અમદાવાદ મહાનગરપાલિકાના 1230 ભવનોમાં વરસાદી પાણી સંગ્રહ કરાશે अहमदाबाद – करोड़ों की लागत के बावजूद वर्षा जल पुनर्भरण कुएं, बोर, तालाब फेल Ahmedabad – despite cost of crores, rain water recharge wells, bores and ponds fail
અમદાવાદ, 3 ડિસેમ્બર 2025
1965માં 1057 ચોરસ કિલોમીટરમાં 1400 તળાવો હતા. જે 1985 પછી ભાજપના શાસનમાં પૂરી દઈને ભ્રષ્ટાચાર કર્યો હવે ફરીથી બોર અને કુવા બનાવવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ મહાનગર પાલિકાની બધી મિલકતોમાં ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. 17 નવેમ્બર 2025ના રોજ મળેલી વોટર સપ્લાય કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 1230 મિલકતોમાં રૂ. 23 કરોડ 63 લાખના ખર્ચ થશે. ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે.
રૂફટોપ પર ઇમારતો ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.
ઝોન ઓફિસો, વોર્ડ ઓફિસો, હોસ્પિટલ મ્યુનિસિપલ શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટર, લાઇબ્રેરીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન તેમજ અન્ય વિવિધ ઇમારતોના રૂફટોપ પર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણી બચાવી શકાશે એવો દાવો કરાય છે. પણ અગાઉ આવી યોજના સફળ થઈ નથી.
બગીચા
2025માં બગીચાઓમાં વરસાદી પાણીના નિકાલ માટે પરકોલેટિંગ વેલ બગીચાઓમાં અને વોક વે ઉપર બનાવાયા હતા. વસ્ત્રાપુર તળાવમાં 4 પરકોલેટિંગ વેલ બનાવાયા હતા.
સ્પંજ પાર્ક
2025માં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સ્પંજ પાર્ક બનાવવાની જાહેરાત કરાઈ હતી. બોડકદેવ, વેજલપુરમાં પાર્ક બનાવવાના હતા. વરસાદી પાણી ભરાતાં હોય તેવા વિસ્તારમાં સ્પંજ પાર્ક બનવાના હતા. ન્યૂ રાણીપમાં રૂ. 4.42 કરોડનો સ્પોન્જ પાર્ક બનાવાયો હતો.
1 હજાર ઈમારતો
2025માં અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની 1 હજાર 800ઈમારતો પર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરાઈ હતી. 400બિલ્ડિંગ પરિસરમાં રૂ. 5 કરોડ 50 લાખ ખર્ચે રૂફ-ટોપ રેઈન-વોટરહાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાઈ હતી. ઝોનલ ઓફિસો, વોર્ડ-ઓફિસો, હોસ્પિટલ, શાળાઓ, શહેરી આરોગ્યકેન્દ્રો હતા.
ખર્ચ
10 કરોડથી વધુના ખર્ચે 50 પરકોલેટિંગ વેલ બનાવવાનો નિર્ણય 2025ના ચોમાસમાં લેવાયો હતો.
એક બોરવેલ બનાવવાનો ખર્ચ રૂ. 10 લાખથી લઈ 14 લાખ સુધીનો થાય છે.
40 હજાર વસાહતો
2024માં ભરાતા વરસાદી પાણીનો ઝડફથી નિકાલ થઈ શકે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે તે હેતુસર 40 હજાર સોસાયટીઓમાં 120 મી. ઊંડા પરકોલેટિંગ વેલ બનાવવાની યોજના બનાવી હતી.
રાજ્ય સરકાર દ્વારા પરકોલેટિંગ વેલ માટે 70:20:10 યોજના જાહેર કરવામાં આવી હતી.
કોર્પોરેટરો પણ બજેટથી રહેણાંક સોસાયટીઓએ કોઈ ખર્ચ કરેલો નથી.
8 એજન્સીઓને કામ અપાયું હતું.
ખંભાતી કૂવા
2024માં ‘ખંભાતી કૂવા’ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઊંચા લાવવા નાણાં ફળવાયા હતા.
