ગુજરાત રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ – મોબાઈલ એપ્લિકેશન બની છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો ઓન લાઈન ફરિયાદ કરવાનું શરૂં કર્યું છે પણ ગુજરાતની ધરતી પર બનતાં ગુનો નોંધવા લોકો જાય છે ત્યારે તેની ફરિયાદ પોલીસ લેતી નથી. જે વ્યક્તિ ફરિયાદ નોંધવા માંગતા હોય તેમની ફરિયાદો પોલીસે લેવી કાયનૂની છે. છતાં લેવામાં આવતી નથી. તેથી ઓન લાઈન ફરિયાદ નોંધવી હવે જરૂરી છે. તેથી હવે ગુજરાતના કોઈ પણ સ્થળે કોઈ પણ નાગરિક ઓન લાઈન ફરિયાદ કરવા માંગતા હોય તો તે એપ્લીકેશન હોવી જોઈએ તે ગુજરાતની રૂપાણી સરકાર કરવા તૈયાર નથી અને રેલવે પોલીસમાં ઓન લાઈન ફરિયાદ લેવાનું ગુજરાત પોલીસે શરૂં કર્યું છે. તેથી ગુજરાતના દરેક નાગરિકની ભાજપ સરકાર પાસે માંગણી છે કે તેમને આ અધિકાર આપવામાં આવે તેથી તેઓ સુરક્ષિત બને અને બેફામ પોલીસ પર અંજૂશ આવે.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ એનરોઈડ એપ્લીકેશન લોંચ કરતાં કહ્યું કે. —
ગુજરાત રેલવે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ સુરક્ષિત સફર’ મોબાઈલ એપ્લિકેશનથી પ્રવાસ કરનાર મુસાફરોને મુસાફરી દરમિયાન પડતી અનેકગણી મુશ્કેલીઓનું ઝડપથી સાનુકૂળ નિરાકરણ મળી રહેશે. આ એપ્લિકેશન દ્વારા મુસાફરોને ટ્રેનમા કિંમતી સામાનની લૂંટ, ધાડ, ચોરી, છેતરપિંડી, અપહરણ, અકસ્માત થયો હોય તો ક્યાં કોને જાણ કરવી? ફરિયાદ ક્યાં આપવી? ટ્રેનમાં ખોવાયેલું બાળક, શંકાસ્પદ વસ્તુઓ, ડ્રગ્સ અને દારૂની હેરાફેરી થતી હોય, શારીરિક દુર્વ્યવહાર,છેડતી કે રોમિયોગીરીના બનાવ વખતે મદદ મેળવવા તાત્કાલિક કોનો સંપર્ક કરવો? કમ્પાર્ટમેન્ટમાં અનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ થાય તો કોને ફરિયાદ કરવી? રેલવેમાં મુસાફરી દરમ્યાન અચાનક મદદની જરૂર પડે તો શું કરવું? વેગેરે બાબતોને ધ્યાનમાં રાખી ‘સુરક્ષિત સફર’ નામની મોબાઇલ એપ ગુજરાત રેલવે પોલીસે તૈયાર કરી છે.
લોકો અજાણ હોવાનાં કારણે ગુનેગારો અનેક પ્રકારના ગુનાઓ આચરે છે અને જાગૃતિના અભાવે અમુક ગુનાઓ નોંધાતા ન હોવાના કારણે ગુનેગારોની પ્રવ્રૂતિઓમાં વધારો થાય છે.
એપ બે પ્રકારે કામ કરશે. એક પબ્લિક એપ છે અને બીજી પોલીસ એપ છે. તમામ પ્રવાસીઓની સુરક્ષાની પ્રાથમિક જવાબદારી ‘સુરક્ષિત સફર’ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવશે. મુસાફરો નિશ્ચિંત બનીને મુસાફરી કરી શકશે. મુસાફરી દરમ્યાન ત્વરિત મદદ મળી શકશે.જેમાં રેલવે મુસાફરોની ફરિયાદ, વિમેન ડેસ્ક, કોંન્ટેક ,ફરિયાદીની માહિતી ગુપ્ત રાખવા, ટ્રેક માય રૂટ, ફીડબેક, ટચ ટુ પેનિક ફંકશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટ્રેન પેટ્રોલિંગની ફરજો પોલીસ કર્મચારીઓ અસરકારક રીતે બજાવી શકશે. પ્લેટફોર્મ પર કાર્યરત કૂલી, હોકર્સ, અટેંન્ડેટ અન્ય કોંન્ટેક અને કર્મચારીઓનુ રજિસ્ટ્રેશન આ એપમાં કરવામાં આવશે. જેમાં પોલીસ અધિકારીઓ કૂલીઝ, કોચ એટેન્ડન્ટ્સ તથા અન્ય કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરશે. તેની માહિતી પોલીસ અધિકારી/કર્મચારી ત્વરિત મેળવી શકશે. જેનાથી કોચમાં અનઅધિકૃત વ્યકિતના પ્રવેશ પર અંકુશ લાવી શકાશે. રેલવેમાં ગુનાઓ આચરતાં ગુનેગારોની ફોટો સાથેની માહિતી હશે. એકલા મુસાફરી કરી રહેલા સિનિયર સિટીઝનોની ટ્રેક માય રૂટથી ધ્યાન રખાશે એક બટન દબાવશે એટલે તરત પોલીસ તેમની મદદ કરશે. રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ટ્રેનમાં પેટ્રોલિંગ કરતા કર્મચારીઓની ફરજો અને કામગીરી તેમજ મુસાફરોની ફરીયાદો બાબતે થયેલી કાર્યવાહી બાબતે સીધું જ સુપરવિઝન રાખવામાં આવશે.
સુરક્ષિત સફર’ એપ દ્વારા મુસાફરોને 24 કલાક મદદ મળી રહે તે માટે ત્રણ એડમિન પેનલ બનાવવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ અને વડોદરા જિલ્લા કન્ટ્રોલ ખાતે તથા એક એડમિન પેનલ નાયબ પોલીસ મહાનિરીક્ષક, રેલવેઝ કન્ટ્રોલ ખાતે કાર્યરત રહેશે. આ પોલીસ કર્મીઓ 24 કલાક આ એપ્લિકેશનનું મોનિટરિંગ કરશે અને મુસાફરોની ફરીયાદ સમયે ટ્રેન પેટ્રોલિંગના માણસોને સુચના આપશે. સાથે સાથે ફરીયાદ કરનાર મુસાફરનો સંપર્ક કરી તેની ફરીયાદ બાબતે ફીડબેક પણ લેશે.આ એપ દ્વારા મુસાફરો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવશે અને તે બાબતે જરૂરી અમલ પણ કરવામાં આવશે.
આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા, રેલવે DIG ગૌતમ પરમાર, SP વડોદરા રલ્વે, SP અમદાવાદ રેલવે, DIG RPF મુંબઇ, ADRM અનંતકુમાર રેલવેના પદાધિકારીઓ અને કર્મચરીઓ ઉપસ્થિત રહયા હતા.