રિલાયંસ દેવું ઓછું કરી ઉર્જામાં રોકાણ ઘટાડશે અને ડિજીટલમાં રોકાણ વધારશે

નવી દિલ્હી, 29 એપ્રિલ

રેટિંગ એજન્સી એસએન્ડપી-સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર એના સ્ટેબલ આઉટલૂક સાથે એનાં ‘BBB+’ રેટિંગની પુષ્ટિ કરી છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, કંપની ખર્ચ, એસેટ મોનેટાઇઝેશન અને આવકને કારણે આગામી 12થી 14 મહિનામાં કામગીરી વધુ  સુધારવા તૈયાર છે.

ગયા અઠવાડિયે ફેસબુક આરઆઇએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો ખરીદી લીધો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે (એસએન્ડપી)એ જણાવ્યું હતું કે, આરઆઇએલ એનું ચોખ્ખું ઋણ ઘટાડવા રૂ. 43,574 કરોડ (5.7 અબજ ડોલર)ની આવકનો ઉપયોગ કરશે એવી અપેક્ષા છે.

ફેસબુકની વ્હોટ્સએપ એપ્લિકેશન પર એના જિયોમાર્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોંચ કરવાની પ્રક્રિયાને વેગ આપશે.

2019માં સાઉદી અરામ્કોએ આરઆઇએલનાં ઓઇલથી કેમિકલ્સ વ્યવસાયમાં 20 ટકા હિસ્સો ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, અરામ્કો સોદોને અંતિમ ઓપ મળવાથી આરઆઇએલ એના ઋણમાં વધારે ઘટાડો કરી શકશે.

આગામી વર્ષોમાં ડિજિટલ સેગમેન્ટમાં રોકાણને પ્રાથમિકતા આપશે, ત્યારે ઊર્જા સેગમેન્ટમાં રોકાણને ઘટાડશે એવી એવી અપેક્ષા છે. આરઆઇએલની ડિજિટલ અને રિટેલ સેગમેન્ટમાં આવક ઊર્જા ડિવિઝનમાંથી ઘટતી આવકને સરભર કરશે. કંપનીની આશરે 50 ટકા ઇબીઆઇટીડીએ વૃદ્ધિ ડિજિટલ અને રિટેલ સેગમેન્ટને આભારી રહેશે એવી ધારણા છે.

આ બંને સેગમેન્ટ કુલ ઇબીઆઇટીડીએનો આશરે 40 ટકા હિસ્સો ધરાવશે, જે નાણાકીય વર્ષ 2016-17માં ફક્ત 3 ટકા હતો. કંપનીની ઊર્જા વ્યવસાયમાંથી ઉપભોક્તા સંચાલિત વ્યવસાય તરફ વળી રહી છે.