2025માં 6 ખંભાતી કુવા 30 ફૂટ જેટલા ઉંડા બનાવવા અને આજુબાજુના વિસ્તારમાંથી વરસાદી પાણીની લાઈનનું એક અલગથી નેટવર્ક નાખીને તેના મારફતે પાણી ફીલ્ટર થઈને જાય તે માટેની કામગીરી કરવામાંમાટે અંદાજે રૂ. 1 કરોડ 87 લાખ ફાળવવામાં આવ્યા હતા. જેમાં વિરાટનગરમાં બે અને ઓઢવમાં ત્રણ ખંભાતી કુવાની વ્યવસ્થા કરવાના હતા.

સરકારી નાણાં
2024-25ના અંદાજપત્રમાં ગુજરાત સરકારે અમદાવાદ મનપાને વરસાદી પાણી સંગ્રહના કામો માટે 144.32 કરોડની ફાળવણી કરી હતી. કુલ ખર્ચના 70 ટકા સરકાર આપે છે.
ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો માટે આ નાણાં આપ્યા હતા. 70:20:10 મુજબ પીપીપી ધોરણે ખાનગી સોસાયટીઓમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટીઓ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ કરી હતી.
નિષ્ફળ
2024ની સ્થિતીએ અમપા અને ઔડાએ બનાવેલાં 80 પરકોલેટિગ વેલ ક્યાં છે તેની કોઇને જાણકારી નથી. પુરાઇ ગયાં છે. બગીચાઓમાં બનાવાયેલાં પરકોલેટિંગ વેલ નકામા છે કે દટાઇ ગયાં છે. છતાં નવા બનાવવામાં આવી રહ્યાં છે.
કલેક્ટીંગ ચેમ્બર, પાઇપલાઇનો વગેરેને સાફ થતી નથી. નિયમાનુસાર વેલ બન્યા તેની તપાસ થતી નથી. 400 ફૂટના બોર હોવા જરૂરી છે. 40 ફૂટ ઉંડા અને 3 મીટર ઘેરાવો ધરાવતાં ખંભાતી કુવાની સફાઇમાં પણ સરળતા રહે છે અને લાખો લિટર પાણી ભૂગર્ભમાં ઉતરે છે.
ભૂગર્ભજળનાં સ્તર ઉંડા જતા રહ્યા છે.
નિષ્ફળ યોજના
ગુજરાતની વોટર હાર્વેસ્ટિંગ નિષ્ફળ છે તેને મોડેલ ગણીને સમગ્ર ભારતમાં પાણી પ્રધાન સી આર પાટીલે લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી. જેમાં રિચાર્જ કુવા, ચેકડેમ છે. હાર્વેસ્ટિંગ, બોરવેલ રિચાર્જ અને રિચાર્જ શાફ્ટ દ્વારા વરસાદી પાણીને બચાવવાની યોજના હતા. જેમાં સરકારી અને બિનસરકારી સંસાધનો જેવા કે સીએસઆર ફંડ, ઔદ્યોગિક ગૃહો, નાગરિક સંસ્થાઓ અને જળ ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસેથી જરૂરી મદદ લેવામાં આવશે. ભારતમાં આવા 10 લાખ માળખાં બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું. JSJB સુરતમાં શરૂ કરાઈ હતી.
દરેક ગામમાં પાંચ રિચાર્જ સાઇટ્સ અને દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના અધિકારક્ષેત્રમાં ઓછામાં ઓછા 10,000 રિચાર્જ સ્ટ્રક્ચર્સ ઇન્સ્ટોલ કરવા જણાવાયું હતું.
સમગ્ર રાજ્યમાં 80,000 વરસાદી પાણી સંગ્રહ કરવાના હતા.
પાણીના 8 વિસ્તારો
2023માં 1 કરોડના ખર્ચે પરકોલેટિંગ વેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને ગટરના પાણી ઉભરાઈને બહાર ન આવે તે માટે ભૂગર્ભ જળસંગ્રહ યોજના શરૂ કરવામાં આવી હતી.
પાણીનો ભરાવો થાય છે, તેવી 8 જગ્યા નક્કી કરવામાં આવી હતી. જેમાં રાજપથ કલબ પાછળ મહિલા ગાર્ડન, આનંદનગર નજીક અમપાના પ્લોટ, આંબાવાડી કલ્યાણ જ્વેલર્સ સામે, કઠવાડા મદુમાલતી આવાસ, સરસપુરમાં એવરેસ્ટ સિનેમા ચાર રસ્તા, પ્રીતમપુરા એમએસ એપાર્ટમેન્ટ, લાંભા ગુજરાતી શાળા સહિતની જગ્યાઓ પર પરકોલેટિંગ બનાવવામાં આવશે. આ તમામ પરકોલેટિંગ એક કલાકમાં 12000 થી 15000 લીટર પાણી ભૂગર્ભમાં ઉતારવાની ક્ષમતા ધરાવતા હતા.
