- ધારાસભ્ય શશિકાંત અમિત શાહના માણસ
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020
દિલીપ પટેલ
ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છે. નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ અધ્યક્ષના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે. વિધાનસભાની ચૂંટણી બાદ ડીસા નગરપાલિકામાં આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો છે. પાલિકાના પ્રમુખના વિરોધમાં સભ્યોએ મોવડી મંડળને રજૂઆત કરી હતી. ઉકેલ નહીં આવતા રાજીનામા ધરી દીધા હતા. અમિત શાહના જૂથના ધારાસભ્ય હોવાથી તેની સામે શંકર ચૌધરીને વાંધો છે અને તેથી અહીં ગઈ ચૂંટણીથી વિખવાદો વકરતાં રહ્યાં છે. પહેલેથી જ શંકર ચૌધરી શશિકાંતનો વિરોધ કરી રહ્યાં છે. બન્નેની લડાઈ વધવાનું કારણ અમિત શાહ છે. શંકર ચૌધરીને અમિત શાહ ઈચ્છતા નથી. તેથી શંકર ચૌધરીનું રાજકારણ ખરતાની નીશાની પાર કરી ગયું છે.
બે જૂથો સામ સામે
આંતરિક રાજકારણ પાછળ, શંકર ચૌધરી અને ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો જૂથવાદ જવાબદાર છે. ડીસાના ભાજપ ઘારાસભ્ય શશિકાંત પંડ્યા નગરપાલિના પ્રવિણ માળી વચ્ચે ખેંચતાણમા આ થયું છે. નગરપાલિકાના પ્રમુખ શિલ્પા માળી કોઈને પૂછ્યા વગર તમામ નિર્ણયો જાતે નક્કી કરે છે. તેથી વિખવાદ વધું ઘેરો અને ઘેલો બની રહ્યો છે.
પ્રવિણ માળી અને મગનલાલ માળી શંકર ચૌધરીના માણસો છે. શંકર ચૌધરી કરે તેમ પ્રવિણ માળી ખટપટો કરે છે. માળી બંધું શંકરલાલના માણસો હોવાથી તેની સામે શશિકાંત પંડ્યા નારાજ છે. બગીચાના ઉદઘાટન વખતે જમીનનો વિખવાદ બહાર આવ્યો હતો. શષિકાંતે જે જમીન સામે સામે સ્ટે લાવીને સરકારી જમીન પર બગીચો બનાવવો તે ગેરકાયદે હતો. જેમાં પ્રવિણ માળીનું નાક કપાયું હતું. રૂ.2 કરોડ ખર્ચઈ ગયા હતા. તે ઈશ્યું પર ધારાસભ્ય, પૂર્વ પ્રમુખ અને શંકર ચૌધરી સામ સામે આવી ગયા છે.
ધારાસભ્ય શશિકાંત પંડ્યા અમિત શાહના અંગત માણસ છે. અમિત સાહે વિધાનસબાની ચૂંટણી વખતે ડીસા આવીને કાર્યકરોને સ્પષ્ટ કહી દીધું હતું કે જો શશિકાંત હારશે જો ખેર નથી. તેથી વિરોધ છતાં શંકર ચૌધરી કંઈ કરી શક્યા ન હતા. આમ શંકર ચૌધરીને ખતમ કરવા માટે અમિત શાહે પંડાયને ધારાસભ્યો તો બનાવી દીધા પણ આજે ડીસા ભાજપમાં ભંગાણ થઈ રહ્યું છે.
રાજીનામા આપનાર સભ્યોમાં
૧.મકનજુલાબેન કિરણભાઈ રાવલ, સમાજ કલ્યાણ ચેરમેન,
૨.રમીલાબેન દિનેશભાઇ પ્રજાપતિ, ઇ એસ ટી ચેરમેન,
3મણીબેન નાગજીભાઈ રાણા, સેનિટેશન..કમિટી ચેરમેન,
૪ ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન,
૫ અતુલભાઈ મફતલાલ શાહ, બાંધકામ કમિટી ચેરમેન,
૬ કંચનબા સુરેન્દ્રસિંહ રાજપુર, ભુરગભ ગટર કમિટી ચેરમેન,
૭ જબુબેન દિનેશભાઇ રાજપૂત, શિક્ષણ કમિટી ચેરમેન,
૮ નિલેશભાઈ હિંમતલાલ ઠક્કર, શાસક પક્ષ નેતા,
૯. પલવીબેન કનુભાઈ જોશી, લીગલ કમિટી ચેરમેન,
૧૦. અનિતાબેન વિજયભાઈ વાઘેલા, પાણીપૂરવઠા કમિટી સભ્ય,
૧૧ પ્રવીણ ગોરધનજી માળી (પૂર્વ પ્રમુખ) દંડક અને
૧૨ રમેશભાઈ અમરાજી માજીરાના, પાણીપૂર્વઠા સમિતિ ચેરમેનનો સમાવેશ થાય છે.
