સોડિયમ હાયપોક્લોરાઇટથી આખું દાહોદ શહેર સાફ કરવામાં ગુજરાતમાં પ્રથમ

30 માર્ચ 2020

દાહોદ નગરપાલિકા શહેરને 4 દિવસમાં ડિસઇન્ફેક્શનની કામગીરી 415  કર્મચારી દ્વારા કરી છે. દાહોદ શહેરમાં કોરોના વાયરસને રોકવા માટે તમામ વિસ્તારોમાં 28 કર્મચારીઓ દ્વારા ફોગિંગની કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે.

22 માર્ચ 2020થી બે ફાયર ફાયટર, જેટિંગ મશિન અને 10 સ્પ્રેઇંગ મશિન દ્વારા ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણી સાથે સોડિયમ હાયપોક્લોરાઇટ નામનું રાસાયણ ઉમેરી તેનો છંટકાવ કરવામાં આવે છે. ફાયર ફાયટરમાં સવાસો લિટર જેટલું રાસાયણ ઉમેરવામાં આવે છે. તે બાદ તેથી નગરની ગલીઓ, ઓટલાઓ, દિવાલો ઉપર સ્પ્રે કરવામાં આવી રહ્યો છે.

2 જેટિંગ મશીન દ્વારા પણ કોરોના વાયરસ સામે 15 કર્મચારીઓની ટીમ દ્વારા રાસાયણયુક્ત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 2500 લિટરના ફાયર ફાયટર અને 1 હજાર લિટરના બે જેટિંગ મશિનથી 1.02 લાખ લિટર રાસાયણિક પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. 50 મેઇન રોડના સ્વચ્છતા કર્મીઓ અને રાત્રી સફાઇના 60 સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે.