गुजरात में 2 लाख लोगों की मौत का कारण प्रदूषित हवा है હવાનું મોજુ મોતનું મોજુ Polluted air is the cause of death of 2 lakh people in Gujarat
મૃત્યુનું કારણ હવામાં ઓગળેલા ઝેર, ગુજરાત 50 શહેરોમાં જીઆઈડીસી હોવાથી ન દેખાય એવા મોતનું તાંડવ, આપણે આપણાં બાળકોની હત્યા કરી રહ્યાં છીએ, ભૃણ હત્યા માટે જે કર્યું તે હવે હવા હત્યા માટે કરવા ગુજરાત સરકાર તૈયાર નથી, ભાજપ સરકારે 30 વર્ષ પગલાં ભર્યા હોત તો, વર્ષે 1 લાખ 20 હજાર લોકોને બચાવી શક્યા હોત. હવાથી હત્યા વધતાં ભાજપ સરકાર જવાબદાર.
દિલીપ પટેલ
અમદાવાદ,
વિશ્વમાં દર વર્ષે 81 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. ભારતમાં 21 લાખ અને ગુજરાતમાં 2 લાખ 10 હજાર લોકોના મોત થયા છે. એટલું જ નહીં, ઝેરી હવા દર વર્ષે 7.09 લાખ બાળકોના મૃત્યુ પણ કરે છે. તે પણ પાંચ વર્ષથી ઓછી ઉંમરના. આપણે આપણા જ બાળકો મારી રહ્યા છીએ. આપણે જ તેમનો જીવ લઈએ છીએ. પાંચ વર્ષથી ઓછી ઉંમરના 15 ટકા બાળકોના મૃત્યુનું કારણ હવામાં ઓગળેલા ઝેર છે. કુપોષણ કરતાં પ્રદૂષણ વધુ જીવ લઈ રહ્યું છે. અદ્રશ્ય ઝેર શ્વાસમાં ઓગળી રહ્યું છે, જીવ લઈ રહ્યું છે.
વર્ષ 2021નો અભ્યાસ અમેરિકન સંશોધન સંસ્થા હેલ્થ ઈફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યો છે. યુનિસેફ પણ અભ્યાસમાં સામેલ છે. જેમાં ભારતના મોતની સામે ગુજરાત પ્રદૂષિત રાજ્ય હોવાથી ભારતના કુલ મોતના 10 ટકા ગણતરી કરી છે. ગુજરાતની વસતી 6 ટકા છે પણ પ્રદૂષણ દેશના અન્ય રાજ્યો કરતાં વધારે છે. આ અહેવાલ તૈયાર કરવામાં અમેરિકાની સંસ્થાનો આધાર લેવામાં આવ્યો છે.
50 શહેરોમાં મોતનું તાંડવ
ગુજરાતમાં વારંવાર ટીકા કરવામાં આવે છે કે સરકાર 30 વર્ષથી એક જ પક્ષની હોવા છતાં પ્રદૂષણ ઘટાડવાના બદલે વધારી રહી છે. પ્રદૂષણ કરતાં ઉદ્યોગોને મદદ કરે છે. 50 જીઆઈડીસીની આસપાસ 1 કરોડ લોકો જીવના જોખમે જીવી રહ્યાં છે.
ગુજરાતના 50 શહેર જીવતા બોમ્બ પર બેઠા છે. શહેરની વચ્ચે આવેલી કેમિકલની ફેક્ટરી જોખમી બની ગઈ છે. 48 જીઆઇડીસી શહેરની વચ્ચે છે. શહેર મોટા થવાના કારણે તેની ચારે બાજુ લોકો રહેવા આવી ગયા છે. જેમને પારાવાર પ્રદૂષકો ઘેરી વળ્યા છે. મોત સામે દેખાય છે.
ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હવાનું પ્રદૂષણ અત્યંત જોખમી સ્તરે પહોંચી જાય છે. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ને વટાવી જાય છે.
ગુજરાતમાં 2.10 લાખનાં મોત
જે હિસાબે ગણતરી કરવામાં આવે તો ગુજરાતમાં 10 ટકા લેખે 2 લાખ 10 હજાર લોકોના મોત માટે પ્રદૂષણ કારણ છે. કારણ કે ગુજરાતના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં દેશના અન્ય શહેરો કરતાં વધારે ભયાનક સ્થિતિ છે.
બાળકો
વિશ્વમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 7.09 લાખ બાળકોના મોત થયા છે. તેમાંથી 1.69 લાખથી વધુ બાળકો ભારતના હતા. જેમાં ગુજરાતમાં 15 હજાર બાળકોના મોત થતાં હોવાનું અનુમાન લગાવી શકાય છે. કુપોષણ પછી, હવાનું પ્રદૂષણ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મૃત્યુનું સૌથી મોટું કારણ છે. 72 ટકા બાળકોના મોત ઘરની અંદરના પ્રદૂષણને કારણે થયા હતા. પરંતુ 28 ટકા મૃત્યુનું કારણ PM2.5 છે.
