કેન્દ્રીય સાંસ્કૃતિક, પ્રવાસન મંત્રાલયનાં રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ગુજરાતમાં ગંતવ્ય વ્યવસ્થાપન તથા સમુદાયની ભાગીદારી અંગેની બે દિવસીય બેઠકનું ઉદઘાટન કરશે
નવી દિલ્હી, 12-02-2020
13 ફેબ્રુઆરી, 2020 ના રોજ ગુજરાતમાં ગંતવ્ય વ્યવસ્થાપન અને સમુદાયની ભાગીદારી અંગેની બે દિવસીય બેઠકનું ઉદઘાટન કરાયુ છે. ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતના કચ્છના રણમાં પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં પર્યટન ક્ષેત્રે ગંતવ્ય વ્યવસ્થાપન અને સમુદાયની ભાગીદારીના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવશે. આમાં સરકારી અધિકારીઓ, પર્યટન ઉદ્યોગના પ્રતિનિધિઓ, ખાનગી ક્ષેત્રના ઉદ્યમીઓ વગેરે સંબંધિત ક્ષેત્રે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ વ્યવહારો.અધ્યનો બતાવવામાં આવશે. આ આયોજનથી સમાજ અને સમગ્ર અર્થવ્યવસ્થા પર થનારી અસર અને અમલીકરણની વિભાવનાઓ, રૂપરેખા, દ્રષ્ટિકોણ અને પડકારોને સમજવામાં મદદ કરશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયના લોકોને ફાયદો થશે કારણ કે તેઓને આતિથ્ય-સત્કાર ઉદ્યોગ માટે જરૂરી કુશળતા આપવામાં આવશે. સમાજને વિકાસ કાર્યોમાં આગળ કરવાથી સામાજિક-આર્થિક લાભો પૂરા પાડી શકાય છે.
આ બેઠકનો ઉદ્દેશ્ય સ્થાયી ગંતવ્યના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિવિધ હોદ્દેદારો વચ્ચે હકારાત્મક ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો છે. ભલામણો અને વિચાર-વિમર્શના આધારે એક કાર્યબળ બનાવવામાં આવશે જેથી આગળની યોજનાઓ માટે નીતિ બનાવવામાં મદદ મળે.