साणंद की कंप्यूटर चिप्स कंपनी ने BJP को 17 करोड़ दिए Sanand-based computer chip company give ₹17 crore to BJP ગુજરાત સરકારે કંપનીમાં રૂ. 661 કરોડ આપ્યા
અમદાવાદ, 21 જાન્યુઆરી 2026
ભાજપની સરકાર ભારત અને ગુજરાતમાં હોવાથી તેને ભરપુર પૈસા મળી રહ્યાં છે. સાણંદમાં ચીપ બનાવતી કંપનીએ ભાજપને ઘણાં નાણાં આપ્યા છે.
મૈસૂર સ્થિત કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડના સંસ્થાપક રમેશ કુન્હીકન્નને વર્ષ 2024-25માં ભાજપને 17 કરોડ રૂપિયા આપ્યા હતા. તે પહેલાં ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર એકમ સ્થાપવા માટે કેન્સ સેમિકૉન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી. જે કેન્સ ટેકનોલોજીની જ એક સહાયક કંપની છે. કારખાનું 3 હજાર 300 કરોડ રૂપિયાના રોકાણથી 2023થી સ્થપાઈ રહ્યો છે. પ્રતિ દિવસ 60 લાખ ચિપ્સ બનાવવાની હશે.
ડિજિટલ એન્જિનિયરિંગ માટે આ કારખાનામાં કંપની રૂ. 5 હજાર કરોડનું રોકાણ કરવાની છે. કેન્સે, તેની પેટાકંપની કેનેસ સેમિકોન દ્વારા, શરૂઆતમાં લગભગ રૂપિયા 3,000 કરોડના મૂડી ખર્ચ સાથે તેલંગાણામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. તેલંગાણામાં બે ચિપ એસેમ્બલી લાઇન હશે, જ્યારે વધુ અદ્યતન ચિપ એસેમ્બલી અને પરીક્ષણ કામગીરી ગુજરાતમાં આધારિત હશે.
ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કેન્દ્ર સરકાર 1,653.5 કરોડ રૂપિયાની સહાયતા આપી રહી છે અને ગુજરાત સરકારે આ પ્રોજેક્ટમાં 661.4 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટમાં કેન્સનું રોકાણ 992.1 કરોડ રૂપિયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી મળી હતી.
ચિપ ઈન્ડસ્ટ્રીયલ, ઓટો સેક્ટર, ઈલેક્ટ્રિક વ્હીકલ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઈલ ફોન સહિત ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવાશે. કેન્દ્ર સરકાર રૂ.76 હજાર કરોડની સબસીડી આપી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જૂન, 2023માં ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપના માટેના પ્રથમ પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં વધુ બે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની મંજૂરી અપાઈ હતી. જેમાં ધોલેરામાં ટાટા ઈલેક્ટ્રોનિક્સના સેમીકંડકટર પ્લાન્ટ માટે અને સાણંદમાં સી.જી. પાવરને આ પ્રકારના પ્લાન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે
3 ગુજરાતમાં અને 1 આસામમાં એમ 4 પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરી વેગવંતી બને છે આ બધા જ મિનિટ મળીને અંદાજે 1.50 લાખ કરોડના રોકાણ સાથે પ્રતિદિન 7 કરોડ ચિપ્સનું ઉત્પાદન થવાની સંભાવના છે.
વિશ્વ-કક્ષાની OSAT – આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સ્થાપી છે. UST અને કેઇન્સ સેમિકોન વચ્ચેની ડિજિટલ એન્જિનિયરિંગ ભાગીદારી છે.
કેઇન્સ ટેકનોલોજીના મેનેજિંગ ડિરેક્ટર રમેશ કન્નન છે. કેઇન્સ સેમિકોન એ કેઇન્સ ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની સેમિકન્ડક્ટર ક્ષેત્રે કાર્યરત પેટાકંપની છે. 2008માં સ્થાપિત, કેઇન્સ ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે.
પક્ષોને નાણાં ક્યાંથી આવે છે
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2024માં ઇલેક્ટોરલ બોન્ડ યોજના સમાપ્ત કરી દીધા હતા. ત્યાર પછી નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય જનતા પક્ષને 6 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. 6 હજાર કરોડ રૂપિયામાં ભાજપને 3 હજાર 689 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા મળ્યા, જે કુલ રકમના લગભગ 62 ટકા છે.
ભારતમાં કંપની એક્ટ હેઠળ રજીસ્ટર કોઈ પણ કંપની એક ઇલેક્ટોરલ ટ્રસ્ટ બનાવી શકે છે. ભારતના કોઈ પણ નાગરિક ટ્રસ્ટને પૈસા આપી શકે છે. પછીથી ઇલેક્ટોરલ ટ્રસ્ટ આ પૈસા રાજકીય પક્ષોને આપે છે.