ઇન્ડોર ફૂડ બનાવતી વખતે દૂષિત ઇંધણ અને વાયુ પ્રદૂષણ પ્રદૂષણને કારણે જીવ ગુમાવનાર બાળકોના મૃત્યુ માટે જવાબદાર હતા.
ભારત પછી નાઈજીરિયા 1.14 લાખ બાળકો, ત્રીજા નંબરે પાકિસ્તાન 68,100 બાળકો, ઈથોપિયા 31,100 બાળકો, બાંગલાદેશ 19,100 બાળકોના મોત થાય છે. વિશ્વના 44 લાખ એટલે કે 54 ટકા મૃત્યુ ભારત અને ચીનમાં થયા છે
લોકો મરી રહ્યા છે.
2021માં વાયુ પ્રદૂષણને કારણે વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત થયા હતા. તેનો અર્થ એ કે વાયુ પ્રદૂષણ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટો હત્યારો છે. વાયુ પ્રદૂષણને કારણે થતા 90% મૃત્યુ હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, કેન્સર અને COPD જેવા બિનચેપી રોગોને કારણે થાય છે. હાઈ બીપી, ખોરાક, કુપોષણ અને તમાકુ પણ મુખ્ય કારણો છે. અકાળ જન્મ, ઓછા જન્મ વજન, અસ્થમા અને ફેફસાના રોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
2015નો અહેવાલ
આ સંસ્થાએ અગાઉ અહેવાલ 2015માં જાહેર કર્યો હતો. 2015 માં, ભારતમાં અંદાજે 11 લાખ મૃત્યુ અથવા કુલ મૃત્યુ માટે હવાનું પ્રદૂષણ જવાબદાર હતું. તેઓ હવે 6 વર્ષમાં તે મોત બે ગણા થઈ ગયા છે.
ઘરમાં મોત
ભારતમાં રોગના ભારણમાં રહેણાંક બાયોમાસને બાળી નાખવાનું સૌથી મોટું યોગદાન છે. રહેણાંક બાયોમાસ બર્નિંગ 267,700 મૃત્યુ માટે જવાબદાર હતું, અથવા PM2.5 દ્વારા થતા મૃત્યુના લગભગ 25% છે.
કોલસો કાળોતરો
કોલસાનો વપરાશ રોગના ભારણમાં નોંધપાત્ર યોગદાન મળે છે. 2015 માં 169,300 મૃત્યુ (15.5%) માટે ઔદ્યોગિક સ્ત્રોતો અને કોલસાના વીજ મથકો છે. ગુજરાતના મોટા શહેર નજીક કે શહેર વચ્ચે ટોરેન્ટ અને અદાણી જેવી કંપનીઓ અને જીઈબીના કોલસાના વીજ મથક છે. તેથી 2015માં ગુજરાતમાં 15 હજાર લોકોના મોતનું કારણ કોલસો બને છે.
મોતના કારણો
થર્મલ પાવર પ્લાન્ટ્સ વચ્ચે લગભગ સમાન રીતે વિભાજિત કોલસાનું દહન, જવાબદાર હતું. 66,200 (6.1%) મોત PM2.5 કૃષિ અવશેષોને ખુલ્લું બાળવું જવાબદાર હતું. મોતમાં વાહન વ્યવહાર, પરિવહન, ડીઝલ અને ઈંટનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ફાળો આપે છે. 2015 માં, પરિવહનના કારણે 23,100 લોકોના મોત થયા હતા, વિતરિત ડીઝલના કારણે 20,400 મૃત્યુ થયા હતા અને ઈંટના ઉત્પાદનને કારણે 24,100 લોકોના મોત થયા હતા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નોંધાયેલી 45 હજાર ફેક્ટરી છે. જેમાં 50 ટકા રેડ ઝોનમાં આવે છે. 35 હજાર હોસ્પિટલ છે.
પ્રદૂષણ હોય તો ધીરે-ધીરે ફેફસાં ઘવાતા જાય છે. એમની શક્તિ ઘટતી જાય છે અને ક્યારેક એમાંથી શ્વસનતંત્રના દમ, ન્યુમોનિયા, ખાંસી કે ફાઇબ્રોસિસ જેવા રોગો પેદા થાય છે. શ્વસનતંત્રના રોગો થાય છે તે ન્યુમોનિયા, ટ્યૂબરક્યુલોસિસ અને ફેફસાંનું કેન્સર જેવા રોગોનું એક મહત્ત્વનું કારણ પ્રદૂષણ છે.
વિશ્વમાં લગભગ 24 કરોડ લોકો દમથી પીડાય છે તે સામે ભારતમાં 3 કરોડ લોકો દમના દર્દીઓ છે. ગુજરાતમાં 25 લાખ દર્દી દમના છે.
ઘરમાં થતાં પ્રદૂષણમાં ચૂલો હતો હવે કારખાનાનું પ્રદૂષણ આવી ગયું છે.
કાર્ડિયો ડિસીઝ, શ્વસનતંત્રના ક્રોનિક રોગો અને શ્વાસનળીથી નીચેના ભાગ એટલે કે ફેફસાંમાં થતું ઇન્ફેક્શન વગેરે રોગો થાય છે.
