મોંઘવારી ભથ્થા સ્થગિત કરી બચેલા 1 લાખ કરોડ ગરીબોને આપો

Postpone the inflation allowance and give it to the remaining 1 lakh crore poor

ડીએ સ્થગિત કરવાનો નિર્ણય આવકાર્ય: બચેલા રૂ. ૯૬,૦૦૦ કરોડ ગરીબોને રોકડા આપી દો, મોંઘવારી ભથ્થાની બચેલી રકમ ગરીબોના બેંક ખાતામાં સીધી જમા કરાવવા પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી.

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને આ વર્ષના આરંભથી દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહિ આપવા અંગે જે નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ. તેઓ દેશના સંગઠિત વર્ગના કર્મચારીઓમાં મોટો હિસ્સો છે. છેલ્લા પ્રાપ્ય આંકડા મુજબ સરકારી સાહસોના કામદારો સહિત દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના માત્ર ૧.૭૩ કરોડ કર્મચારીઓ છે. સ્વાભાવિક રીતે જ તેઓ ભારતીય સમાજના મધ્યમ, મધ્યમ મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ વર્ગના છે, કે જ્યારે લગભગ ૪૬ કરોડ કામદારો અસંગઠિત વર્ગમાં છે કે જેમાંના મોટા ભાગના સ્થિર માસિક પગાર કે વેતન ધરાવતા નથી. પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી.

બચેલી રકમ ગરીબોને સીધી જ તેમના બેંક ખાતામાં રોકડ સ્વરૂપે આપવા અને એ રીતે બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જણાવાયેલી ફરજ બજાવવા વિનંતી કરીએ છીએ.

પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી કે,
1. જ્યારે ગયા ઑક્ટોબર મહિનામાં જુલાઈ મહિનાથી અસર પામે તે રીતે પાંચ ટકા ડીએ વધારવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે સરકાર પર વર્ષે રૂ. ૧૬૦૦૦ કરોડનો બોજો વધશે. આટલો જ બોજો પેન્શનરોને પણ ડીએમાં વધારો આપવામાં આવે તો પડે છે. એટલે કે વર્ષમાં રૂ. ૩૨,૦૦૦ કરોડનો ખર્ચ માત્ર ૫ ટકા ડીએ એક વાર વધારવાથી વધે છે.

2.(૨) સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માત્ર દોઢ વર્ષમાં ત્રણ વખત ડીએ વધારવામાં નહિ આવે એમ કહ્યું છે. એનો અર્થ એ થાય કે કુલ ₹ ૯૬,૦૦૦ કરોડ બચી જશે.

3.અમારી સરકારને વિનંતી છે કે આ રૂ. ૯૬,૦૦૦ કરોડ ગરીબોને આપવામાં આવે. એ માટે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા-૨૦૧૩ હેઠળ ઓળખી કાઢવામાં છે તે ૮૦ કરોડ ગરીબોને તેમના બેંક ખાતામાં દર છ મહિને રૂ. ૨૦૦૦ પાંચ વ્યકિતના પરિવાર દીઠ આપવામાં આવે. રૂ. ૨૦૦૦નો પ્રથમ હપ્તો તો તત્કાળ આપવામાં આવે.

4.વળી, પીએમ કેર્સ ફંડમાં એક જ સપ્તાહમાં જે રૂ. ૬,૫૦૦ કરોડ જમા થયા છે અને જૂના પ્રધાન મંત્રી રાહત નિધિમાં જે રૂ. ૩૮૦૦ કરોડ સિલક છે તે પરિવાર દીઠ રૂ. ૬૦૦ એક જ સમયના અનુદાન તરીકે આ ગરીબ પરિવારોને તત્કાળ આપવામાં આવે તેવી પણ અમે માગણી કરીએ છીએ.

5.કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા ૪૮.૩૪ લાખ છે અને પેન્શનરો ૬૫.૨૬ લાખ છે. તેઓ ભારતીય સમાજમાં મોટે ભાગે ઉચ્ચ વર્ગમાં સ્થાન ધરાવે છે. આ વર્ગ આટલું બલિદાન કામચલાઉ ધોરણે આપે તો અમને વાંધો નથી. તેથી અમે તે રકમ બીજા કશાયમાં વાપર્યા વિના સરકારે સીધી કંગાલિયતમાં જીવી રહેલા ગરીબોને આપવી જોઈએ એમ અમે માનીએ છીએ.

6. ઉપરાંત, અમે બધી જ રાજ્ય સરકારોને પણ કેન્દ્ર સરકારને અનુસરીને તેમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાની અને સાથે સાથે એ રકમ સીધી જ જે તે રાજ્યના ગરીબોને તેમના બેંક ખાતામાં જમા આપવાની પણ વિનંતી કરીએ છીએ.