ગાંધીનગર, 18 ડિસેમ્બર 2020
સારા વરસાદને કારણે તમામ રવી-શિયાળુ ખેતીના વાવેતરમાં ગયા વર્ષ 2019-20 કરતાં વધારો થયો છે. તેથી શિયાળુ પાકમાં વાવેતર વધતાં ઉત્પાદન સારું એવું અમુક પાકમાં વધી શકે છે. જોકે, વરસાદના કારણે અનેક સંવેદનશીલ પાકનો ખાત્મો ન બોલ્યો હોત તો જંગી ઉત્પાદન આ રવી ઋતુમાં થઈ કરે તેમ હતું. વરસાદથી કાટલું નુકસાન થયું છે તેનો સરવે થઈ રહ્યો છે.
સામાન્ય વર્ષો કરતાં આ વખતે કઠોળ, ધાણા, જીરૂં, ડુંગળીના વાવેતરમાં અમસામાન્ય વધારો જોવા મળ્યો છે. જે ખેડૂતોનો ઉત્સાહ દેખાડે છે. ધાણામાં તો છેલ્લાં કેટલાંય વર્ષો પછી 205 ટકાવનું વાવેતર થયું છે. ડુંગળીમાં 2થી 3 વખત ધરૂ પર વરસાદ થયો હોવા છતાં ખેડૂતોએ સારું એવું વાવેતર કર્યું છે.
આમ છેલ્લાં 3 વર્ષની સરેરાશ કરતાં 116 ટકા વાવેતર થયું છે. કઠોળમાં તો 250 ટકા સુધીના વાવેતર થયા છે. 40 લાખ હેક્ટરમાં ધાન્ય પાકો 12.31 લાખ હેક્ટર છે. જે સારી નિશાની છે. ધાન્ય પેદાશોમાં ઘઉંનું વાવેતર 11.26 લાખ હેક્ટર છે. જે ચોમાસાના ધાન્ય પાક કરતાં પણ વધું છે. જો કઠોળ સાથે ગણવામાં આવે તો 20.26 લાખ હેક્ટર વાવેતર થયા છે. આમ ચોમાસા કરતાં શિયાળામાં અનાજ-ધાન્ય પાકોનું ઉત્પાદન વધું છે.