લશ્કરના જવાનોને વડોદરાથી 55 હજાર રાખડી મોકલી, રક્ષાબંધનનો રૂ.6 હજાર કરોડનો ધંધો

55 thousand rakhis sent from Vadodara to army soldiers, turnover of 6 thousand crores on Raksha Bandhan, वडोदरा से सेना के जवानों के लिए भेजी गई 55 हजार राखी, रक्षाबंधन पर 6 हजार करोड़ रुपए का कारोबार

અમદાવાદ, 10 ઓગસ્ટ 2023
11 ઓગસ્ટના રોજ રક્ષા બંધ છે. વડોદરા શહેરના શિક્ષકે લશ્કરના જવાનોને રક્ષાબંધન પર્વમાં શરુ કરેલું રાખડીઓ મોકલવાનુ અભિયાન. 9મા વર્ષે શિક્ષક સંજય બચ્છાવ અને 100 પૂર્વ વિદ્યાર્થીઓએ 55 હજાર રાખડીઓ મોકલી છે. બહેનો દ્વારા તૈયાર દેશની કાશ્મીર અને અરુણાચલ પ્રદેશની સરહદ પર , સીયાચીન અને ગલવાન ખીણમાં ફરજ બજાવતા જવાનો અને અધિકારીઓને મોકલવામાં આવી છે. રાખડીઓ તહેવાના 4 દિવસ પહેલા જ જવાનો ને મળી જાય છે.

વડોદરાએ રાખડી સેવામાં નામ કાઢ્યું છે પણ રાખડી માટેની કોઈ બ્રાંડમાં નામ કાઢ્યું નથી. ગુજરાતમાં રાખડીનો મોટો ધંધો છે અને 50 હજાર લોકોને રોજગારી આપે છે છતાં કલકત્તાની જેમ ગુજરાતમાં રાખડીની કોઈ એક જાણીતી બ્રાંડ નથી. ભારતમાં રૂ.5થી 6 હજાર કરોડ અને ગુજરાતમાં 250થી 300 કરોડની રાખડી વપરાય છે. અને 500થી 600 કરોડનો બિજનેશ થતો હોવાનું માનવામાં આવે છે.

2023માં વડોદરા ઉપરાંત 14 રાજ્યોના 40 શહેરો અને ઓસ્ટ્રેલિયા, દુબઈ, અમેરિકા , કેનેડા સહિતના 14 દેશોમાંથી આ રાખડીઓ મળી છે. પોસ્ટ થકી રવાના કરી છે. અભિયાન હવે આંતરરાષ્ટ્રીય બની ગયો છે. બહેન પોતાના ભાઈની સુરક્ષા માટે તેને રાખડી બાંધતી હોય છે.અને ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે.

અભિયાન
રક્ષા બંધન, હિન્દુઓનો પવિત્ર તહેવાર છે જે લગભગ 6,000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો જ્યારે આર્યોએ વિશ્વની પ્રથમ સંસ્કૃતિની રચના કરી હતી. બહેનો સાથે “રક્ષાબંધન વિથ ધ ઇન્ડિયા આર્મી” નામનું અભિયાન શરુ કર્યું હતું. અભીયાનમાં બહેનો દેશના ખૂણે ખૂણે થી રાખડી મોકલે છે. ઉપરાંત આ અભિયાનમાં અન્ય દેશની બહેનો પણ રાખડી મોકલાવે છે.

75થી 75 હજાર
9 વર્ષ પહેલા હાથે બનાવેલી 75 રાખડીઓથી આ અભિયાનની શરુઆત કરી હતી. જેની જાણ લોકોએ આ વર્ષે 55 હજાર રાખડી શિક્ષકને આપી છે. હવે તે આવતા વષે વધીને 75 હજાર રાખડી થઈ શકે છે. આમ 75 રાખડીથી શરૂ કરેલું અભિયાન 75 હજાર સુધી પહોંજી જશે.