કોઈ પણ રાજકીય પક્ષને વ્યક્તિગત રીતે સીધા નાણાં આપી શકે છે. 20 હજાર રૂપિયા કરતાં વધારે હોય, તો રાજકીય પક્ષોએ દર વર્ષે તેની માહિતી ચૂંટણી પંચને આપવી પડે છે.
કોંગ્રેસ પક્ષને વર્ષ 2024-25માં 517 કરોડ રૂપિયા કરતાં વધારે મળ્યા. તેમાંથી 313 કરોડ રૂપિયા ચૂંટણી ટ્રસ્ટો દ્વારા મળ્યા. કોંગ્રેસને 522 કરોડ રૂપિયા કરતાં વધારે મળ્યા છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને 184.5 કરોડ રૂપિયા મળ્યા. તેમાંથી 153.5 કરોડ રૂપિયા ચૂંટણી ટ્રસ્ટો દ્વારા આવ્યા.
વર્ષ 2024-25માં ભાજપને ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા સૌથી વધારે પૈસા મળ્યા હતા.
1. સુરેશ અમૃતલાલ કોટક
ભારતીય જનતા પક્ષને વ્યક્તિગત સ્તરે સૌથી વધારે નાણાં સુરેશ અમૃતલાલ કોટકે આપ્યા છે. 2024-25માં સુરેશ અમૃતલાલ કોટકે ભાજપને 30 કરોડ રૂપિયા આપ્યા છે. કોંગ્રેસને સાડા સાત કરોડ રૂપિયા આપ્યા છે.
કોટક કૉટન ઇન્ડસ્ટ્રીમાં છે. કૉટન મૅન ઓફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. તેઓ ‘કૉટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. વર્ષ 2022માં કેન્દ્ર સરકારે કોટકની અધ્યક્ષતામાં ‘કૉટન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના કરી હતી.
2. અલ્લા દક્ષાયની
બીજા નંબરે અલ્લા દક્ષાયની છે. તેમણે વર્ષ 2024-25માં ભાજપને 25 કરોડ રૂપિયા આપ્યા.
અલ્લા દક્ષાયની રૅમકી ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી છે. રામકી ઉન્ડેશન રામકી ગ્રૂપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) શાખા છે. તેને વર્ષ 2006માં સ્થાપવામાં આવી હતી. આ સંસ્થા સામાજિક કલ્યાણના કાર્ય કરે છે.
વાર્ષિક બિઝનેસ સાડા ચાર હજાર કરોડ રૂપિયા છે. કંપની સડકો, પર્યાવરણ અને કચરા વ્યવસ્થાપન સાથે સંકળાયેલી પરિયોજનાઓ પર કામ કરે છે. ભારતમાં 55 શહેરોમાં તેની ઓફિસ છે.
અલ્લા દક્ષાયનીના પતિ અલ્લા રામી રેડ્ડી છે. તેઓ ઉદ્યોગપતિ હોવાની સાથોસાથ આંધ્ર પ્રદેશથી વાયએસઆર કોંગ્રેસ પક્ષના રાજ્યસભા સાંસદ છે. અલ્લા અયોધ્યા રામી રેડ્ડી રાજ્યસભામાં સૌથી અમીર સાંસદોની સૂચિમાં 2 હજાર 577 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે.
3. દિનેશચંદ્ર અગ્રવાલ
દિનેશચંદ્ર અગ્રવાલે વર્ષ 2024-25માં ભાજપને 21 કરોડ રૂપિયા આપ્યા. ડીઆરએ ઇન્ફ્રા કોનના સંસ્થાપક, ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર છે. માળખાકીય સુવિધાના વિકાસ માટે કામ કરે છે.
121 કિલોમીટર લાંબા ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 5 હજાર 729 કરોડ રૂપિયા છે.
4. હાર્દિક અગ્રવાલ
હાર્દિક અગ્રવાલે વર્ષ 2024-25માં ભાજપને 20 કરોડ રૂપિયા આપ્યા. હાર્દિક અગ્રવાલ દિનેશચંદ્ર અગ્રવાલના પુત્ર છે અને ડીઆરએ ઇન્ફ્રા કોન લિમિટેડના ડાયરેક્ટર છે.
પક્ષના નેતાઓ પૈસા આપતા નથી
બધા મળીને ભાજપના નેતાઓએ પોતાની પક્ષને માંડ 1 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે.
ગુજરાતી
English





