Sir Creek is a 96-kilometer-long stretch of land between Pakistan and Gujarat पाकिस्तान और गुजरात के बीच स्थित सर क्रीक 96 किलोमीटर लंबा भूभाग
4 ઑક્ટોબર 2025
પાકિસ્તાન સરક્રીક નજીક સૈન્ય માળખું તૈયાર કરી રહ્યું છે. એમ, રાજનાથસિંહ ગુજરાતના કચ્છમાં આવીને મિલિટરી બેઝ પર શસ્ત્રપૂજા કરીને પાકિસ્તાનને ચેતવણી આપી હતી. પાકિસ્તાની સેનાએ સરક્રીક નજીકના વિસ્તારમાં પોતાનું સૈન્ય માળખું ઊભું કર્યું છે. પાકિસ્તાન દુઃસાહસ કરશે તો નિર્ણાયક જવાબ આપીને ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે.
ભારતની આઝાદીનાં 78 વર્ષે અને ગુજરાત અસ્તીત્વમાં આવ્યું તેના 65 વર્ષે સરક્રીક ક્ષેત્રમાં સરહદી વિવાદ છે. દાયકાથી તકરાર ચાલે છે. પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્ય વચ્ચે આવેલી 96 કિમી લાંબી કાદવવાળી જમીન સરક્રીક છે, જેના પર બંને દેશો દાવો કરો છે. બંને દેશો આ સમુદ્રી સરહદને અલગ-અલગ રીતે જુએ છે.
સમુદ્રમાં સાંકડી ખાડીનો વિસ્તાર હોય તેને ક્રીક કહેવામાં આવે છે. સરક્રીક એ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સાંકડી, કાદવવાળી ખાડી છે, જે અરબી સમુદ્ર સાથે જોડાયેલી છે.
અગાઉ તેનું નામ બન ગંગા હતું. પરંતુ બ્રિટિશ શાસન વખતે તેનું નામ સરક્રીક પડી ગયું. બ્રિટિશ યુગથી આ વિસ્તારને લઈને વિવાદ ચાલે છે.
ભારતનું કહેવું છે કે ખાડીની વચ્ચેથી સરહદ નક્કી થવી જોઈએ, જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે ખાડીના કિનારાથી સરહદ નક્કી થવી જોઈએ, કારણ કે બ્રિટિશ સરકારે 2014માં તેને જહાજ ચાલી ન શકે એવો વિસ્તાર કહ્યો હતો. પ્રેસિડન્સીનો હિસ્સો હતા, પરંતુ બંને રાજવીઓ વચ્ચે ક્રીક ક્ષેત્રને લઈને વિવાદ ચાલતો હતો.
વર્ષ 1913-14 વચ્ચે સર્વે કરવામાં આવ્યા અને બોમ્બે પ્રેસિડન્સીએ એક પ્રસ્તાવ જારી કર્યો. તેમાં કહેવામાં આવ્યું કે સરક્રીક કાદવકીચડવાળી જગ્યા છે, જ્યાંથી જહાજ પસાર થઈ શકતાં નથી. તેથી તેની સરહદ વચ્ચેથી નહીં, પરંતુ પૂર્વ કિનારાથી નક્કી કરવામાં આવશે. તેના કારણે સરક્રીકનો આખો હિસ્સો સિંધ તરફ જતો રહ્યો.
થાલવેગ
આઝાદી પછી પાકિસ્તાન આ નિર્ણય સાથે આગળ વધવા માગતો હતો, પરંતુ ભારતે કહ્યું કે ખાડીની વચ્ચેથી સરહદ નક્કી થવી જોઈએ. ભારતે આના માટે અગાઉના આંતરરાષ્ટ્રીય સરહદી કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા અંગેની સંધિ એટલે કે UNCLOSના સિદ્ધાંતનો હવાલો આપ્યો હતો.
આ સિદ્ધાંતને થાલવેગ કહેવામાં આવે છે. તેમાં જણાવાયું છે કે બે દેશોની વચ્ચે કોઈ નદી અથવા ખાડી હોય, તો તેની વચ્ચેની રેખા પરથી સરહદ નક્કી થશે.
પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે આ નેવિગેબલ નથી અને કાદવકીચડવાળી જગ્યા છે, તેથી તેના પર આ સિદ્ધાંત લાગુ થઈ ન શકે.
ભારત કહે છે કે અહીં ભરતી અને ઓટ આવે છે, તેથી આ ક્ષેત્રની પ્રકૃતિ બદલાતી રહે છે. તે માત્ર કાદવવાળી જગ્યા નથી રહી જતી, ત્યાંથી જહાજ પસાર થઈ શકે છે. તેથી કિનારાના આધારે સરહદ નક્કી કરવાનો કોઈ અર્થ નથી.
