કોરોનામાં મા – બાપ ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડી, 3 હજાર સહાય અપાશે

ગાંધીનગર, 13 મે 2021
ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય તેમને રૂપિયા 3 હજારની મહિને સહાય જાહેર કરાઈ છે.

બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર 18 વર્ષ સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ.3 હજાર સહાય આપવામાં આવશે.

બાળકના પિતાનું અવસાન કોરોનામાં થયું હોય અને માતાને બાળકને મૂકીને બીજે પુનર્લગ્ન કર્યા હોય તો, 18 વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રુ.3 હજારની સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે. અમદાવાદ 9558878265 , 9265173664 , 8980841832 , 9426082566 , 9427050270 , 9898019442 , 9426077550 નો બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરી મંજૂરી મેળવવાની રહેશે.