અંદામાન અને નિકોબાર ટાપુ પર જહાજ સમારકામ પ્રોજેક્ટ પૂરો ન થયો અને ખર્ચ વધી ગયું 

શિપિંગ મંત્રાલયે આંદામાન અને નિકોબાર ટાપુ પર જહારના સમારકામની સવલતો વધારવા માટે રૂ.96 કરોડની યોજનામાં ભારે વિલંબ થતાં હવ તે રૂ.123.95 કરોડની થઈ ગઈ છે. જેનો સુધારેલા ખર્ચ અંદાજને મંજૂરી આપી દીધી છે.

શિપિંગ પ્રવૃત્તિઓ આંદામાન અને નિકોબાર આઇલેન્ડની જીવનરેખા છે. મોટાભાગનું કામકાજ શિપિંગ આધારીત છે. કોઈપણ અવરોધ વિના શિપિંગ પ્રવૃત્તિઓને જીવંત રાખવા માટે જહાજ સમારકામ સુવિધાઓ વિકસિત કરવાની જરૂર છે. જહાજની હેરફેરમાં નોંધપાત્ર વધારો થવાને કારણે શિપિંગ મંત્રાલય દ્વારા પોર્ટ બ્લેર ખાતે હાલની જહાજ સમારકામ સુવિધાઓ વધારવામાં આવી રહી છે. હાલની ડોકની લંબાઈ વધારીને 90 મીટર કરવામાં આવશે. તેથી જહાજ બાંધવાના અને જહાજ સમારકામ ઉદ્યોગને વેગ આપશે.

દક્ષિણ આંદામાનના ડ્રાય ડોક પમ્પ અને એસેસરીઝની સ્થાપના પોર્ટ બ્લેર પર કરવામાં આવી હતી. કમિશનિંગ સહિતના મરીન ડોકયાર્ડમાં ‘એક્સ્ટેંશન ઓફ ડ્રાય ડોક -2’ નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ફેબ્રુઆરી, 2016 દરમિયાન 42 મહિના પૂર્ણ થવાની નિશ્ચિત તારીખ સાથે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હેઠળ રૂ.96.24 કરોડ સુધીની મંજૂરી આપવામાં આવી હતી. મોટા વહાણોને સમાવવા માટે કાર્યક્ષેત્ર વર્તમાન ડોકની લંબાઈ 90 મીટર સુધી વધારવાની હતી. આ સુવિધાનો હેતુ પોર્ટ બ્લેર પર શિપ રિપેર સુવિધાઓની હાલની ક્ષમતાને બમણી કરવાનો હતો. કામ 07.03.2017 ના રોજ શરૂ થયું હતું.

પ્રોજેક્ટમાં કેટલાક તકનીકી પરિવર્તનને લીધે, ખર્ચ અને સમય વધી ગયો છે. હવે શિપિંગ મંત્રાલયે રૂ.123.95 કરોડની રકમ માટેના સુધારેલા ખર્ચ અંદાજને મંજૂરી આપી દીધી છે. ડ્રાય ડોકની વિસ્તરણ સુવિધા શિપિંગ ઉદ્યોગ દ્વારા ઓગસ્ટ 2021 સુધીમાં ઉપલબ્ધ કરવામાં આવશે.