રાજકોટ – અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે રશિયા પૈસા આપશે

  • ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન-પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને ફાઇનાન્સ માટે રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ બનાવશે
  • ડિઝાઇન તૈયાર થયાના બે વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવા ખાતરી આપી
  • ગુજરાત સરકારની જી-રાઇડ અને રશિયન રેલવેઝ પ્રોજેકટ પર કામ કરશે
  • ગુજરાત સરકાર પાસે નાણાં નથી, તેથી પ્રજાની મુસાફરી અને માલ ગાડીના ભાડા ઊંચા રહેશે

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2020

ગુજરાતમાં રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં સહભાગી થવા રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે. રશિયન સરકારની આ કંપનીએ ભારતમાં નાગપુર-સિકંદરાબાદ 580 કિ.મી.ની હાઇસ્પીડ રેલવે માટેના ડીપીઆર બનાવ્યા છે. રશિયામાં પણ સેન્ટ પિટ્સબર્ગથી મોસ્કો સુધી 625 કિ.મી. લંબાઈનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ અંતર માત્ર 3 કલાક, 15 મિનિટમાં કાપી શકાય તેવી ઝડપે હાઇસ્પીડ રેલ છે.

ગુજરાત સરકાર પાસે નાણાં નથી, તેથી પ્રજાની મુસાફરી અને માલ ગાડીના ભાડા ઊંચા રહેશે

ભારત સરકારના રેલવે મંત્રાલય સાથે આ રશિયન સાહસે ભારતમાં રેલવે આધુનિકીકરણ, મોડર્ન સિગ્નલિંગ વગેરે માટે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન કરેલા છે. હવે ગુજરાતમાં સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે તેઓ જી-રાઇડ કંપની સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.

કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ અલ્કેસી સુરોવત્સેવ ( Mr. Aleksei V Surovtsev) અને રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલના વાલ્દીમીર ફિનોવ ( Mr. Vladimir Finov) સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે એ ગાંધીનગરમાં બેઠક યોજી હતી.

આ પ્રોજેક્ટના ડીપીઆર ગુજરાત સરકારની જી-રાઇડ કંપની તૈયાર કરે તે પછી ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને સંપૂર્ણ ફાઇનાન્સ માટે પણ રશિયાનું આ રેલવે સાહસ ગુજરાત – ભારત સરકાર સાથે પરામર્શ કરી આગળ વધશે તેવી ખાતરી ગુજરાતને આપી હતી.

ડિઝાઇન તૈયાર થયા પછી ૨ વર્ષમાં પ્રોજેક્ટ તેઓ પૂર્ણ કરશે. ૧૪ ફેબ્રુઆરીએ જી-રાઇડ અને આ રશિયન સાહસની બેઠક યોજીને કાર્યયોજના ઘડવાનું સૂચ ગુજરાતે  કર્યું હતું.

રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલના વાલ્દીમીર ફિનોવે ગુજરાતમાં પોર્ટસથી ફ્રેઇટ કોરિડોર્સ માટે રેલવે કનેકટીવીટી વધારવા તેમજ પેસેન્જર રેલવે અને માલ વાહક ટ્રેનની હયાત સ્પીડ વધારવા માટેના નવા પ્રોજેકટ્સ માટે પણ સહયોગ આપવાની ઇચ્છા દર્શાવી હતી. ગુજરાત સરકાર ભારતીય રેલવે અને કેન્દ્ર સરકાર સાથે વાતચિત કરીને સહયોગની સંભાવનાઓ ચકાસશે.