ગુજરાત સરકાર ઈન્ટરનેટ બંધ કરી દેવામાં હોંશિયાર

Shutting down the internet in Gujarat इंटरनेट बंद करने में गुजरात सरकार बड़ी चालाक

અમદાવાદ, 17 મે 2024

ગુજરાત સરકારને વિભાગે ઈન્ટરનેટ અંગે આજે વિગતો જાહેર કરી છે. ભારતમાં 82 કરોડ અને ગુજરાતમાં 5.18 કરોડ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે

ઈન્ટરનેટ બંધ થવાના કેસ વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં વધુ છે. ભારતમાં 3 રાજ્યો પૈકી એક ગુજરાત છે, જ્યાં ઈન્ટરનેટ બંધ કરાવવામાં સરકાર આગળ છે.

2024માં મોદી સરકારે લદાખમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું અને કલમ 144 લાગુ કરી હતી. મોદીના ગુજરાતમાં વારંવાર ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. એ જ રીતે 144મી કલમ દ્વારા લોકોના વિચારો પણ બંધ કરી દેવામાં આવે છે. મોદી સરકારે લોકોની વાત સાંભળવી જોઈએ.

25 ફેબ્રુઆરી 2024માં ખેડૂત આંદોલનમાં હરિયાણાના 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ હતી.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ બાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.

2012થી 2019 સુધીમાં સરકારે દેશમાં 367 વખત ઈન્ટરનેટ બંધ કર્યું હતું.

ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલાં 2018માં વિશ્વમાં કુલ ઈન્ટરનેટ શટડાઉનમાંથી 134 વખત એટલે કે 67 ટકા ભારતમાં થયા હતા. 2018માં પાકિસ્તાનમાં માત્ર 12 વખત ઈન્ટરનેટ બંધ થયું હતું.

જમ્મુ-કાશ્મીર

2012થી 2019 સુધીમાં કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ થવાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન કુલ 367 શટડાઉનમાંથી 180 માત્ર કાશ્મીરમાં જ થયા હતા. આ પછી રાજસ્થાનમાં 67 વખત, ઉત્તર પ્રદેશમાં 20 વખત, હરિયાણામાં 13 વખત અને બિહાર અને ગુજરાતમાં 11 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.

2012-17 દરમિયાન 16 હજાર કલાકથી વધુ સમય માટે નેટ બંધ રહ્યું હતું.

જાન્યુઆરી 2012 અને જાન્યુઆરી 2019 ની વચ્ચે 60 શટડાઉન હતા જે 24 કલાકથી ઓછા સમય સુધી ચાલ્યા હતા. 55 શટડાઉન 24 થી 72 કલાક માટે અને 39 શટડાઉન 72 કલાકથી વધુ સમય માટે હતા.

2012 અને 2011 વચ્ચે 16 હજાર કલાકથી વધુ સમય સુધી ઇન્ટરનેટ બંધ રહ્યું હતું. કાશ્મીરમાં સુધીનો સૌથી લાંબો બંધ ચાલી રહ્યો હતો.

21 હજાર કરોડનું નુકસાન

રિપોર્ટ અનુસાર, 2012 અને 2017 વચ્ચે દેશના તમામ રાજ્યોમાં ઈન્ટરનેટ બંધ થવાને કારણે 3 અબજ ડોલર (લગભગ 21 હજાર કરોડ રૂપિયા)નું આર્થિક નુકસાન થયું છે. રાજ્યોની વાત કરીએ તો, ગુજરાતને સૌથી વધુ $117.75 લાખનું નુકસાન થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં $61.02 લાખ, રાજસ્થાનમાં $18.29 લાખ, ઉત્તર પ્રદેશમાં $5.3 લાખ, હરિયાણામાં $42.92 લાખ, બિહારમાં $5.19 લાખનું નુકસાન થયું છે.

ગુજરાતમાં પરીક્ષા ચોરી

ફેબ્રુઆરી 2016માં ના દિવસે સમગ્ર ગુજરાતમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. રેવન્યુ એકાઉન્ટન્ટ્સ ભરતી પરીક્ષામાં ચોરી અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. 8 લાખ ઉમેદવારો હતા.

2015

સેન્ટર ફોર ઈન્ટરનેટ એન્ડ સોસાયટી દ્વારા જાહેર કરાયું હતું કે નેટ બંધ રહેવાના કારણે ગુજરાતને વધારે સહન કરવું પડે છે.

