રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ ટાટા નેનો કાર ફેક્ટરી આખરે બંધ કરી દેવી પડી છે. 2019માં એક જ કારનું ઉત્પાદન થયું છે. મોદીનો પ્રસિદ્ધિ પ્રોજેક્ટ સાવ નિષ્ફળ પુરવાર કરીને ગુજરાતની પ્રજાના રૂ.33 હજાર કરોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વાર્થખાતર પાણીમાં સાવ નાંખી દીધા છે. મોદીએ આ ટાટાને આપેલી જમીન પરત લઈ લઈને ફરીથી ત્યાં ગાયોની ઓલાદ સુધારવાનું કામ શરૂં કરવું જોઈએ.
2019 માં ફક્ત 1 કાર વેચાઇ, જાણો શું કારણ છે.
આમ ટાટા અને મોદનો બહુ ગાજેલો અને પ્રસિદ્ધિ લેવા પ્રજાના નાણાં બગાડી નાંખ્યા છે. પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ રહ્યો તેના માટે ગાયો માટેની જમીન જવાબદાર છે એવું સ્થાનિક લોકો પહેલાતી જ કહેતાં આવ્યા હતા.
પણ આ નિષ્ફળ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીને એટલી પ્રસિદ્ધિ અને નામના અપાવી હતી કે તેના કારણે મોદી વડાપ્રધાન પદના દાવેદાર બની ગયા અને ટાટાના પગથિયા પર પગ મૂકીને વડાપ્રધાન બની ગયા હતા. હવે તેમની નિષ્ફળતા બહાર આવી છે.
આ ફેક્ટરી પછી રતન ટાટાની પડતી શરૂ થઈ અને મોદીનો દેશમાં ઉદય થયો હતો
રતન ટાટાએ ભારતીયોને 2018 માં દેશની સસ્તી કારનું સપનું બતાવ્યું. અને નેનોના રૂપમાં પણ આ સ્વપ્ન પૂર્ણ કર્યું. લખટકીયા નેનોની શરૂઆત 2009 માં માત્ર 1 લાખના ભાવ સાથે કરવામાં આવી હતી. નેનો એ સપનું હતું કે રતન ટાટાએ ભારતીયોને સૌથી સસ્તી કાર બતાવી.
અત્યારે રતન ટાટાનું આ સ્વપ્ન મરી ગયું છે. નેનોનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. આ કારના ફક્ત 1 યુનિટનું વેચાણ 2019 માં થયું છે. જ્યારે ડિસેમ્બરમાં કંપનીએ આ કારનું એક પણ યુનિટ બનાવ્યું નથી, જ્યારે આ કારના 88 યુનિટ ડિસેમ્બર 2018 માં વેચાયા હતા.
નેનોનું ઉત્પાદન બંધ થવા પાછળ નવું બીએસ 6 ઉત્સર્જન ધોરણ છે. જ્યાં આ કારની કિંમત હાલમાં 1 લાખ રૂપિયા છે, જો કંપની તેને નવા ધોરણો અનુસાર બદલાશે તો ઉત્પાદન ખર્ચમાં વધારો થશે જેની અસર કિંમતો પર પડશે, અને સૌથી સસ્તી કારનું બિરુદ તેના માથા પરથી છીનવી લેવામાં આવશે.
કંપનીએ નેનોને બીએસ 6 માં નહીં બદલવાનો નિર્ણય લીધો છે. જોકે, ઉત્પાદન બંધ થવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટાટા નેનો જેએનએક્સ મોડેલ હાલમાં બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. આ કારમાં કંપનીએ 624 સીસી ક્ષમતાવાળા પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે બજારમાં મેન્યુઅલ અને ટ્રાન્સમિશન બંને ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે.
ગાયોની જમીન
અમદાવાદના સાણંદમાં ગાયો માટે અનામત રાખવામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીની કિંમતી જમીન સાથે ટાટા નેનોને સરકારે રૂ.585 કરોડની લોન આપી છે.
સરકારનું જુઠાણું
10 વર્ષ પછી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, નેનોને 33 હજાર કરોડ નહીં પણ રૂ.૧૦૦૦ થી રૂ.૧૫૦૦ કરોડની સહાય ગુજરાતે આપી છે. વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપની દ્વારા કરાયેલા એક હજાર કરોડના રોકાણના કારણે અન્ય ઓટોમોબાઈલ કંપની પણ આવી રહી છે. એવું વિધાનસભામાં સરકાર દ્વારા કહેવાયું હતું. સરકારે 2008માં જમીન આપી હતી. જેનું આજે મુલ્ય 3300 કરોડ થવા જાય છે.
