[:gj]જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તલની આવક[:]

[:gj]ગાંધીનગર, 14 મે 2020
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રોટિન અને કેલ્શિયમથી ભરપૂર કાળા તલની આવક થઈ છે. આજે જુનાગઢ યાર્ડમાં 39 ક્વિન્ટલ કાળા તલની આવક નોંધાઇ હતી. જેની સામે ખેડૂતોનને પ્રતિ 20 કિલોના રૂ. 2700/- જેવા ભાવ મળ્યા હતા.

ખાસ કરીને, કાળા તલ કચરીયું, ચીકી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. જેનાથી શરીરને ઊર્જા મળવાથી સાથે મનને પણ મજબૂત કરે છે. બાળકો માટે કાળા તલ ખૂબ પૌષ્ટિક છે. ઉપરાંત, તમામ ખાદ્યતેલોમાં પણ તલનું તેલ ઉત્તમ ગણાય છે. અગત્યના તેલિબિયા પાક તરીકે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ તલનું વાવેતર થાય છે. જેમાં ગુજરાત મોખરે છે. જુનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાળા તલનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે સફેદ તલનું વધારે વાવેતર થતું હોય છે, પણ કાળા તલની માગ અને તેના વૈજ્ઞાનિક ગુણધર્મો ઉત્તમ હોવાના કારણે વિસાવદર પંથકમાં કાળા તલનો વાવેતર વિસ્તાર વધ્યો છે. કાળા તલની સાથે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની આજની આવક 129 ક્વિન્ટલ થઈ હતી. જેનો પ્રતિ 20 કિલોના સરેરાશ 1600/- રૂપિયા જેવા ભાવ ખેડૂતોને મળ્યા હતા. કાળા તલ પાકવામાં વધુ સમય લેતા હોય છે, પણ તેની સામે ખેડૂતોને વધુ ભાવ પણ અપાવે છે.[:]