રોજ 100 SMS મફત મોકલવાની છૂટ હવે પૂરી થવા જઈ રહી છે. TRAIએ દરેક સંદેશા પર 50 પૈસા ચાર્જ લેવાનો પ્રસ્તાવ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ રજૂ કરી દીધો છે. રોજ 100 એસએમએસથી ઉપર મોકલવામાં આવતા દરેક એસએમએસ માટે 50 પૈસાના નિર્ધારિત દરે ચાર્જ લેવાની દરખાસ્ત કરી છે. ટ્રાઇએ નવેમ્બર, 2012 માં રજૂ કરેલા આદેશમાં, વણજોઈતા સંદેશાઓની સમસ્યાને દૂર કરવા માટે ઓછામાં ઓછી 50 પૈસાની સૂચના જાહેર કરી હતી. ટેલિકમ્યુનિકેશન ટેરિફ (54માં સુધારા) ઓર્ડરમાં અગાઉ રજૂ કરવામાં આવેલા એસએમએસ ચાર્જ સંબંધિત નિયમનકારી જોગવાઈઓને પાછી ખેંચવાની દરખાસ્ત છે. 17 માર્ચ 2020માં જવાબ આપવાની માટેની છેલ્લી તારીખ છે.
દરેક એસએમએસ પર હવે 50 પૈસા વસૂલવા દરખાસ્ત
Proposal to charge 50 paisa now on each SMS