Rakshabandhan is celebrated in Surat on the second day of the death of 82 brothers
सूरत में 82 भाइयों की मृत्यु के दूसरे दिन रक्षाबंधन मनाया जाता है
સુરત, 20 ઓગસ્ટ 2024
સુરતમાં 12 ઓગસ્ટ 1938ના રોજ રક્ષાબંધનના દિવસે તાપી નદીમાં હોડી દુર્ઘટના બની હતી. જેમાં 82 લોકો માર્યા ગયા હતા. સુરતની તાપી નદીમાં બળેવની ઉજવણી વખતે બનેલી હોડી હોનારતના આજે પણ સુરતીઓ ભુલી શક્યા નથી. બળેવના તહેવાર બાદ લોકો નાવડીની સવારી કરી રહ્યાં હતા. ડક્કા ઓવારા ખાતે હોડીની ક્ષમતા કરતાં વધુ લોકો બેઠા અને તમામ 82 લોકો ડૂબી ગયા હતા.
ત્યારથી સુરતના લોકો બળેવની ઉજવણી કરતાં નથી. પરંતુ બીજા દિવસે વાસી બળેવની ઉજવણી કરે છે. તે પરંપરા આજે પણ કોટ વિસ્તારમાં યથાવત જોવા મળે છે. આ પરંપરા 85 વર્ષથી ચાલી આવે છે.
હૃદય હચમચાવી જાય તેવી દુર્ઘટનાને યાદ કરી આજે પણ સુરતીઓ નારીયેળી પૂનમની બળેવ નહી પરંતુ બીજા દિવસની બળેવ ઉજવે છે. આ પરંપરા સુરતના કોટ વિસ્તારમાં જોવા મળી રહી છે.
80 લાખ માણસો ધરાવતું સુરત મીની ભારત બની ગયું છે. મૂળ સુરતી ગણાતા લોકો લઘુમતીમાં છે.