અમદાવાદ, 24 મે 2020
રાજ્યની વિજય રૂપાણીની સરકારે કોરોના વાયરસ માટે અકસીર એકટેમરા ઇંજેકશન દર્દીને આપવા જાહેરાત કરી હતી. પરંતુ ગુજરાતમાં અત્યારસુધીમાં માત્રને માત્ર 10 જ દર્દીને એકટેમરા નામનું આ ઇંજેકશન આપવામા આવ્યુ છે. રૂપાણીનું વધું એક જુઠાણું પકડાયું છે. રૂ.35 થી 40 હજારની કિંમતના એકટેમરા નામના ઇંજેકશનને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના અધિકારી એમ.એમ.પ્રભાકર જાહેર કર્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં 3 દર્દીઓ છે, તેમાંથી માત્રને માત્ર 10 જ દર્દીઓને એકટેમરા ઇંજેકશન આપવામા આવ્યા છે. ઇંજેક્શનની અછત હોવાનુ સ્વીકાર્યુ છે. સંજીવની બુટ્ટી ક્યાંય મળતી નથી. ભારતમાં ગુજરાત 30 ટકા દવાઓ બનાવે છે પણ ગુજરાત પોતે આ દવા બનાવી શકતું નથી. રાજકોટના બનાવટી વેન્ટીલેટરની જેમ આ દાવો ખોખલો નિકળ્યો છે.
પેશન્ટની સારવાર માટે સરકાર પોતાના ખર્ચે 35 થી 40 હજારની કિંમતનું ઇંજેકશન આપવાની જરૂર પડશે તો આપશે એવું ભાજપની વિજય રૂપાણી સરકારે જાહેર કર્યું હતું. જે ગપગોળો સાબિત થયો છે.
કેમિસ્ટ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન જશુભાઇ પટેલે પણ કર્યો ઇંજેકશનની અછતનો સ્વીકાર. એકટેમરા ઇંજેકશનમાં હોય છે ટોસિલીઝુમેબ ડ્રગ.
રામના નામે ચૂંટાયેલી ભાજપ સરકારે ઈંજેક્શનને રામબાણ ગણાવીને કોરોના પોઝિટિવ દર્દીને મરવા નહીં દેવાય એવા જાહેરમાં દાવો કર્યો હતો.
તે ઇંજેકશન બજારમાં ક્યાંય મળતું જ નથી. ડોકટરે પ્રિસ્ક્રાઇબ કરેલું આ ઇંજેકશન દર્દીના પરિજનોને લેવા માટે એક એક મેડિકલે જઇને પોતાના પગ તોડે તો પણ બધા જ મેડિકલ પરથી તેમને નકારમાં જ જવાબ મળે છે. બ્લેક બોલાઈ રહ્યાં છે. એક 10 હજાર દર્દીને તે આપવામાં આવે તો રૂ.1થી 4 હજાર કરોડ ખર્ચવા પડે તેમ છે. 200 મિલિગ્રામની કિંમત અંદાજે 40 હજાર છે. બે ઇંજેકશનના 400 મિલિગ્રામનો ડોઝ આપવાનો હોય છે.