પછીના વર્ષોમાં અહીં પાણી તો ભરાયા હતા.
ફિલ્ડ માસ્ટર એન્જી.કંપની દ્વારા એક પરકોલેટીંગ વેલના રુપિયા 13.34 લાખ નક્કી કરાયા હતા.
શાળા
2022માં સરકારી 9 શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને રાજ્યની પ્રથમ વોટર રિચાર્જ પ્લાન્ટની શાળા બનાવી હતી. તેનાથી 100 સોસાયટીનું ભૂ સ્તર ઊંચું લાવવાનું હતું. અમદાવાદની એક સ્કૂલમાં ગુજરાતમાં પ્રથમ વાર પાલડીની મનપા સંચાલિત શાળામાં વોટર રિચાર્જ પ્લાન્ટ બનાવાયો હતો.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેશન વેલ બનાવાયો હતો.
યોજના નિષ્ફળ
2022માં 2022
80-20ની યોજના બનાવી પણ 14 સોસાયટીઓએ જ પરકોલેટીંગ વેલ બનાવવા રસ દાખવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાએ 9 જુન 2020માં પરિપત્ર કરી રહેણાંક સોસાયટીઓની યોજના જાહેર કરી હતી.
પચાસ ટકા સભ્યોએ મિલકતવેરો ભરેલો હોવો જોઈએ એવો નિયમ હોવાથી યોજના નિષ્ફળ રહી હતી.
1000 વસાહતો
2021માં અમદાવાદમાં 1000 સોસાયટીઓને આ વર્ષે પરકોલેટિંગ વેલ બનાવમાં આવ્યા હતા. રૂ.2.60 લાખનો ખર્ચ થયો હતો.
પોળોના ભૂગર્ભ ટાંકા
પોળોમાં 1500 પાણીના ભૂગર્ભ ટાંકા રહ્યાં છે.
ટાંકાનું પાણી પીવાલાયક હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલાં પાણીનાં નમુનાના પરીક્ષણ બાદ પુરવાર થયું હતું.
અમદાવાદના કોટ વિસ્તારમાં 19મી સદીના આરંભમાં જ રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ દ્વારા પાણી અને ગટરની લાઈન લોકોના ઘર સુધી પહોંચાડી હતી.
લોકો તેમના ઘરની અંદર પાણી સંગ્રહ કરવા માટેના ભૂગર્ભ ટાંકા પણ રાખતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ સેલ દ્વારા પોળોના ઘરોના ભૂગર્ભ ટાંકાનો સર્વે કરવામાં આવ્યો હતો. 10 હજાર ઘરોમાં 1500 ભૂગર્ભ ટાંકા હયાત મળી આવ્યા હતા.
2024માં આ ટાંકા 800 જ રહ્યાં હતા.
આ પરીણામ જોયા બાદ એક ટાંકામાં 25 હજાર લિટર અને આવું 25 લાખ લિટર પાણીનો બચાવ કરવાનું આયોજન કર્યું હતું.
સારંગપુર દોલતખાનાના મંદિરમાં જોવા મળ્યો ભૂગર્ભ પાણીનો ટાંકો
સારંગપુરના દોલતખાના પાસે વિશ્વકર્મા મંદિરમાં વર્ષોવર્ષ નક્ષત્ર પ્રમાણે વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. આ પાણીનો ભગવાનની પૂજા અને થાળની રસોઈમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તળાવો ગુમ – ઉપગ્રહનો અહેવાલ
અમદાવાદમાં 1965માં 1057 ચો.કી.મી. તળાવો હતા જે ગાયબ થઈ ગયા હતા. અમદાવાદમાં એક સમયે 1400 કરતા વધુ તળાવો હોવાના પુરાવા હતા. નાના મોટા સરોવરો, તળાવો કે તળાવડીઓનો નાશ થવાથી પાણી ભરાતા હતા.