દરેક બહેનનું નામ
દરેક રાખડીના કવરની પાછળ રાખડી મોકલનાર બહેનોના નામ અને મોબાઈલ નંબર હોય છે . જેથી સૈનિકોને પણ જાણકારી થાય કે હજારો કિલોમીટર દુર તેમની રક્ષા માટે કોઈ સતત પ્રાર્થના કરી રહ્યુ છે. રાખડીના કવર પર મોબાઈલ નંબર હોવાથી કેટલાક કિસ્સામાં તો રાખડી મોકલનાર મહિલાઓને જવાનોના આભાર માનતા ફોન પણ આવે છે.

જવાબ
ઘણી મહિલાઓ રાખડીની સાથે તેમની સલામતીની પ્રાર્થના કરતા સંદેશા સાથેના ગ્રિટિંગ કાર્ડ પણ મોકલે છે. અમુક કિસ્સામાં બહેન માટે કોઈ આર્મી અફસર કે જવાને ભેટ મોકલે છે. આ ઘણી ભાવુક પળો હોય છે.

કોણ છે શિક્ષક
સંજય બચ્છાવની ઉંમર 57 છે. સિવિલ એન્જિનિયર(ડિપ્લોમા), બી વિથ ઇંગ્લિશ બરોડા હાઇસ્કૂલ બગીખાનામાં શિક્ષક છે. સિંગાપોરમાં યોજાયેલ વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનના પરિસંવાદમાં ભાગ લીધો હતો. સ્વતંત્ર દિવસ ઉજવવાના ઉપલક્ષ્ય પર સૈનિકોને રાખડી મોકલવાની એક નવી પહેલ કરવામાં આવી હતી.

2015
વર્ષ 2015માં સૌ પ્રથમ 75 રાખડી સરહદની રક્ષા કરતા જવાન ભાઈઓ માટે પોતે વ્યક્તિગત રીતે મોકલી હતી.

2016
શિક્ષક સંજવ બછાવએ આ અભિયાન સમગ્ર વડોદરા શહેર પૂરતું શરુ કર્યું હતું. 2200 રાખી એકત્રિત થઇ હતી.

2017
5500 રાખી એકત્રિત થઇ હતી.

2018
10 હાજર રાખડી મોકલી હતી.

2019
29-7-2019માં વડોદરામાં અનેક ગ્રૂપો પાસેથી 12 હજાર રાખડીઓ એકઠી કરીને સૈનિકોને સરહદ પર મોકલી હતી.

2020
કોરોનાકાળમાં 12 હાજર રાખડી હતી.

2021
આ વર્ષે 25 હજારથી વધુ રાખડી એકત્રિત થઇ હતી.
ગલવાનમાં ભારતના વીર જવાનો શાહિદ થયા હતા. તેથી ગલવાન સરહદે રાખડીઓ મોકલવાનું શરૂ કર્યું હતું. ભારતની ત્રણ મુખ્ય ગણાતી શરહદ કારગિલ, ગલવાન અને સિયાચીન છે.

2022
50 હજાર રાખડીઓ તૈયાર કરી ભારત પાકિસ્તાન અને ભારત ચીન બોર્ટર પર દેશની રક્ષા કરતા જવાનોની સુરક્ષા માટે મોકલી હતી. વડોદરા વાસીઓ તથા સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. દેશના 14 રાજ્ય સહિત વિશ્વના 5 દેશો ઓસ્ટ્રેલિયા, અમેરિકા, રશિયા, જર્મની, જાપાનથી માંથી બહેનોએ રાખડી મોકલાવી છે. બાળકો દ્વારા તેમાંબેન્ડેડ પણ મોકલાવવામાં આવી હતી.

રાખડી એક બિજનેશ

દેશમાં 2022માં રાખડીનો બિઝનેસ રૂ.5થી 6 હજાર કરોડ સુધી પહોંચ્યો હતો. કિંમતમાં 20 થી 25 ટકાનો વધારો થયો હતો. CAITના અહેવાલ અનુસાર લગભગ 6 હજાર કરોડનો રૂપિયાનો રાખડીનો વેપાર થાય છે. 2021માં કોરોનામાં રાખીનું 3,500 થી 4,500 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. તે હિસાબે ગુજરાતમાં 5 ટકા વસતી પ્રમાણે રૂ.250 કરોડનો ધંધો હોઈ શકે છે. અંધશાળાઓની રાખડી લોકો વધારે પસંદ કરે છે.

