નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ-વાલીઓના વ્યવસાય-રોજગાર ધંધાને અસર પડતાં વાલીઓને આર્થિક બોજમાં રાહત આપવા રાજ્યના શાળા સંચાલકો આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળામાં ફી વધારો કરશે નહિ. ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફી કરી નથી.
જરૂર જણાયે છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ શાળા સંચાલકો વધારી આપશે.
ફી ત્રિમાસીકને બદલે દરમહિને એટલે કે માસિક ભરી શકાશે.
ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરિક્ષાના પેપર્સની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી જે લોકડાઉનની સ્થિતીમાં સ્થગિત કરવામાં આવી હતી તે હવે તા. ૧૬ એપ્રિલ-ર૦ર૦ ગુરૂવારથી શરૂ કરી દેવાશે. મૂલ્યાંકન કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતિ, સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ વગેરે અંગે માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ વ્યવસ્થાઓ કરશે. વધારાના ઓરડા-વર્ગખંડોની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓ તા.૧પ એપ્રિલથી ૧૬ મે-ર૦ર૦ સુધી એક માસના વેકેશનની જાહેરાત કરી છે. કોલેજો અને યુનિવર્સિટીઝની પરિક્ષાઓ અંગે વેકેશન ખૂલ્યા બાદ એટલે કે તા. ૧૭મી મે પછી યુ.જી.સી. અને AICTEના પરામર્શમાં રહીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.