દૂધ મંડળીની જેમ રબડીના સ્ટાન્ડર્ડ નકકી કરાયા, કેવું છે એ મોડેલ  ?

Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

અમૂલમાં ડેરીઓ એકબીજા સાથે ગળાકાપ હરીફાઈ ન કરે અને એકજ બ્રાંડ હેઠળ બધા કામ કરે તે માટે એક બળ તરીકે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ની સ્થાપના ડો.કુરીયને કરી હતી. દૂધની સહકારી મંડળીનું મોડેલ વિકસાવેલું છે એવું જ આ ખાદ્ય સહકારી મંડલીનું મોડેલ તૈયાર કરાયું છે. જેમાં માત્ર મહિલાઓ જ સભ્ય રહેશે. સભાસદો માત્ર મહિલાઓ જ હશે. સેકંડરી ઈનકમ આ સહકારી મંડળીથી થશે. પહેલાના બાયોગેસમાં જે છાણ સ્લરી નિકળતી હતી તેનો સારો ઉપયોગ થઈ શકતો ન હતો. હવે બાયોગેસ પ્લાંટની છાણ રબડીને એનડીડીબી ખરીદી લેશે. જેમાંથી ખાનગી કંપની ખાતર બનાવીને એનડીડીબીને આપશે.

રબડીના સ્ટાન્ડર્ડ નક્કી કરાયા

રબની સ્ટાન્ડર્ડાઈઝ કરાયા છે. દૂધની જેમ. કવી ગુણવત્તાની રબડી છે તે માપી શકાશે. ઈલેક્ટ્રીકલ કંડક્ટીવીટી અને બ્રિક્સ ઈન્ડેક્શ એમ છાણની રબડીના બે ઈન્ડેક્ષ નક્કી કરાયા છે. તે પ્રમાણે તેના એક લીટરે પૈસા ચૂકવાશે. નબળામાં નબળી ગુણવત્તા ધરાવતી રબડીના એક લિટરના 75 પૈસા અને સારી ગુણવત્તા હોય તો એક લિટરે રૂ.2 ચૂકવવાનું નક્કી કરાયું છે. 4 પશુ હોય તો 100 લિટર રબડી નિકળે છે.

રબડી એકત્રીકણ નેટવર્ક

રબડી કલેક્શન ટેંક બનશે. અઠવાડિયે એક બે બે દિવસ પશુપાલક મહિલાના પ્લાંટ પર રબડી કલેક્શન કરનારા લોકો જશે. ત્યાંથી રબડી લેશે. દૂધ કલેક્શન સન્ટર પર ભરવાનું હોય છે. રબડી જે તે ગેસ પ્લાંટ પર જઈને લેવામાં આવશે. જેનો રૂટ નક્કી કરાશે. રબડી ભરીને તેને પ્રોસેસીંગ સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં ભાવ સાથે પાસબુકમાં રકમની નોંધ કરાશે. મંડળીને મહિને નાણાં આપી દેવાશે. દૂધ મંડળી અને ડેરીની જે પ્રોસેસ છે તે જ આ રબડી પ્રોસેસ છે.

અમૂલ સહકારી ધોરણે વેચાણ કરશે

કંપની પ્રોડક્ટ બનાવીને ફરીથી અમૂલને આપશે. અમૂલ ફરી સહકારી ધોરણે તેનું વેચાણ ખેડૂતોને કરશે. જે ખૂલ્લા બજારમાં કોમર્શિયલ નહીં વેચાય.  ફેડરેશન અમૂલ સાથે ટાઈઅપ કરી રહી છે. ફેડરેશનની નીચે 18 યુનિયન સાથે મોટા ભાગે નક્કી થઈ જશે. તેના પશુદાણના આઉટલેટ્સ પર આ કૃષિ ઉત્પાદનો વેચાશે. આ કંપનીને મહારાષ્ટ્રની પુનાની આ કંપનીને 4 વર્ષનો અનુભવ છે. ટેકનોલોજીની પ્રોડક્ટના અખતરા એનડીડીબીએ કરી લીધા છે. માઈક્રોમ્પસની પેટન્ટ છે. બાયોફર્ટિલાઈઝરની પેટન્ટ છે તે કંપની પ્રોસેસ કરી આપશે.

સ્વનિર્ભર ગામ

રબડીમાંથી બનતી પ્રોડક્ટ માટે સહકારી મંડળીનું મોડેલ કામ કરશે જેમાં એક ક્લસ્ટર 100 પ્લાંટ હોય તો 5 ટનનો પ્રોસેસીંગ પ્લાંટ નાંખી શકાશે જ્યાં આ પ્રોડક્ટ બનશે. એ જે તે ગામડામાં જ વપરાય, આ માલ સસ્તા ભાવે તેના સભાસદોને આપવામાં આવશે. જે માલ વધારાનો હોય તે માર્કેટમાં આપવામાં આવે જેનો પ્રિમિયમ ભાવ ક્લસ્ટરને મળી શકે છે. સ્વનિર્ભર ગામ.

ખેડૂતો માંગ કરી રહ્યાં છે

એક જ સીજનમાં ખેડૂતોએ બે ગામમાં ટ્રાયલ લેવામાં આવ્યા તે જોઈને અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યાં છે કે તેમને આ પ્રોડક્ટ આપવામાં આવે. આ પ્રોટોકોલથી જે વસ્તુ બનશે તે એક સરખી આખા ભારતમાં મળશે. અમૂલ દૂધની જેમ. કોમ્પીટેશન માર્કેટમાં નહી પણ સહકારી ધોરણે તેનું વેચાણ થશે. એનિમલ ફીડ વેચવા માટેના પાર્લર છે ત્યાં આ વસ્તુ વેચાશે.

ખેડૂતો પોતે જ ઓર્ગેનિક ખાતર અને વૃદ્ધિકારકો બનાવી શકશે. શુદ્ધતાની ખાતરી સાથે તેના ખેતરમાં વાપરી શકશે.

હવે ખરેખર અમૂલ અને એનડીડીબીએ શું કરવાની જરૂર છે ?

(વધું આવતા અંકે)

પાછલો અંક: સુધન ખાતરથી 20 ટકા કૃષિ ઉત્પાદન એકાએક વધી ગયું, તો ખેડૂતોને થશે આટલો ફાયદો