- આ અનોખી સ્પોર્ટસ કલબ તાલિમ અને કોચીંગમાં વિશેષ ઝોક સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સુવિધા ઓફર કરશે
અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2029
રમતો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રનુ મોખરાનુ સેવી જૂથ સેવી સ્વરાજ ટાઉનશીપમાં વિશ્વ સ્તરની સ્પોર્ટસ કલબ લોંચ કરવા સજ્જ બન્યું છે. આ સ્પોર્ટસ કલબમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચીંગ ઓફર કરવામાં આવશે અને સમગ્ર વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંખ્યાબંધ ટુર્નામેન્ટનુ આયોજન કરાશે. રવિવાર 2 ફેબ્રુઆરી 2020ના રોજ સેવી સ્વરાજ સ્પોર્ટસ કલબનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજીંગ ડિરેકટર જક્ષય શાહે જણાવ્યું હતું કે “આપણા અમદાવાદમાં વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવતી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ગ્લોબલ ડાયમેન્શન ધરાવતી સેવી સ્વરાજ સ્પોર્ટસ કલબની રચના કરવામાં આવી છે. આ સ્પોર્ટસ કલબ રમતો અને આરોગ્યના ચાહકોને અદ્યતન સુવિધાઓ, નિષ્ણાતો મારફતે તાલિમ, ખેલ ભાવના અને ચારિત્ર્ય સાથે સાથે પોતાનુ ધ્યેય સાકાર કરવાની સગવડ પૂરી પાડશે અને સ્પોર્ટસ સંસ્કાર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે.
માળખાગત સુવિધાઓ અને સગવડોની દ્રષ્ટિએ અમદાવાદ કે ભારતમાં આ કલબની નિકટ આવી શકે તેવી કોઈ કલબ નથી.
આપણા યુવાનો અને રાષ્ટ્ર અપાર ક્ષમતા ધરાવે છે. માત્ર યોગ્ય માળખાગત સુવિધાઓ અને રમતના કલ્ચરનો અભાવ છે. આ ઉણપ સ્પોર્ટસ કલબ તેની સગવડો , તાલિમ અને કોચીંગ તરફ વિશેષ ઝોક મારફતે પૂર્ણ કરશે.”
રમત ક્ષેત્રે શ્રેષ્ઠ સંગઠનો અને વ્યક્તિઓ સાથે જોડાણ કરનારી પહેલી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ છે, જેમ કે બેડમિંટન ગુરુકુલના વડા તરીકે ભારતીય રમતના દ્રોણાચાર્ય – પદ્મભૂષણ પુલેલા ગોપીચંદ, વિવિધ રમતો અને રમત વિજ્ઞાન માટે ટ્રાન્સસ્ટેડિયા એકૅડૅમીસ, તરણ પ્રવૃત્તિ માટે કમલેશ નાણાવટી.
આ કલબમાં જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તેમાં 50 મીટરનો ઓલિમ્પિક સાઈઝનો સ્વીમીંગ પુલ અને કીડઝ પૂલ, ફૂટબૉલ ફીલ્ડ, ક્રિકેટ પીચ, ટેનિસ, બેડમિંગ્ટન, સ્કવોશ અને બાસ્કેટબોલ કોર્ટ ,ટેબલ ટેનિસ અને 400 મીટર રીલે ટ્રેકનો સમાવેશ થાય છે. તેમાં અદ્યતન સુવિધા સાથેનુ જિમ્નેશિયમ અને કાર્ડીયો/ સ્ટ્રેન્થ તાલિમ, પ્રોફેશનલ અને / સ્પેશ્યલ ગ્રુપ ક્લાસિસ અને સ્પોર્ટસ સાયન્સ સાથે સ્પેશ્યલ કોચીંગ અને ટ્રેઈનિંગ સુવિધાનો સમાવેશ કરાયો છે.
કલબમાં સભ્યો બિલિયર્ડસ અને 8 બૉલ અને વિવિધ બોર્ડ ગેમ્સ રમી શકશે તેમને કલબ રૂમ્સ, રેસ્ટોરન્ટ, કોફી શોપ, બેન્કવેટ અને અન્ય સુવિધાઓનો પણ લાભ મળશે. આ કલબ ખૂબ જ આકર્ષક દરથી ફેમિલી મેમ્બરશિપ પણ ઓફર કરી રહી છે.
આ અનોખી ખાનગી ધોરણે નિર્માણ પામેલી સ્પોર્ટસ કલબ 6 એકર વિસ્તારમાં ફેલાયેલી છે અને રૂ. 200 કરોડના ખર્ચે તેનુ નિર્માણ કરવામાં આવ્યું છે. સેવી સ્વરાજ-ગુજરાતની સૌ પ્રથમ આઈજીબીસી ગોલ્ડ રેટેડ ગ્રીન ટાઉનશીપમાં આવેલી છે અને તેમાં 5,000 થી વધુ પરિવારો નિવાસ કરશે. 1,000 પરિવારો હાલમાં વસવાટ કરી રહ્યાં છે.