ઓગસ્ટ 2015માં રાજ્યભરમાં અનામત માટે પાટીદાર વિરોધ વચ્ચે અઠવાડિયા સુધી ચાલેલા ઈન્ટરનેટ બંધ દરમિયાન અણધાર્યા ફટકો સહન કરનારા ઘણા નિકાસકારોને પડ્યો હતો.

2015માં આનંદીબેન પટેલની ભાજપ સરકારે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેતાં ગુજરાતમાં બેંકોને રૂ. 7000 કરોડથી વધુનું નુકસાન થયું હતું.

મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ બંધ હતા. બેંકો મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલતી હોવાથી ઈન્ટરનેટ દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ શકતું ન હોવાથી લોકો લાચાર થઈ ગયા હતા. 2015માં ગુજરાતમાં બેંકોમાં લગભગ 30% વ્યવહારો ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ દ્વારા થતાં હતા. મોબાઈલ બેંકિંગ વ્યવહારોમાં ગુજરાતનો ફાળો લગભગ 13% છે.

2017માં ગુજરાતના મોરબીમાં જાતિય હિંસામાં 2ના મોત બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરી હતી. બે સમુદાયો વચ્ચેની અથડામણમાં બે લોકોના ગોળીબાર કરવામાં આવ્યા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

2012માં ભારતમાં પહેલી વખત 3 વાર ઈન્ટરનેટ બંધ કરાયા હતા. 2015માં ગુજરાત સૌથી આગળ હતું.

ભારતમાં કયા વર્ષમાં કેટલી વખત ઇન્ટરનેટ બંધ થયું?

વર્ષ ઈન્ટરનેટ બંધ

2012 – 3

2013 – 5

2014 – 6

2015 – 14

2016 – 31

2017 – 79

2018 – 134

2019 – 195

મણિપુર રાજ્યમાં દિવસો સુધી ઇન્ટરનેટ પ્રતિબંધ હતો.

ઈન્ટરનેટ બંધ થવાને કારણે ભારત ભારે કિંમત ચૂકવી રહ્યું છે. 2023 માં ઇન્ટરનેટ બંધ થવાને કારણે $255.2 મિલિયનનું નુકસાન થયું હતું. 2022માં 184.3 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.

2019 થી 2023 સુધી 54 દેશોમાં ઈન્ટરનેટ બંધ હતી.

2023માં 14 દેશોમાં 81 ઈન્ટરનેટ શટડાઉનની કિંમત $1.72 બિલિયન હતી.

2023 માં, વિશ્વભરમાં 17,901 કલાક માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ઈથોપિયા સૌથી વધુ પ્રભાવિત દેશ હતો. 526 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. આ પછી મ્યાનમાર અને ભારત છે.

2022માં 23 દેશોમાં 114 ઈન્ટરનેટ શટડાઉન કરીને 50 હજાર કલાક બંધ રહેતાં નુકસાન $24.67 બિલિયન  હતો. રશિયા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ હતો.

2021ની વાત કરીએ તો 21 દેશોમાં 50 ઈન્ટરનેટ બંધ થવાને કારણે 30 હજાર કલાકમાં 5.45 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.

2020 માં, 21 દેશોમાં 27 હજાર કલાકના 93 ઈન્ટરનેટ શટડાઉનનું નુકસાન $4.01 બિલિયન હતું. ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ હતો, જેને કુલ 2.8 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

2019 માં, 22 દેશોમાં 19 હજાર કલાકના 134 ઇન્ટરનેટ શટડાઉનનું નુકસાન $8.07 બિલિયન હતું. સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇરાક હતો, જેને $2.3 બિલિયનનું નુકસાન થયું હતું.

2021માં ભારતમાં 1200 કલાક નેટ બંધ રહેતાં 4300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ઇન્ટરનેટ બંધ રહે છે, ત્યારે તમામ નાણાકીય વ્યવહારો બંધ થઈ જાય છે.

2016-2021 સુધીમાં 74 દેશોમાં 931 શટડાઉન હતા.

પ્રશાસન અને સરકારો હવે સોશિયલ મીડિયાને લઈને ભયમાં છે.

કાશ્મીર, મણીપુર અને ગુજરાત ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં અને 144મી કલમ લગાવવામાં દેશમાં સૌથી આગળ છે. ઈન્ટરનેટ સેવા બંધ કરવી એ શરીર અને મગજ પર કલમ ​​144 લાદવા જેવું થઈ ગયું છે.

ગુજરાતમાં તો પરીક્ષાઓમાં ચોરી અટકાવવા માટે પણ નેટ બંધ કરી દેવામાં આવે છે.