1974 થી 2017 સુધી અમેરિકાના લેન્ડસેટ સેટેલાઇટની તસવીરોનો ઉપયોગ કરી એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં નકશા સાથે જાણવા મળ્યું હતું કે 1057 ચો.કી.મી. તળાવો નો વિસ્તાર લગભગ ચાલીસ વર્ષોમાં અમદાવાદ આસપાસના વિસ્તાર માંથી ગાયબ થઇ ગયો હતો.
5 વર્ષમાં
2009 થી 2015 સુધી વ્યવસ્થિત રીતે તળાવો પુરી દેવાયા હતા. 5 વર્ષમાં 630 તળાવો માંથી 122 તળાવો રહયા હતા. અનેક તળાવોમાં ગટરનું પાણી છોડવામાં આવે છે. 122 મોટા તળાવોમાં આસપાસ દશ કી.મી. વિસ્તારમાં કચરો નાખવામાં આવતો હતો. ઔડા વિસ્તારમાં થોડા વર્ષોમાં 52 તળાવ ગાયબ થઈ ગયા હતા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના હજારો તળાવો હવે પૂરાઈ રહ્યાં છે.
તળાવોના વિસ્તારો
અટિરા પાસે તલાવડીનું બસ સ્ટેન્ડ હતું. સરદાર પટેલ સ્ટેડિયમ પાસે લખુડી તલાવડી હતી. બોપલ વિસ્તારમાંથી ત્રણ તળાવ દેખાતાં બંધ થઇ ગયા. જોધપુર ગામમાં એક તળાવ હતું. યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટર્સ પાસે આશા પારેખ લેઈક હતું. વેજલપુરમાં એક તળાવ ગાયબ થઇ ગયું. કાળી ગામમાંથી બે તળાવ ગાયબ થઇ ગયા. પીરાણા ડમ્મપિં સાઈડ પાસે તળાવ હતું. બિલ્ડરો, બગીચા, મંદિરો, સરકારી મકાનો બનાવી દેવાયા હતા. લાલ બહાદુર સ્ટેડિયમ પહેલા તળાવ હતું. તેમાંથી સ્ટેડિયમ બનાવ્યું ફરીથી ત્યાં તળાવ બનાવ્યું છે.
તળાવો ન જોડાયા
નેશનલ લેક કન્ઝર્વેશન પ્લાન હેઠળ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 45 તળાવોને ઈન્ટરલિંક પધ્ધતિથી એકબીજા સાથે જોડવાની યોજના હજુ પુરી કરી શકાઈ નથી.
ગુજરાત પાણી નીતિ હેઠળ અમદાવાદ શહેરના 156 તળાવોના બીફોર અને આફ્ટરનું મેપિંગ, સ્ટ્રોંગ વોટર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણીનો સંગ્રહ સહિતની અલગ અલગ વસ્તુઓ સમાવી હતી.
જેમાં 5 વર્ષમાં 180 કરોડનો ખર્ચ કર્યો હતો.
2025-26માં વધુ 100 કરોડ ખર્ચ કરવાના હતા.
અમદાવાદ શહેરમાં 156 તળાવો સરકારી દફતરે છે. 143 તળાવ અમદાવાદ મહાનગરપાલિકાના છે.
ચોમાસાનું પાણી નાંખવાનું હતું તેના બદલે તળાવની અંદર વરસાદી પાણીના બદલે ગટર લાઈનના પાણી હતા. લીલ, દુર્ગંધ, ગંદકી હતી.
2021-22માં 45 કરોડ,
2022 -23માં 10 કરોડ,
2023 -24માં 51.5 કરોડ,
2024 -25માં 73.1 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરાયો હતો.
પાંચા તળાવ
સૌથી પોષ વિસ્તાર પ્રહલાદ નગરમાં પાંચ તળાવ માટે કરોડોનું ખર્ચ કરાયું હતું. છતાં ગટરના પાણી હતા.
વસ્ત્રાલ તળાવ
વસ્ત્રાલ તળાવ પાછળ 20 કરોડ રૂપિયાનો ખર્ચ 2017થી 2021 દરમિયાન કરાયો હતો. પાણી દૂષિત, દુર્ગંધ, ગટરનું પાણી હતું. એસટીપી પ્લાન્ટ નકામો હતો.
મહાકાળી તળાવ
ઇસ્કોન ચાર રસ્તા નજીક આવેલું મહાકાળી તળાવ જે ઔડા મહિલા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. ગટરના પાણી ભરીને હેવી ડીવોટરીંગ મશીનથી ખાલી પણ કરાય છે. ઇન્ટર લિન્કિંગ કરવા માટે કરોડો ખર્ચાયા પણ ગટરના પાણીથી ભરાય છે.
