30 વર્ષ પછી રિલાયન્સ રાઈટ્સ ઈશ્યુ લાવી દેવા મૂક્ત બનશે

દેશનું અર્થતંત્ર લોકડાઉન થયેલું છે ત્યારે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુકેશ અંબાણી 30 વર્ષમાં પ્રથમ વખત રાઇટ્સ ઇશ્યૂ લાવી રહ્યાં છે. 30 એપ્રિલ 2020ના દિવસે મળી રહેલી બોર્ડ મીટિંગ દરમિયાન આ નિર્ણયની પુષ્ટિ થઈ શકે છે. કંપનીનું લક્ષ્ય દેવું મુક્ત રહેવાનું છે. કંપની પર હાલ 1.75 લાખ કરોડનું દેવું છે. જેમાં તેના શેર ધારકોને રૂ.1 લાખ કરોડ ઓફર કરીને પૈસા ભેગા કરવામાં આવે તો નવાઈ નહીં.

સોશિયલ મીડિયા કંપની ફેસબુક સાથે રૂ. 43,000 કરોડમાં જીઓના શેર વેચ્યા હતા.

હવે, રિલાયન્સનો રાઇટ્સ ઇશ્યૂ આશ્ચર્યજનક નિર્ણય છે. માર્ચ 2021 સુધીમાં કંપનીને સંપૂર્ણ દેવામાં મુક્ત કરવામાં મદદ કરશે. કંપની પર હાલમાં લગભગ 22 અબજ ડોલરનું દેવું છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં કંપનીની વાર્ષિક બેઠકમાં કહ્યું હતું કે નવા નાણાકીય વર્ષના અંત સુધીમાં દેવું મુક્ત કંપની કરવાની છે. 1.75 લાખ કરોડ રૂપિયા.

સાઉદી તેલ કંપની આરામકોને રિલાયન્સનો હિસ્સો વેચવાનો હતો તે હાલ નક્કી થઈ શક્યું નથી.  આવી સ્થિતિમાં રિલાયન્સે રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ફંડ એકઠું કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં, જ્યારે રિલાયન્સે 2016 માં જિઓની શરૂઆત કરી હતી, ત્યારે મોટી લોન લેવી પડી હતી.