2013 થી 2015 વચ્ચે ભારતના ચાર રાજ્યોમાં નવ વખત ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. ગુજરાત, કાશ્મીર ઉપરાંત નાગાલેન્ડ અને મણિપુરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો થતો નથી પરંતુ રાષ્ટ્રીય અથવા વ્યક્તિગત સુરક્ષા અથવા વ્યવસાયને પણ નુકસાન થાય છે.

આપણું આખું જીવન હવે ઇન્ટરનેટથી જોડાયેલું છે. સરકાર પણ તેના ઘણા કામો એપ્સ દ્વારા કરે છે. બિઝનેસ ઈન્ટરનેટ દ્વારા થાય છે. સામાન્ય લોકો પણ હવે સ્માર્ટફોન પર ઉપલબ્ધ ઇન્ટરનેટ દ્વારા જીવે છે. લોકોને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તે અંગે મીડિયા બંધ મગજ કરી દે છે. ઈન્ટરનેટ હવા અને પાણી જેવું છે. શું વહીવટીતંત્ર હિંસામાં પાણી પુરવઠો બંધ કરે છે?

વહીવટીતંત્રને આશંકા હોય છે કે સોશિયલ મીડિયા દ્વારા ફેલાઈ રહેલી અફવાઓને કારણે સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે.

પટેલ આંદોલનમાં પોલીસે તેમના ઘરમાં ઘુસીને માર માર્યો હતો. કાર તૂટી ગઈ છે. તેની પાસે વીડિયો હતા. પરંતુ ઈન્ટરનેટ બંધ હોવાને કારણે તે કોઈને મોકલી શક્યા ન હતા.

ઈન્ટરનેટ બંધ કરવાનો હેતુ માત્ર હિંસા રોકવાનો નથી પરંતુ આંદોલનને કચડી નાખવાનો પણ છે.

ઇન્ટરનેટ કેવી રીતે બંધ થાય છે?

WiFi સમજો તો ઈન્ટરનેટ શટડાઉનને પણ સમજી શકશો. WiFi એ રાઉટર દ્વારા કામ કરે છે જે તેના સિગ્નલને ફેલાવે છે. જ્યાં સુધી રાઉટર ચાલુ હોય ત્યાં સુધી WiFi કામ કરે છે. તેવી જ રીતે કોઈપણ સ્માર્ટફોન માટે તેનો મોબાઈલ ટાવર રાઉટરનું કામ કરે છે. આ મોબાઈલ ટાવરને બંધ કરવાના મુખ્ય બે રસ્તા છે. સૌપ્રથમ તો મોબાઈલ ટાવરને જ બંધ કરી દેવો અને બીજું, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે ISPને ઈન્ટરનેટ બંધ કરી દેવું.

ગુજરાતમાં નેટ જોડાણ

દર વર્ષે 17મી મેના રોજ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વમાં સામાજિક આર્થિક વિભાજન અને ડિજિટલ વિભાજનને દૂર કરવાનો છે.

17 મે 1865ના રોજ ઇન્ટરનેશનલ ટેલિકમ્યૂનિકેશન યુનિયન (ITU)ની સ્થાપના થઈ હતી, તેમજ પેરિસ ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ કોન્ફરન્સ યોજાઇ હતી. 1969માં 17મી મે ના રોજ સૌ પ્રથમ વખત આ દિવસ ઊજવવામાં આવ્યો હતો.

ITUના રિપોર્ટ અનુસાર છેલ્લાં બે વર્ષોમાં ઓછા વિકસિત દેશોમાં પણ અંદાજિત 407 મિલિયન લોકોથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, જે વૈશ્વિક સ્તરે 66%થી વધુની સરખામણીએ વસ્તીના લગભગ 36% જેટલો હિસ્સો ધરાવે છે.

ભારતમાં 82 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને ગુજરાતની વાત કરીએ તો 5.18 કરોડથી વધુ લોકો ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે. જે દૂરસંચાર અને માહિતી સમાજ ક્ષેત્રે વૈશ્વિક વિકાસ દર્શાવતી બાબત કહી શકાય. ઓફલાઈન લોકો વિશ્વની વસ્તીના માત્ર 14% જ વસ્તી ધરાવે છે.

દેશમાં 1882માં કલકત્તામાં ટેલિફોન એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ તેને સેન્ટ્રલ એક્સચેન્જ નામ આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 93 ગ્રાહકો મળ્યા હતા અને આજે દેશમાં 100 કરોડથી વધુ ફોનધારકો છે, જેની આવક 2 લાખ કરોડથી વધુ છે.