અમદાવાદ
અમદાવાદમાં 22 મોટા હોલસેલ રાખડીના વેપારી છે. ગુજરાત અને તેમાંય અમદાવાદ દેશભરમાં રાખડી બજારનું હબ માનવામાં આવે છે. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશભરમાં અને વિદેશમાં પણ રાખડીઓ મોકલવામાં આવે છે.
રાજ્યભરમાં અંદાજે 100 જેટલા મોટા હોલસેલ રાખડીના વેપારી છે. કોરોનામાં 50-60% રાખડીનું ઉત્પાદન રૂ. 10 કરોડનું હતું. 2021માં વેપાર રૂ. 15 કરોડ સુધી પહોંચી ગયો હતો. સારા વર્ષમાં રૂ.20થી 25 કરોડનું ટર્નઓવર થતુ હોય છે.

દેશ
રૂ.5થી 6 હજાર કરોડના ધંધામાં દિલ્હીનું સદર બજાર દેશમાં રાખડીના બિઝનેસનું મુખ્ય કેન્દ્ર છે. પશ્ચિમ બંગાળ પણ દેશમાં રાખી ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર છે. દેશના કુલ બિઝનેસમાં બંગાળનો હિસ્સો 50 થી 60 ટકા છે. આ પછી ગુજરાત, મુંબઈ, દિલ્હી, રાજસ્થાનમાં મોટા પાયે રાખડીઓ બનાવવામાં આવે છે. મુંબઈની ધારાવીમાં 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર રાખડીનું થાય છે.

ચીન
રાખી સીધી ચીનથી આયાત કરવામાં આવતી નથી. રાખડી બનાવવા માટે વપરાતી સામગ્રી જેમ કે ફેન્સી પાર્ટ્સ, ફોઈલ, ફોમ, ડેકોરેટિવ વસ્તુઓ, પત્થરો વગેરે ચીનથી આવે છે. રાખડી બનાવવા માટે વપરાતો કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે, જેની કિંમત 1,000 થી 1,500 કરોડ રૂપિયા છે. જે 2020માં ચીનથી રૂ.4 હજાર કરોડની રાખડી સામગ્રી આવતી હતી. CAITના અહેવાલ અનુસાર લગભગ 6 હજાર કરોડનો રૂપિયાનો રાખડીનો વેપાર થાય છે. ચીનનું યોગદાન લગભગ 4,000 કરોડ રૂપિયા હતું. ચીનથી આ પહેલા ફોમ, કાગળ વરખ, રાખડીનો દોરો, મોતી, ડ્રોપ, સુશોભન વસ્તુઓ વગેરે આયાત કરવામાં આવે છે.

50 હજાર રોજી
રાખડી બનાવતા અંદાજે 50 હજારથી વધુ લોકોને રોજગારી મળે છે. માર્ચથી રાખડીનો જથ્થાબંધ વેપાર શરૂ થતો હોય છે. જીએસટીના કારણે 30 ટકા ધંધો ઘટ્યો હતો. ઉત્તરાયણની પતંગ, દિવાળીના ફટાકડા, રક્ષાબંધનની રાખડીઓ, હોળીના રંગ-પિચકારીમાં મોટી રોજગારી છે. આ બધા ધંધા મળીને 5 લાખ લોકોને રોજગારી મળતી હોવાનો અંદાજ છે.

સુરત
સુરતમાં રાખડીનો ધંધો 5થી 10 કરોડનો 2021માં હતો. 1 મહિનામાં આ વેપાર થતો હોય છે. નોંધનીય છે કે સુરતમાં 100 ઉત્પાદકો અને 450થી વધુ હોલસેલ વેપારીઓ છે. સુરતથી યુ.પી. ઓરિસ્સા સહિતના રાજ્યોમાં વધુ માલ જાય છે.

