[:gj]ખેતીમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલીજંસ ઉપયોગ કરીને ખેતરમાં કયો પાક વધારે સારો થશે તેની આગાહી કરવા સોફ્ટવેર તૈયાર કરાયું[:]

[:gj]હવે સોફ્વેરની મદદથી, તમે જાણી શકશો કે ખેતરોમાંની જમીન પ્રમાણે કયા પાક વધારે મળી શકે છે. મદન મોહન માલાવીયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ તૈયાર કરી રહ્યું છે, જે જમીન પ્રમાણે ઉચ્ચ ઉપજ આપનારા પાક વિશે માહિતી આપશે. ખેડુતોને તેમના મોબાઈલો પર રવી અને ખરીફ પાક મુજબ માહિતી મોકલશે. પાકને ક્યારે પાણીની જરૂર પડે છે તે કહેશે. આનાથી ખેડૂત માટેના ખેતી ખર્ચમાં ઘટાડો થશે.

10 વર્ષના પાકની વિગતો એકત્રિત કરી રહ્યા છે. આ ડેટાને મેચ કરીને તેનું પરીક્ષણ કરવામાં આવશે. ખેતરની માટીની ચકાસણી કરીને ભેજ, ખાતર, બીજ ઉગાડવાની ક્ષમતા વગેરે ડેટા નાંખશે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે. સોફ્ટવેર ઓનલાઇન હવામાન ડેટા અને પાકના ડેટા અંગે સંશોધન કરશે અને જણાવશે કે કયા મહિનામાં સૌથી વધુ ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં કૃત્રિમ બુદ્ધિ આધારિત મોડેલનું કામ શરૂ થઈ જશે.[:]