[:gj]નેપાળ બેફામ થયું બિહાર બોર્ડર પર અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘાયલ, 1નું મોત[:]

[:gj]નવી દિલ્હી,

ભારત-નેપાળ સરહદને લઇને ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારની જાનકીનગર બોર્ડર પર નેપાળ પોલીસનાં ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થઇ ગયું છે, બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે, આ ઘટના પછી સરહદ પર તણાવની સ્થિતી જોવા મળી રહી છે.

નેપાળ પોલીસનું ફાયરિંગ

ફાયરિંગનો આખો મામલો નારાયણપુર અને લાલબન્દી બોર્ડર વિસ્તારનો છે. પિપરા પરસાઇન પંચાયતની જાનકી નગર બોર્ડર પર કેટલાંક લોકો ખેતરમાં કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન નેપાળના શસ્ત્રબળોએ આ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતુ, જેમાં જાનકીનગર ટોલે લાલબન્દીનાં રહેવાસી નાગેશ્વરરાયના 25 વર્ષના પુત્ર ડિકેશનકુમારનું મોત થઇ ગયું છે.

એક વ્યક્તિનું મોત, બે ગંભીર રીતે ઘાયલ

નેપાળ પોલીસનાં ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા છે. તેમાં બિનોદ રામના દીકરા ઉમેશ રામને હાથમાં ગોળી વાગી છે. આ સિવાય સહોરબા નિવાસી બિંદેશ્વર ઠાકુરના પુત્ર ઉદય ઠાકુરને પગમાં ગોળી વાગી છે. બંને ઘાયલોની ગંભીર સ્થિતી જોતા સારવાર માટે સીતામઢી લઇ જવાયા છે. હાલ બોર્ડર પર બંને દેશની પોલીસ તૈનાત છે. સરહદ પર તણાવની સ્થિતી દેખાઇ રહી છે.

ભારત-નેપાળ સરહદ વિવાદ

મહત્વનું છે કે નેપાળના નવા નકશાને લઇ ભારત અને નેપાળ વચ્ચે ઘમાસણ ચાલી રહ્યું છે. નેપાળે પોતાના નવા નકશામાં ભારતના કેટલાક વિસ્તારોને પોતાનો હિસ્સો ગણાવ્યો છે. તેમનો દાવો છે કે લિપુલેખ, કાલાપાની, અને લિપિંયાધુરા તેમના વિસ્તારમાં આવે છે.[:]