રૂપાણીએ દરેક નાગરિક પર રૂ.37,023નું દેવું કરી દેવાદાર બનાવી દીધા

ગાંધીનગર, 13 માર્ચ 2020

વિધાનસભા ગૃહમાં રાજ્‍યના જાહેર દેવાનો પ્રશ્ન હતો. જવાબમાં નાણા મંત્રીએ કબુલ્‍યું છે કે, વર્ષ ૨૦૧૮-૧૯ના સુધારેલ અંદાજો મુજબ રાજ્‍યનું દેવું રૂ. ૨,૪૦,૬૫૨ કરોડ થયું છે. રાજ્‍યના દેવા પેટે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૧૩,૭૦૦ કરોડના મુદ્દલની ચૂકવણી સામે રૂ. ૧૭,૧૪૬ કરોડ વ્‍યાજની ચૂકવણી કરવામાં આવી છે, જ્‍યારે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૫,૪૪૦ કરોડ મુદ્દલની ચૂકવણી સામે રૂ. ૧૮,૧૨૪ કરોડ વ્‍યાજની ચૂકવણી કરવામાં આવી છે.

ગુજરાતના અંગુઠાછાપ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દરેક નાગરિક પર રૂ.37,023નું દેવું કરી દેવાદાર બનાવી દીધા છે. દરેક નાગરિક વતી રાજ્યની ભાજપ સરકાર રૂ. 2788 વર્ષે વ્યાજ ચૂકવે છે. મુદલ કરતાં વ્યાજ વધારે ચૂકવવામાં આવી રહ્યું છે. લોન લઈને રસ્તાઓ બનાવ્યા છે. તો બીજા નાણાં જાય છે ક્યાં ?
રાજ્‍યની આર્થિક પરિસ્‍થિતિ અત્‍યંત કથળી ગઈ છે. આજે રાજ્‍યના પ્રત્‍યેક નાગરિકના માથે રૂ. ૩૭ હજાર કરતાં વધુનું દેવું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૮,૧૨૪ કરોડ વ્‍યાજ પેટે ચૂકવવામાં આવ્‍યા છે એટલે રાજ્‍યનો પ્રત્‍યેક નાગરિક વ્‍યાજ પેટે પ્રતિ દિન રૂ. ૭ની ચૂકવણી કરે છે. રાજ્‍યના દરેક નાગરિક પર દેવાનું ભારણ જોતાં ‘વિકાસ’ના નામે ભ્રષ્‍ટાચારનો ભોરીંગ પ્રસરાવનાર ભાજપ સરકાર કયા મોઢે વિકાસની વાતો કરે છે ? તે સમજાતું નથી.
અન્‍ય એક પ્રશ્ન અમદાવાદ અને વડોદરા શહેર/જિલ્લામાં મા અમૃતમ યોજના, મા વાત્‍સલ્‍ય યોજના અને આયુષ્‍માન યોજના અંગેનો હતો. ઉક્‍ત યોજનાઓના યોગ્‍ય અમલીકરણ ન કરવા બદલ અમદાવાદ શહેરની પ્રતિષ્‍ઠિત અને મોટી ગણાતી હોસ્‍પિટલો શેલ્‍બિ હોસ્‍પિટલ-નરોડા, સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ, ન્‍યુરો-૧ હોસ્‍પિટલ, નારાયણા મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલ, સ્‍વયંભુ હોસ્‍પિટલ, સેન્‍ટ્રલ યુનાઈટેડ હોસ્‍પિટલ, આયાત મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલ જ્‍યારે વડોદરા શહેરની સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ અને પારૂલ સેવાશ્રમ હોસ્‍પિટલ દોષિત ઠરેલ છે.
રાજ્‍યમાં પૂરતી આરોગ્‍યવિષયક સેવાઓ પૂરી પાડવાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં આજે સરકારી હોસ્‍પિટલોમાં પૂરતા ડોક્‍ટરો અને પેરામેડીકલ સ્‍ટાફ નથી. સરકારી હોસ્‍પિટલોમાં પૂરતા સાધનો નથી અને જે સાધનો છે તે બંધ હાલતમાં છે અને સાધનો ચાલુ હોય તો ટેકનીશીયન ઉપલબ્‍ધ નથી. સરકારના આદેશનો અમલ ખાનગી હોસ્‍પિટલો દ્વારા કરવામાં આવતો નથી. રાજ્‍યના દરેક નાગરિકને સરકાર તરફથી આરોગ્‍યવિષયક સુવિધાઓ મળી રહે તે માટે સરકારે સરકારી હોસ્‍પિટલોમાં પૂરતા ડોક્‍ટરો અને પેરામેડીકલ સ્‍ટાફ ભરવો જોઈએ, પૂરતા સાધનો ઉપલબ્‍ધ કરાવવા જોઈએ અને તેના સંચાલન માટે ટેકનીશીયનની જગ્‍યાઓ પૂરતા પ્રમાણમાં ભરવી જોઈએ. ખાનગી હોસ્‍પિટલો સરકારના આદેશોનું સંપૂર્ણપણે પાલન કરે તે માટે ખાનગી હોસ્‍પિટલો સામે થયેલ ફરિયાદો અન્‍વયે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી શ્રી શેખે કરી હતી. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.