આ પ્રદેશ આર્થિક, સૈન્ય અને વ્યૂહાત્મક રીતે બહુ મહત્ત્વનો છે. એક્સક્લુસિવ ઇકૉનૉમિક ઝોન એટલે કે પાણી અથવા સમુદ્રની સપાટી પર હાજર સંસાધનોનો અધિકાર, કોન્ટિનેન્ટલ શેલ્ફ એટલે કે સમુદ્રની નીચેની જમીન અને તેનાં ખનીજ, તેલ, ગૅસ પર અધિકારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ક્ષેત્રને તેલ અને કુદરતી ગૅસથી સમૃદ્ધ ગણવામાં આવે છે.
વિવાદિત સરહદ બંને દેશોના માછીમારો માટે પણ મુસીબત બની જાય છે. પાકિસ્તાન પોતાના સેલાઇન અને ઇન્ડસ્ટ્રીયલ વોટરને સરક્રીકમાં છોડે છે. જેની પાર્યાવણીય અસર થાય છે. જે સિંધુ જળસંધિનો ભંગ પણ છે. પ્રદૂષિત પાણી આવે છે, ઘણી વખત પૂરની સમસ્યા પેદા થાય છે.
બંને દેશોએ 2009 સુધીમાં પોતાના સમુદ્રી વિવાદ ઉકેલી લેવાના હતા, નહીંતર વિવાદિત ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર જાહેર કરવાની વાત કરવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાન UNCLOSના સભ્ય હોવા છતાં સરક્રીકને દ્વિપક્ષીય મુદ્દો ગણાવે છે અને આ વિવાદને કોઈ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવા માગતા નથી.
વર્ષ 2015 સુધી બંને દેશો વચ્ચે તેના ઉકેલ માટે વારંવાર વાતચીત થઈ હતી. 1995 અને 2005માં થયેલી વાતચીત થઈ પણ મામલો ગૂંચવાયેલો રહ્યો. હજુ સુધી કોઈ ઉકેલ નથી મળ્યો.
રાજનાથસિંહનું નિવેદન બહુ અસામાન્ય છે, કારણ કે સરક્રીકનો મુદ્દો હવે પ્રાસંગિક નથી રહ્યો.
નેવુંના દાયકામાં સરક્રીક વિવાદ ઉગ્ર હતો. હવે તે ઓછો ચર્ચામાં રહે છે.
ભારત આ ક્ષેત્ર પર પાકિસ્તાનના દાવાને નકારી કાઢે છે. અમે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરીએ છીએ. અમે પોતાના પ્રદેશના રક્ષણ માટે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરી રહ્યા છીએ.
હરામી નાળુ
દૂરના પ્રદેશો તેમજ ખાડીઓ અને હરામી નાળામાં વિશેષ અભિયાન ચલાવેલું હતું. હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તાર સ્થિત છે જે ભારત અને પાકિસ્તાનને વચ્ચે 22 કિલોમીટર લાંબી સમુદ્રી ચેનલ છે. બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારની 96 કિલોમીટર લાંબી વિવાદિત સરહદ આવે છે. આટલા લાંબા નાળામાં ઘૂસણખોરી અને દાણચોરી કરનાર માટે સ્વર્ગ સમાન છે. આ કારણે જ તેનું હરામી નાળા પડ્યું છે. અહીં પાણીનું સ્તર ભરતી અને હવામાન મુજબ બદલાતું રહે છે. તેથી તેને ખતરનાક પણ ગણવામાં આવે છે.
એલ ઈ ડી લાઈટ
રાજસ્થાનમાં 2017-18માં લગાવ્યા બાદ 2021માં ગુજરાત સરહદ પર લાગેલી સોડિયમ ફલ્ડ લાઇટના સ્થાને એલ.ઇ.ડી. લાઇટ નાંખવાનો નિર્ણય લેવાયો હતો.
ગુજરાતના કચ્છ રણ વિસ્તારમાં 508 કિલોમીટરમાં 2970 પોલ પર 11,800 સોડિયમ લાઇટ લાગેલી હતી. દરેક પોલ પર ચાર લાઇટ લાગેલી છે. એક રાતમાં એક પોલ પર 12 યુનિટ વિજળીનો વપરાશ થાય છે.
પાકિસ્તાનથી ભારતની 3323 કિલોમીટર સરહદ જમીન પર લાગુ પડે છે. જેમાં ભારતને મોટાભાગમાં તારબંધી કરી રાત્રે નજર રાખવા ભારતે 2009 કિલોમીટર લંબાઇમાં ફલ્ડ લાઇટ લગાવાઇ હતી. જેમાં પંજાબ, રાજસ્થાનમાં ફલ્ડ લાઇટ બદલવાનું કામ પૂર્ણ થઇ ગયું છે.
કચ્છના અહેવાલો
ગુજરાતની યુદ્ધ કથા – કાશ્મીર કરતાં કચ્છ સરહદ જોખમી
નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ પણ ગુજરાત સરહદે છીંડા
સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ
સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