રાજીવ સાતવેને નવી બોટલમાં જૂનો દારૂં એવું સાવ સાચું કહેવા બદલ કોંગ્રેસના પીઢ નેતા માંકડને પક્ષમાંથી કાઢી મૂકાયા

umakant mankad
umakant mankad

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020

રાજીવ સાતવ સામે કોંગ્રેસના પીઢ નેતાઓએ દિલ્હીમાં ફરિયાદ કરી હતી. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે સાતવે સાવ નિષ્ફળ ગયા છે. તે વાસ્તવિકતા કોંગ્રેસના દરેક કાર્યકર કહે છે. એવી જ વાત ઉમાકાંત માંકડે કરી હતી. એવું માનવામાં આવતું હતું કે અહેમદ પટેલની વિદાય બાદ પક્ષ લોકહીતના નિર્ણયો લઈને સુધરી જશે. પણ માંકડના કેસમાં નેતાઓનું વલણ એક તરફી જોઈને નથી લાગતું કે પક્ષમાં કોઈ સુધારો થયો છે.

તેમણે લખ્યું હતું કે,

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ચૂંટણી સમિતિ નવી બોટલમાં જૂનો દારૂ સિવાય કશું જ નથી ….. 8 વિધાનસભાની પેટા-ચૂંટણીમાં હાર બાદ પ્રભારીને અપાયેલી ભેટ અવિસ્મરણીય છે …..
ગુજરાત કોંગ્રેસના પૂર્વ વડાઓએ ફક્ત જવાબદારી બતાવવાની છે,
શુભેચ્છાઓ

– ઉમાકાંત માંકડ

આમ ઉમાકાંતે સીધી બગાવત ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે સામે કરી હતી. તેમણે ગુજરાત કોંગ્રેસના નિષ્ફળ ચૂંટણી સમિતિના 22 નેતાઓ અંગે તદ્દન સાચું લખ્યું હતું. નવી બોટલમાં જૂનો દારુ શબ્દ બરાબર હોવા છતાં કોંગ્રેસના નેતાઓ ચરસ પીને તેનો નશો છુપાવવા માટે સાચા નેતાઓને પણ ગાંજો પીવડાવી રહ્યાં હોય એવો ઘાટ સર્જાયો છે. કારણ બતાવો નોટિસ આપી ન હતી અને સીધા પક્ષમાંથી હાંકી કાઢવા તે કોઈ રીતે કોંગ્રેસ માટે યોગ્ય નથી એવું ઘણાં લોકો માની રહ્યા છે.

જે લોકો ચૂંટણી જીતી નથી શકતા તેમને સ્થાનિક ચૂંટણીમાં મહત્વની જવાબદારી આપી છે. જેમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.

માંકડે જુનો દારૂ નવી બોટલમાં શબ્દ વાપર્યો તે તેમની સામે થયું છે. જેમાં કોંગ્રેસના પીઢ નેતાઓ આવી જાય છે.

ઉમાકાંતે કહ્યું કે, કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં ગજેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રામાણી ને કોણે ? ક્યારે ? ઉપપ્રમુખ પદે નિયુક્તી આપી ? આવી નિમણુંકો કોંગ્રેસને અકલપ્ય નુકસાન કરે છે…….. મારી માહિતી મુજબ આવી કોઈ નિમણુંક થઈ જ નથી, અને જો ખાનગીમાં કોઈએ નિમણુંક કરી હોય તો તે અધિકાર ક્ષેત્ર બહાર છે.

કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપનાર ગજેન્દ્રભાઈ રામાણીની જસદણ ચૂંટણી સમયે થયેલી નિમણુક એક સમજુતી હતી, અને તે સમયનું પ્રદેશ સંગઠન વિસર્જીત થયે એક વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે. હાલ પ્રદેશ સમિતિની નવી કોઈ નિયુક્તી થયેલ નથી.