ગુજરાતના દરેક ગામના ગરીબોની હાલત ખરાબ છે. તેમની પાસે ખાવા અનાજ નથી. તેથી ગામ લોકો મદદ કરી રહ્યાં છે. ખાવાના ફાંફાં પડી રહ્યા છે. રોજ મજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારો મુશ્કેલી ઊભી થઈ છે. રાજનેતાઓ જીવનભર ભ્રષ્ટાચાર કરીને ઘર ભરે છે પણ આવા સમયે ગરીબોને ક્યારેય મદદ કરતાં નથી કે દાન કરતાં નથી. પણ એક સરપંચે ગાંધીનગર અને ગુજરાતના ઘણાં ભ્રષ્ટ નેતાઓએ એકઠા કરેલાં ઘન માટે નવો રસ્તો બતાવ્યો છે.
ગરીબો સુધી રૂપાણી સરકાર પહોંચે કે ન પહોંચે પણ, ગામના સરપંચ લોકોની મદદ પહોંચી રહ્યાં છે. ધંધા અને મજૂરીકામ બંધ થઈ છે.
3500 લોકોની વસતી ધરાવતાં મહુવા તાલુકાના તાવેડા ગામના સરપંચ દાનુભાઈ આયરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરપંચે પોતોના ઘરના તમામ – પત્ની સહીત ઘરેણા ગીરવા મૂકી દરેક ગરીબોના ઘરે અનાજ અને રોકડ સહાય પહોંચાડી છે.
ગરીબ લોકો પાસે રોકડા રૂપિયા ન હતા, પણ દાનુભાઈ પાસે પણ પૈસા ન હતા. આથી તેમણે પોતાના તમામ દાગીના બેંકમાં મૂકીને ગામલોકોની મદદ કરવાનું મન બનાવ લીધું. તેઓ પોતાના દાગીના લઈને બેંકમાં પહોંચી ગયા અને સાડા નવ લાખ રૂપિયાની લોન લીધી હતી.
બેંકમાં દાગીના જમા કરાવ્યા બાદ જે રકમ આવી તેમાંથી સરપંચ દાનુભાઈએ ગામના ગરીબ લોકોને કરિયાણું અપાવ્યું હતું. એટલું જ નહીં જે પણ ગરીબ પરિવારને રોકડમાં સહાયની જરૂરી હતી તેમને એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા.
આ અંગે સરપંચે જણાવ્યું હતું કે, મેં મારા તમામ ઘરેણા બેંકમાં મૂકી દીધા છે. તેના બદલામાં મળેલા સાડા નવ લાખમાંથી ગરીબોને કરિયાણું આપ્યું છે. જેમને પણ રોકડ સહાયની જરૂરી હતી તેમને રોકડા આપ્યા છે. ગામનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન ઉંઘી રહે તે માટેની મેં નેમ લીધી છે. જો જીવતા રહીશું તો ઘરેણા ફરીથી બનાવી લઇશું.