રાજકોટ
2022માં રાજકોટની બજારમાં 1 હજાર દુકાનો હતી. રૂ.1થી રૂ.200 સુધીની રાખડીઓ બજારમાં છે. ચાંદીની અને સોનાની રાખડી પણ છે. ચંદનની તથા ભાઇ અને ભાભી બન્નેને બાંધી શકાય તેવી લુંબા રાખડી છે.
દ્રાક્ષના પારાની રાખડીની વધુ ડિમાન્ડ હોય છે. કસબ- જશદોશી, કલકત્તી બુટ્ટી, બાળકોની કાર્ટુન રાખડી હોય છે. કાર્ટુનો જેમાં હનુમાન, ગણેશ, ક્રિષ્ના , મોટુ પતલુ સહીતના વિવિધ કાર્ટુનો વાળી સાદી તથા લાઇટ વાળી રાખડી છે. રાજકોટની રાખડી બજારમાં 2 હજારથી વધુ ડિઝાઇન હોય છે. 1500 જાતના દોરા વાળી રાખડીઓ હોય છે. ચાંદી, જડતલ, મોતી, સુખડ, અમેરિકન ડાયમંડ, રૂદ્રાક્ષ, ઓમકાર છે. સ્પાઇડરમેન, ડોરેમોન, મિકી માઉસ

મોરબી – ટેકારા
મોરબીના ટંકારા તાલુકામાં 5 હાજરથી વધુ શ્રમિકો આ રાખડી ઉદ્યોગમાં જોડાયેલા છે. કલકતા મહારાષ્ટ્ર ઓરિસ્સા રાજસ્થાન સહિતના ભારત ભરમાં મોકલવામાં આવે છે. 50 થી 60 લાખ રાખડીઓની નિકાસ ટંકારાથી ભારતના અન્ય રાજ્યોમાં કરવામાં આવતી હતી. વેરાએ લઘુ ઉદ્યોગની કમર તોડી નાખી છે. 2018માં મોરબીમાં 250 દુકાનોમાં 1 હજાર પ્રકારની રાખડીનું અંદાજે રૂ.30 લાખનું બજાર. રૂ.5થી 500 સુધીની રાખડી મળતી હતી. ડાયમંડ, ક્રિષ્ટલ મોતી, ચાંદી સહિતની રાખડીઓ વધારે લોકપ્રિય હતી. બાળકો માટે છોટા ભીમ, સુપર હીરોસ સહિતની કાર્ટૂન વાળી રાખડીઓ હતી.
જીએસટીના કારણે 30 ટકા ધંધો ઘટ્યો હતો.

2020
2020માં કોરોનામાં હોલસેલ માર્કેટનો ધંધો પણ 20 ટકાથી વધુ થયો નથી.

2021
કોરોનાના કારણે મંદી હતી. ગયા વર્ષે 2.5 થી 3 કરોડ રૂપિયાની રાખડીઓનું વેચાણ થયું હતું . 1 ડઝન રાખડીઓનું પેકેટ જે 175 રૂપિયામાં હતું. 60-70% રાખડીનું ઉત્પાદન થયુ

2022માં ધંધો
ઓગસ્ટ 2022માં રાખડીની છપાઈ 25 ટકા મોંઘી થઈ હતી. મોતીના દોરા, મોતીની ગુણવત્તાના આધારે 300 થી 2500 રૂપિયા પ્રતિ કિલો હતો. પેકીંગ બોક્સની કિંમત 50 રૂપિયાથી વધીને 70 રૂપિયા થઈ હતી. વરખ 300થી 400 રૂપિયા વધીને 400 થી 450 રૂપિયા થઈ હતી. રાખડી પર કાસ્ટિંગનો ખર્ચ પણ 3 થી 5 રૂપિયા વધી ગયો હતો. 4 થી 5 કરોડ રૂપિયા થયું હતું. 175નું પેકેટ 240 રૂપિયા થઈ ગયું હતું. ખર્ચમાં લગભગ 30 ટકાનો વધારો થયો હતો.

ગાયના છાણની રાખડી
ગાયના છાણમાંથી બનેલી કુદરતી રાખડીનો ઉપયોગ 2022થી શરૂ થયો હતો. ખૂબ માંગ છે. કિંમત ઘણી ઓછી છે. તેનો ધંધો વધી રહ્યો છે.

