કોરોનામાં મહા-માર: રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા ઉપર 50% કાપ મુકયો

દેશભરમાં રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા (TA) પાછળ વર્ષમાં અંદાજીત 1300 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. રેલ્વે બોર્ડ નિર્દેશક મંજુએ આ સંબંધે મળેલી ફરીયાદો ધ્યાને લઇ ખર્ચ અડધો કરી નાખવા આદેશો કર્યા છે. કોરોના કાળમાં આવક ઓછી થવાના પગલે રેલ્વેએ પણ કરકસરના પગલા શરૂ કરી દીધા છે. કર્મચારીઓ-અધિકારીઓના પ્રવાસ ભથ્થા અને ઓવરટાઈમ પર કાતર મુકી દીધી છે. આ અંગે તમામ વિભાગોને જાણ કરી 50% સુધીનો ખર્ચ ઘટાડવા આદેશો જારી કરાયા છે.

રેલ્વેનું સંચાલન બરાબર કાર્યરત થયુ ન હોવા છતા જોધપુર મંડળમાં TA અને OT ના નામે બહુ મોટો ખર્ચ થયાની ફરીયાદ રેલ્વે બોર્ડને મળી હતી. જેને લઇને રેલ્વેએ આ કરકસરના પગલા શરૂ કર્યા છે. મંડલના એન્જીનીયરીંગ, કોમર્શીયલ, કેરેજ એન્ડ વેગન, ઇલેકટ્રીક સહીત અન્ય વિભાગોમાં આ રીતેના ભથ્થા લગાતાર ચુકવાઇ રહ્યાની ફરીયાદો ઉઠી હતી. કોરોના કાળમાં રેલ્વે થંભી જવા છતા ખર્ચ કેમ ઘટતો નથી તે બાબતને લઇને ચોંકી ઉઠેલ રેલ્વે તંત્રએ આ દિશામાં ગંભીરતાથી તપાસો શરૂ કરી છે.