શું છે ડીસાથી દિલ્હી સુધીનું રાજકારણ
બનાસકાંઠામાં આવેલા ડીસા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને ડીસાની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટે સરકારી કર્મચારીની કામગીરીમાં અડચણો ઉભી કરીને દખલગીરી કરવાના ગુન્હામાં ત્રણ મહિનાની સજા અને રૂ.500નો દંડ 10 ઓક્ટોબર 2019માં ફટકારવામાં આવ્યો હતો. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ડિસામાં ખળભળાટ મચી ગયો હતો.
ડીસા પાલિકામાં 1993માં કોર્પોરેટર શશીકાંત પંડ્યાએ ડીસા નગરપાલિકામાં પ્રમુખના કાર્યકાળમાં ફરજ પરના ચીફ ઓફિસર ગંગારામભાઈ સોલંકી અને ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સાથે ઓફિસમાં સુલેહ શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં અડચણો ઉભી કરીને સરકારી મિલકતને નુકશાન કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી.
ડીસામાં ભાજપનો ભ્રષ્ટાચાર
સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કબૂલાત કર્યા બાદ અનેક સ્થળે ભ્રષ્ટાચાર ખૂલ્લો થયો હતોો બીજી તરફ ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે. તેની સામે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાના ભાજપના સભ્યોએ આક્ષેપો કર્યાં છે. ભાજપ શાસિત ડીસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી. ગામડાઓમાં બનેલા રોડમાં ભ્રષ્ટાચારની અનેકવાર રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતના ભાજપના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લીધા ન હતા. પંચાયતના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો થતાં જ સભામાં ઉત્તેજના છવાઈ હતી. સભામાં વિપક્ષની ભૂમિકા ભાજપના સભ્યોએ ભજવતા વિપક્ષ કોંગ્રેસ ચૂપચાપ તમાશો જોઈ રહ્યો હતો.
50 લાખનો રોડ 2 મહિનામાં તૂટી ગયો
ડીસામાં ડાયમંડ સોસાયટીવાળો રસ્તો 49 લાખમાં બન્યો હતો જે રોડ 2 માસમાં 2017માં તૂટી ગયો હતો. ઠેકેદાર સુનિલ રાજપૂતને નોટિસ આપીને બાકી રકમ નહીં ચૂકવવા અને નવો રસ્તો બનાવી આપવા માટે કહેવું પડ્યું હતું. સોસાયટીના રહીશો દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો નગરપાલિકાને કરાઈ હતી. જ્યારે વિપક્ષ દ્વારા પણ જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી. રસ્તાની કામગીરી સરકારના ટીપીઆઇ અને પાલિકાના સુપરવાઇઝરની દેખરેખથ હેઠળ થયેલો હોવાથી જેની જવાબદારી હશે તેની પણ તપાસ કરી પગલાં ભરવા કહ્યું હતું પણ કોઈ પગલાં ભરાયા ન હતા.
ઘાસચારામાં ભ્રષ્ટાચારની આગ
ડીસામાં સરકારી ઘાસચારા લઈ જતી ટ્રકમાં આગ લાગી હતી. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દfવસમાં ત્રણ ટ્રકો કે જે સરકારી ઘાસચારો ગૌશાળામાં લઈ જવાતો હતો ત્યારે આગની ઘટનાઓ બની હતી. ઉપરાછાપરી સતત ત્રણ દિવસથી સરકારી ઘાસચારા ભરેલી ટ્રકમાથી આગ લાગી હતી.
ગટરમાં ભ્રષ્ટાચાર
ડીસાતાલુકાના થેરવાડામાં 2016માં લાખો રૂપિયાના ખર્ચે બનેલી ગટરલાઇન તૂટી જતા તેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. ઠેકેદારની રકમ અટકાવી દઇ કાર્યવાહી કરવાની માંગણી થઈ હતી. લાઈન બન્યા બાદ ફક્ત બે મહિનામાંજ તૂટી હતી. પ્રથમ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.
નાયબ કલેક્ટર લાંચ લેતા પકડાયા
ડીસાના ઇન્ચાર્જ નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી વી. કે. ઉપાધ્યાય રૂ.1.50 લાખની લાંચ લેતા રંગે હાથે તાજેતરમાં પકડાયા હતા. ખનીજ અને રોયલ્ટી ચોરીના દંડમાં રાહત આપવા લાંચ લેતા હતા.
ઘાસ સડી ગયું
ડીસાના ટેટોડા અને શેરપુરા ગામની રાજારામ ગૌશાળામાં અપાયેલો 7 ટ્રક ઘાસચારો સડી ગયેલો અપાતા પાંજરાપોળના સંચાલકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.
સેક્સની માંગણી
ગેનાજી ગોળિયા ગામનો ઉપ સરપંચ અને યુવા ભાજપ મંત્રી મહેશ માળી સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર તેણે કોલેજમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતી યુવતીને પહેલા મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી હતી અને એકાંત સ્થળે લઈ જઈને બીભત્સ માંગણીઓ કરતો હતો. સાથે જ તેની માંગણી નહીં માને તો બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતો હતો.
ભટોળ શંકરના કારણે ગયા
બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરથી ભટોળના તેઓ પુત્ર છે. વસંત ભટોળ એટલા માટે રાજીનામું આપશે કારણ કે જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે. allgujaratnews.in@gmail.com