સૂક્ષ્મ કણ વધી રહ્યાં છે
જો કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો ભારતમાં 2050 સુધીમાં PM2.5ના સંપર્કમાં વસ્તીમાં 40% થી વધુ વધારો થવાની ધારણા છે. જોખમ 2015 માં 74 µg/m3 થી વધીને 2050 માં 106 µg/m3 થઈ જશે. હવામાં 2.5 માઇક્રોન એટલે કે PM 2.5ની માત્રા 35 માઇક્રો ગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધારે હોવું જોઈએ નહીં. જો હોય તો હૃદયરોગ, સ્ટ્રોક, ફેફસાનું કેન્સર, ક્રોનિક લંગ ડિસીઝ અને રેસ્પીરેટરી ઇન્ફેક્શન અને શ્વસનતંત્રના ચેપ થાય છે.
ગુજરાતમાં સુક્ષ્મ રજકણોથી 4 લાખના મોત 2050માં થશે
2015માં અંદાજે 11 લાખ મૃત્યુની સરખામણીમાં, જો કોઈ પગલાં લેવામાં ન આવે તો 2050 સુધીમાં વ્યાપક PM2.5 થી થતા મૃત્યુ વધીને 36 લાખ થવાનો અંદાજ છે. ગુજરાતમાં 2050 સુધીમાં ગામડા કરતાં શહેરની વસ્તી 60 ટકા થઈ ગઈ હશે. તેથી, 25 વર્ષ પછી 4 લાખ લોકોના મોત થતાં હશે. જાણ્યે અજાણ્યે ઝેરના કોળીયા ભરી રહ્યા છે. શ્વાસમાં જાણતા અજાણતામાં પ્રદૂષણ રૂપી ઝેર લઈ રહ્યો છે.
ગુજરાતમાં 1 લાખ 20 હજાર મોત માટે જવાબદાર કોણ
જો પગલાં લેવામાં આવ્યા હોત તો ભારતમાં અંદાજે 12 લાખ લોકોના મૃત્યુને ટાળી શક્યા હોત. ગુજરાતમાં 1 લાખ 20 હજારના મોત ટાળી શકાયા હોત. રોગના ભારણને ઘટાડવા માટે વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવાની જરૂર પડશે. પગલાં લેવાશે તો 2050 માં આશરે 12 લાખ મૃત્યુને ટાળી શકાય છે.
ઘરની અંગે લાકડા કે કોલસાનો વપરાશ ઘટાડવો પડશે. માનવીય પ્રવૃત્તિઓથી પેદા થતી ધૂળ, રસ્તા પરની ધૂળ દૂર કરવી પડશે. ઉદ્યોગોએ વાયુ પ્રદૂષણના જોખમોને ઘટાડવા એજ ઉપાય છે.
ગુજરાતની શહેરની હવા શુદ્ધ કરવા કેન્દ્રીય નાણાં પંચે 2022માં 14 કરોડ રૂપિયા જેવી નજીવી રકમ આપી હતી. જેમાં 2.50 કરોડનું ખર્ચ તો હવાનું પ્રદૂષણ શોધવા માટે વપરાવાના હતા.
અમદાવાદનું નરોડા, વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત અને રાજકોટ અતિ પ્રદૂષિત વિસ્તારો છે. વટવા વિસ્તાર અતિ ગંભીર રીતે પ્રદૂષિત હોવાની વાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકારી છે.
પ્રદૂષણ રોકવા 15 વર્ષ જૂના વાહનોના વપરાશ બંધ કરવાનો કાયદો આવ્યો પણ અમલ થયો નથી.
ગુજરાતમાં હવા પ્રદૂષણ કરતાં 35 હજાર કારખાના છે. પાણી અને જોખમી ઉદ્યોગો સાથે 1.10 લાખ ઉદ્યોગો પ્રદૂણની કક્ષામાં આવે છે.
200 દેશનો અભ્યાસ
2021ના અહેવાલમાં વિશ્વભરના 200 થી વધુ દેશો અને પ્રદેશોના ડેટાનો સમાવેશ થાય છે. વાયુ પ્રદૂષણથી થતા વૈશ્વિક મૃત્યુમાંથી 90% થી વધુ PM 2.5 ના કારણે થાય છે. હવામાં ઓગળેલા આ અદ્રશ્ય ઝેર દર વર્ષે 78 લાખ લોકોના મોતનું કારણ બની રહ્યું છે.
સારી વાત
સારી વાત એ છે કે વિશ્વના ઘણા દેશોમાં આ સૂક્ષ્મ કણોનું સ્તર સ્થિર છે અથવા ઘટી રહ્યું છે. જો વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો, PM 2.5 નું સરેરાશ સ્તર 31.3 માઇક્રો મીટર પ્રતિ ઘન મીટર છે. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં વાયુ પ્રદૂષણ સંબંધિત રોગોનું જોખમ 2010 થી 35% ઘટ્યું છે. વિશ્વમાં ઘરની અંદરના વાયુ પ્રદૂષણના જોખમો વિશે જાગૃતિ વધી છે.