ચાંદલોડિયા તળાવ
ચાંદલોડિયા તળાવમાં ગટરના પાણી, મચ્છર, લીલ હોય છે. તળાવના સંરક્ષણ માટે ખાસ સમિતિ બની પણ તેની બેઠક ક્યારેય મળતી નથી. ભરપુર વરસાદ પડે છે પણ તળાવની અંદર કુદરતી વરસાદનું પાણી હોતું નથી. ગટરનું પાણી હોય છે.
પિવાલાયન પાણી નથી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અમદાવાદ શહેરમાં વર્ષ 2028-19માં ભૂગર્ભ પાણીની ગુણવત્તા તપાસી તો તે પિવા લાયક ન હતું. પીપળજના બોરવેલના પાણીમાં ક્ષારનું પ્રમાણ 2096 હતુ અને તેની પી.એચ.વે 8.20 હતી. મોટા ભાગના વિસ્તારોમાં ભૂગર્ભ પાણી પિવા લાયક નથી.
નિયમોનો અમલ નહીં
રાજય સરકારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જીડીસીઆરમાં ખાસ જોગવાઈ કરી હતી. 100થી 300 ચોરસ મીટર જગ્યામાં પાણી ભરવાનું હતું.
2002માં ઔડા દ્વારા 1500 ચોસર મીટરમાં બિલ્ડિંગમાં પરકોલેશન વેલ ફરજીયાત બનાવવાનો નિયમ કર્યો હતો.
2013-14માં બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવવા પરકોલેટીંગ વેલ બનાવવાના પરિપત્ર હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક બગીચાઓમાં થોડા વર્ષો અગાઉ પાણી સંગ્રહ કરવા જે પરકોલેશન વેલ બનાવ્યા હતા એ પણ યોગ્ય કાળજી ના લેવામાં આવતા પુરાઈ ગયા હતા.
પાણી સંગ્રહ નીતિ
અમદાવાદમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે બનાવેલા પરકોલેટિંગ વેલની તપાસ કરવા 2022માં આદેશ આપાયા હતા. પરકોલેટિંગ વેલ બનાવવા માટે 80:20ની સહાય યોજના દ્વારા ખાનગી વસાહતોમાં બનાવેલા છે. જેથી નર્મદાનું પાણી ઓછું આપીને બચાવી શકાય.
ફરજિયાત
વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અને ભૂગર્ભજળ ઊંચા આવે તેના માટે શહેરમાં દર 4000 ચો.મી. વિસ્તારમાં નવી ડેવલપ થતી સ્કીમમાં એક પરકોલેટિંગ વેલ બનાવવાનું ફરજિયાત છે. આ પરકોલેટિંગ વેલનું મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને વોટર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન તપાસ કરવાની હતી.
ડીપોઝીટ નહીં
2023માં સી.જી.ડી.સી.આર.-2017ની જોગવાઈ મુજબ, ૫૨કોલેશન વેલની કાયમી ધોરણે અરજદાર દ્વારા સફાઈ કરવામા આવે તે માટે મકાન વાપરવાની મંજૂરી આપતા પહેલાં પરકોલેશન વેલ ડિપોઝીટ વસૂલવાનું નક્કી કરાયું હતું.
બાંધકામના ચોરસ મીટર રુપિયા 40 અને બિન રહેણાંક હેતુ માટે બાંધકામના પ્રતિ ચોરસ મીટર રુપિયા 60 રેઈન વોટર હાર્વેસ્ટીંગ ડીપોઝીટ પેટે લેવાની હતી. ઉપરાંત રહેણાંક રુપિયા ત્રણ હજારઅને બિન રહેણાંક હેતુના બાંધકામ માટ રુપિયા 5 હજારે પ્રતિ વૃક્ષ ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટ લેવાની હતી.
પાંચ વર્ષ બાદ વૃક્ષની જાળવણી યોગ્ય રીતે કરાઈ હશે તો ડીપોઝીટની રકમ પરત કરાશે.
પ્રતિ પરકોલેશન વેલ રુપિયા 75 હજાર ડીપોઝીટ વસૂલ કરવાની હતી.
ગુજરાતી
English




