મમતા અને ઠાકરેના શસાન કરતાં રૂપાણીનું રાજ નબળું

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસન કરતાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ફડનવીશ અને હાલના મુખ્ય પ્રધાન ઠાકરે કરતાં નબળું પૂરવાર થયું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની આવક જાહેર કરી છે તેમાં ગુજરાત સૌથી નબળું પુરવાર છેલ્લા વર્ષે થયું છે. આમ ગુજરાત હવે આર્થિક રીતે નબળુ પૂરવાર થઈ રહ્યું છે, કોંગ્રેસના માધવસિંહ સોલંકીના સમયમાં જેવી સ્થિતી હતી એવી સ્થિતી ભાજપના આ નબળા મુખ્ય પ્રધાનના સમયમાં ફરી આવી છે. માધવસિંહે જે નીતિ અપનાવી હતી ત્યાર બાદ કોંગ્રેસ ક્યારેય ગુજરાતમાં સત્તા પર આવી ન હતી. હવે ભાજપની આવી સ્થિતી છે.

ગુજરાત રાજ્યની ટેક્સ આવકમાં ૩.૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે જયારે ઔધોગિક રાજ્ય મહારાષ્ટ્રમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ આઠ માસમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે મહારાષ્ટ્રમાં ડિસેમ્બર માસ દરમિયાન વૃદ્ધિ જોવા મળી છે જેને કારણે ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રથમ ૮ માસ દરમિયાન તેની ટેક્સ આવકમાં ૨.૮૭ ટકાનો વધારો જોવાયો છે.
૬ રાજ્યો આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં ઘટાડો થયો છે. પશ્ચિમ બંગાળની ટેક્સ રેવન્યુમાં ૧૩.૪૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ આંધ્રપ્રદેશમાં આ સમયગાળા દરમિયાન ટેક્સ રેવન્યુમાં ૧૧.૪ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે પંજાબમાં ૧૦.૪ ટકાનો ઘટાડો થયો છે. આ બંને રાજ્યોની આવક અંગેના ડિસેમ્બર સુધીના આંકડા પણ ઉપલબ્ધ છે. જો તેને ધ્યાનમાં લેવામાં આવે તો કેરળની આવકમાં ૧૦.૯ ટકાનો ઘટાડો થયો છે. પંજાબે વૃદ્ધિ નોંધાવી છે છતાં તેની ટેક્સ આવકમાં ૧૧.૭ ટકાની ઘટ નોંધાઈ છે. અન્ય એક રાજ્ય મણિપુરની ટેક્સ આવકમાં પણ એપ્રિલ-નવેમ્બર ૨૦૧૯ દરમિયાન ૧૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ઉત્તરાખંડમાં પણ ટેક્સ આવકમાં ૦.૩૫ ટકાની ઘટ જોવાઈ છે.