વૈદિક રાખડી
રાખડીઓ મશીન દ્વારા આર્ટિફિશિયલી બનાવવામાં આવતી હોય છે. તેમાં કોઇ વૈદિક પુજન કે વૈદિક ગુણ હોતો નથી. તે માત્ર દેખાવ માટે જ બનાવાયેલી હોય છે. રેશનમાં કપડામાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનકડો સિક્કો મુકી શકાય. સોના ચાંદીનો સિક્કો ન હોય તો સોનું કે ચાંદીનું નાનકડો ટુકડો પણ મુકી શકાય. આ તમામ વસ્તુઓની પોટલી બનાવી સુતરના દોરામાં આ પોટલીને સારી રીતે વણી લેવી. આ રાખડીનું સામાન્ય પુજન કરવું. પુજા કરતા હો ત્યારે રાખડીને ભગવાનના ચરણોમાં મુકીને પુજન કરવું. બાદ કંકુ, અબીલ ગુલાલ ચોખા સહિતના દ્રવ્યો ચડાવીને તે રાખડી લઇને ભાઇને બાંધવી જોઇએ.
રાખડી કવર – ડિઝાઇનીગ પૂજા ડીશ રક્ષા બાંધતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે.

અંધ વિદ્યાર્થીઓ
25 વર્ષથી સંજય બચ્છાવ દર મહિને અંધ કન્યા વિદ્યાર્થીઓના જન્મદિનની ઉજવણી કરતાં હતા. અંધ અને અપંગ વિદ્યાર્થીઓની શાળામાં જઇને વિદ્યાર્થીઓની સાથે તેમના જન્મદિન કે તહેવારની ઉજવણી કરે છે. નક્કી કરેલા દિવસે ગોયાગેટ વિસ્તારમાં આવેલી અંધ કન્યાઓના જન્મદિનની સામૂહિક ઉજવણી કરે છે. ફતેગંજ વિસ્તારમાં આવેલી અપંગ અને અંધ શાળાના વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધનનો પણ તહેવાર ઉજવ્યો હતો. સામાન્ય વિદ્યાર્થીઓને સાથે લઇ જાય છે. અંધ વિદ્યાર્થીઓ માનસિક રીતે ખૂબ મજબૂત હોય છે. અંધ છાત્રો પાસેથી જીવનમાં હકારાત્મક દૃષ્ટિકોણ મળે છે. જીવન જીવવાનો ઉત્સાહ મળે છે

ખાદીની રાખડી
અમદાવાદની આશાવલી સાડી, પાટણના પટોળા, સુરેન્દ્રનગરની તંગાલિયા શાલ, માંડવીનું મશરૂ કાપડ તેમજ કચ્છના ભુજોડી વણાટ દુનિયાભરમાં ખ્યાતિ મેળવી છે. તેના કાપડમાંથી રાખડી બનાવી શકાય તેમ છે. 2019-20માં હેન્ડલૂમ કારીગર ગણતરી કરી ત્યારે અમદાવાદમાં હાથશાળના વ્યવસાય સાથે 10,601 કારીગરો હતા. હાલ 2થી અઢી હજાર કારીગરો પરિવાર છે. કૃષિ ક્ષેત્ર પછી હેન્ડલૂમ દેશમાં સૌથી વધુ રોજગાર પૂરૂ પાડે છે. જેમાં 70 ટકા મહિલાઓ છે. 2009-10માં દેશમાં 43 લાખ 32 હજાર હાથશાળના કારીગરો હતા. જે 10 વર્ષમાં 18 ટકા ઘટીને 2019-20માં 35 લાખ 23 હજાર થઈ હતી. 10 વર્ષમાં 8 લાખ જેટલા લોકોએે આ વ્યવસાયને છોડી દીધો હતો. ગુજરાત રાજ્યમાં દર વર્ષે 408 કુટુંબો હાશથાળ છોડે છે. ફંડને પણ અડધું કરી દેવાયું છે. હાથશાળ પર 10 મીટર કાપડ તૈયાર કરે ત્યારે રૂ.300થી 400 વેતન માંડ મળે છે. પાવરલૂમ પર એક માણસને રૂ.200થી 400 મળે છે. જો રાખડી હાથશાળના કાપડ કે તારામાંથી બને તો કારીગરોને બચાવી શકાય તેમ છે.

