વેશ્યાવૃત્તિ કોઈ ગુનો નથી: મુંબઈ હાઈકોર્ટે 

મુંબઈ,

બોમ્બે હાઈકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે વેશ્યાવૃત્તિ એ કોઈ કાનૂની ગુનો નથી. કોઈપણ પુખ્ત સ્ત્રીને પોતાનો વ્યવસાય પસંદ કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ પુખ્ત મહિલાને તેની સંમતિ વિના લાંબા ગાળા સમય સુધી મહિલા ગૃહમાં રાખી શકાતી નથી. વેશ્યાવૃત્તિના આક્ષેપોને કારણે સુધારણા ગૃહમાં રાખેલી 3 યુવક યુવતીઓની અરજી પર આ કહ્યું હતું. 3 મહિલાઓને મુક્ત કરવાની પણ સુચના આપી હતી.

ન્યાયાધીશ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે અનૈતિક ટ્રાફિકિંગ એક્ટ 1956 નો ઉદ્દેશ અને લક્ષ્ય શરીરના વેપારને સમાપ્ત કરવાનું નથી. ત્રણેય પુખ્ત વયના હોવાથી કોર્ટે પીડિતાની કસ્ટડી તેમની માતાને આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. ન્યાયાધીશની પૂછપરછમાં ત્રણેય છોકરીઓ બેડિયા સમુદાયની હોવાનું પણ બહાર આવ્યું છે, તે સમુદાયમાં યુવતીને શરીરનો વેપાર કરાવવાની પ્રથા પ્રવર્તતી છે. અદાલતનો મત હતો કે જ્યારે માતાપિતા પોતે તેમની પુત્રીઓ પાસે વેશ્યાગીરી કરાવતી હોય ત્યારે માતાપિતાને તેમને સોંપવાનું સલામત રહેશે નહીં.