1 લાખની કાર ન બની
વર્ષ 2011માં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે અમદાવાદ નજીક સાણંદ ખાતે દેશની સૌથી અફોર્ડેબલ રૂ.1 લાખમાં મળે એ રીતે ટાટા નોનાના કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. રૂ.2000 કરોડના રોકાણથી તૈયાર થયેલા આ પ્લાન્ટની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વાર્ષિક 1,00,000 નેનો કારની હતી. વર્ષ 2017-18 દરમિયાન સાણંદના પ્લાન્ટમાં માત્ર 1920 નેનો કારનું મેન્યુફેક્ચરિંગ થયું હતું.
આમ આદમીના સપનાની કાર તરીકે ઓળખવામાં આવતી હતી તેવી ટાટા નેનોને રાજ્ય સરકાર દ્વારા 2015 સુધીના દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 479.50 કરોડ રૂપિયાનું ઋણ પણ આપવામાં આવ્યું છે. ઉપરાંત વધારાના 150 કરોડ રૂપિયાનો ક્લેમ મંજૂરી માટે મુકવામાં આવ્યો છે. આમ સરકાર જે કરી હતી છે કે સરકારે માત્ર રૂ.1,000 કરોડની જ સહાય કરી છે. તે અર્ધસત્ય છે.
એસએમએસથી કાર ફેક્ટરી મોદી લાવ્યાનો દાવો
ટાટાના મહત્વકાંક્ષી નેનો પ્રોજેક્ટ માટે પહેલા બળાંગમાં સિંગુર સ્થળની પસંદગી કરવામાં આવી હતી. ખેડૂતોના ઉગ્રવિરોધના પગલે ત્યાં પ્લાન્ટ સ્થાપી શકાયો ન હતો. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં નેનો પ્લાન્ટ માટે 1100 એકર જમીન આપીને ટાટા ગ્રૂપને ગુજરાતમાં ખેંચી લાવ્યા હતા. ટાટાને એસએમએસ કર્યો અને ટાટા માની ગયા હતા એવું મોદીએ કહ્યું હતું. ઉત્પાદકે પ્રથમ તબક્કામાં રૂ.2900 કરોડના રોકાણથી વાર્ષિક 2.50 થી 3.5 લાખ નેનો કારનું ઉત્પાદન કર્યું હતું. તો બીજા તબક્કામાં રૂ.1100 કરોડના વધારાના રોકાણથી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારીને વાર્ષિક 5 લાખ સુધી લઇ જવાઇ હતી.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે 31 માર્ચ, 2018 સુધી પ્રથમ ફેઝમાં નેનો દ્વારા રૂ.3854.43 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. વર્ષ 2013-14માં 21,155 નેનો કારનું ઉત્પાદન થયું હતું. જો કે ત્યારબાદ મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં વર્ષ 2014-15માં 17,489, વર્ષ 2015-16માં 22,214, વર્ષ 2016-17માં 8305 અને વર્ષ 2017-18માં માત્ર 1920 નંગ નેનો કારબની હતી.
ટાટાએ કહ્યું તે ખોટું પડ્યું
ગુજરાતના વિકાસની ક્રેડિટ નરેન્દ્ર મોદીને: રતન ટાટા
ગુજરાતમાં અબજો રૂપિયાનું મૂડી રોકાણ કરી ચૂકેલા ટાટા જૂથના રતન ટાટાએ પણ રાજયના વિકાસ અને તેના દ્ષ્ટિવાન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ટૂંકા પરંતુ ચોટદાર વક્તવ્યમાં તેમણે કહ્યું હતું કે, 2003માં યોજાયેલી પ્રથમ સમિટમાં મેં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મૂડીરોકાણ ન કરનારા મૂર્ખ છે. જેનો અહેસાસ મને 2005માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં થયો હતો કેમ કે ત્યાં સુધી મેં રાજયમાં નવું કોઈ મૂડીરોકાણ કર્યુ ન હતું. જોકે, ત્યારબાદ રૂ. 34 હજાર કરોડના ઔદ્યોગિક મૂડીરોકાણ કરવા આપેલા કમિટમેન્ટ માટે અમે વચનબધ્ધ છીએ. દ્ષ્ટિ અને સફળતા માટે કરેલા કઠોર પરિશ્રમ કેવા સારા પરિણામ આપી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ગુજરાત અને તેના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હોવાનું જણાવતા રતન તાતાએ ઉમેર્યુ હતું કે, દેશના અન્ય રાજયો કરતા ગુજરાત એટલા માટે શ્રેષ્ઠ છે કે સ્થિર શાસન અને સરકારના ઉચ્ચ લક્ષ્યાંક, ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ અને સારું વહીવટી તંત્ર ગુજરાતના ઉત્તમ ઉદાહરણ હોવાનું તેમણે ઉમેયુર્ં હતું.