કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિ વચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે
–
કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિવચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. જૂનાગઢ જિલ્લામાંઆવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન શરૂ થતા ,તાલાળા અને ગીર વિસ્તારમાંથી કેસર કેરીના બોક્સ માર્કેટિંગ યાર્ડખાતે આવી રહ્યા છે.
પ્રથમ દિવસે 170 બોક્સ વેચાણ માટે આવ્યા હોવાનું વેપારી અગ્રણી એ જણાવ્યું હતું.લોક ડાઉનને કારણે માત્ર જૂનાગઢના જ વેપારીઓ હરરાજીમાં ભાગ લઇ શક્યા હતા.
પ્રથમ દિવસે ભાવ પણ ઓછા રહ્યા હતા. દસ કીલો કેસર કેરી નો ભાવ 700 થી 800 રૂપિયા વચ્ચે બોલાયો હતો. આવતા સપ્તાહથી બોક્સની આવક વધશે તેમ કેરી ઉત્પાદકો જણાવી રહ્યા છે