4 6 8357
ઉત્પાદન 19143 4250 1080 798 196 0 113 61 3 353 0 70 4 7 26076
2014-15 વાવેતર 6195 1287 324 275 60 12 48 27 1 105 4 54 4 6 20 8422
ઉત્પાદન 20444 4545 1204 804 48 0 121 75 0 364 0 72 4 8 0 27688
2015-16 વાવેતર 6315 1303 324 275 55 12 52 11 1 66 4 1 30 34 8552
ઉત્પાદન 21015 4601 1204 804 55 0 131 30 1 180 0 1 26 45 28097
2016-17 વાવેતર 6596 1315 330 274 40 12 54 11 2 66 3 12 8742
ઉત્પાદન 12268.56 2104 597.3 470.25 44.4 0 74.52 12 1.96 100.32 0 9.6 15693
2017-18 વાવેતર 3470 1347 347 275 38 12 66 5630
ઉત્પાદન 4511 2155 347 470 34 10 100 7709
2018-19 વાવેતર 3670 1360 335 197 38 10 121 8 2 6 58 5810
ઉત્પાદન 4588 1496 308 169 34 8 97 6 2 2 58 6772