Rajkot BJP leaders meet Amit Shah to get post
30-8-2025
ગુજરાતના રાજકોટ જિલ્લામાં હોદ્દા મેળવવા માટે નેતાઓ દિલ્હીમાં અમિત શાહને મળીને લોબીંગ કરી રહ્યાં છે.
મહાપાલિકાના શાસકોએ જેનું આમંત્રણમાંથી નામ કાપી નાંખતા વિવાદ સર્જાયો હતો તે સાંસદ રામ મોકરીયા પણ ગૃહમંત્રીને મળ્યા હતા. આ સાથે જ ધારાસભાની ગત ચૂંટણીમાં ટિકિટ ન મળ્યા બાગ સાઇડલાઇન થયેલા પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ મુલાકાત કરી હતી. આ પહેલા સરકારી ક્ષેત્રે પ્રદેશ ભાજપની નેતાગીરીને નેવે મૂકી વિજય મેળવનાર ચાલુ ટર્મમાં મંત્રી પદ નથી મળ્યું તે જયેશ રાદડીયાએ પણ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી.
રાજકોટ મહાપાલિકાના સંકલનમાં વારંવાર મતભેદો સામે આવ્યા છે. જૂનાગઢમાં જૂથવાદ અને મોરબીની માથાકૂટ કે અમરેલીમાં પત્રકાંડ સહિતના વિવાદો છે, તે સ્થિતિમાં આ મુલાકાત અંગે પૂછતા નેતાઓ ઔપચારિક કે શુભેચ્છા માટેની ગણાવી રહ્યા છે. પરંતુ, હકીકતમાં રાજકોટ સહિત સંગઠન અને સત્તામાં કેન્દ્રમાં મોટા ફેરફારની સંભાવના જોવા મળે છે.
રાજકોટ ભાજપમાં છ મહિનાથી પ્રમુખ નિયુક્તિ કરાયા છે, પરંતુ બાકીના હોદ્દેદારોની પસંદગી-નિયુક્તિ હજુય બાકી છે. પ્રમુખ બદલાતા નિવૃત્ત થતા મહામંત્રી સહિતના હોદ્દેદારોને દરેક શહેરમાં નાછૂટકે મુદત વધારો મળી ગયો. મહાનગર પાલિકાની 6 મહિના પછી ચૂંટણીઓ તૈયારીઓ શરૂ થઈ છે. રાજકોટ ભાજપમાં પ્રવર્તતા ઘુંઘવાટ વચ્ચે સ્થાનિક નેતાઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી છે.