શ્રી રાખી બ્રાંડ
કલકત્તામાં 1962 થી, શ્રી રાખી કંપની સમગ્ર ભારતમાં રાખડીના સૌથી મોટા ઉત્પાદકોમાંની એક બની ગઈ છે. શ્રી રાખી વાર્ષિક 2.5 કરોડ રાખડીઓ વેચે છે. 2019-20માં રૂ. 33 કરોડથી વધુની આવક મેળવી હતી. હવે તે રૂ.100 કરોડ જેવી મોટી બ્રાંડ થઈ ગઈ છે. ત્રીજી પેઢીના ઉદ્યોગસાહસિક, કમલ કિશોર સોની છે.

શ્રી રાખીની સફર 1962માં મુરલી ધરજી મોહતા કોલકાતામાં એક એકાઉન્ટિંગ ફર્મમા

ં ક્લાર્ક તરીકે કામ કરતા હતા. તેમની પત્ની પુસી દેવી મોહતાએ સાદી રાખડી બનાવવાનું નક્કી કર્યું. બે વર્ષ પછી તેમનું અવસાન થયું અને ધંધો પણ બંધ થઈ ગયો. પત્નીની યાદમાં મુરલીએ ફરીથી કામ શરૂ કર્યું. પુત્ર જીવન દાસ મોહતાએ બિઝનેસને આગળ વધાર્યો.

42 દેશોમાં નિકાસ કરી રહ્યું છે. 1979 માં, કમલ તેના કાકા સાથે બિઝનેસમાં જોડાયો અને શ્રી રાખીને દેશમાં જાણીતું નામ બનાવવાનું નક્કી કર્યું. રાખડીઓની બ્રાન્ડ બનાવી. દેશભરના 700 જિલ્લાઓમાં ધંધો છે. ભારતમાં 500 જથ્થાબંધ વિક્રેતાઓ અને 2,000 રિટેલર્સના નેટવર્ક છે. દર વર્ષે દિલ્હી અને હૈદરાબાદમાં ડીલર મીટનું આયોજન કરે છે, જ્યાં તેઓ આખા વર્ષ માટે બે લાખથી વધુ હોલસેલર્સ અને રિટેલર્સ માટે રાખડીઓનું પ્રી-બુક કરે છે.

સાદી રાખડીઓ, જરદોસી રાખડીઓ, મોતી જડેલી રાખડીઓ, કુંદન રાખડીઓ અને બીજી ઘણી બધી રાખડીઓનો સમાવેશ થાય છે. યુકે, યુએસ, ઑસ્ટ્રેલિયા, ફિજી, મોરેશિયસ અને અન્ય સ્થળોએ પણ રાખડીઓની નિકાસ કરે છે. મોર અને ઇઝીડે જેવી સુપરમાર્કેટ ચેઇનને પણ વેચે છે.

કલકત્તામાં 20 લાખથી વધુ લોકો આ વ્યવસાયમાં જોડાયેલા છે.

રક્ષાબંધન સાથે જોડાયેલો મીઠાઈ, ચોકલેટ, વસ્ત્રો, ભેટની ચીજો, જવેરાત, ટ્રાન્સપોર્ટ છે. જેનો ધંધો અબજો રૂપિયામાં છે. વેલેન્ટાઈન ડે અને મધર્સ ડે પછીનો ઉદ્યોગ રક્ષા બંધન છે.

ફળો, સૂકા ફળો, રાખડી અને ફૂલો હોય છે. કોમ્બો પેક 499 રૂપિયાથી શરૂ થાય છે અને 4,000 રૂપિયા સુધી જાય છે. સૌથી વધુ વેચાતી કિંમત રૂ.599 થી રૂ.699 છે.