ગુજરાતમાં 6150 સ્માર્ટ કલાસરૂમમાંથી 420 સ્મા શરૂ કરતી ભાજપ સરકાર

અમદાવાદ, 27 એપ્રિલ 2023

ગુજરાતમાં 2020-21-1815 સ્માર્ટ કલાસરૂમ મંજુર જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત થયા હતા. 23 ટકા જ કામગીરી થઈ હતી. 2021-22માં 4335 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા, એકપણ સ્માર્ટ કલાસરૂમ કાર્યરત નહીં. અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ 2022-23 માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા નથી. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 6150 સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 420 સ્માર્ટ કલાસ રૂમ જ શરૂ થયા હતા.

મોદી ખુલ્લા પડ્યા
ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને ટેકનોલોજીથી વંચિત રાખવાની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિતિ ખુલ્લી પડી છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયા ફાળવણીના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. શિક્ષણમાં ક્રાંતિ ગણાવતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. તેમ ગુજરાત કોંગ્રેસના મનીષ દોશી માને છે. મોડેલ ગુજરાત શિક્ષણમાં સાવ નિષ્ફળ રહ્યું છે. ગતીશીલ-પ્રગતીશીલ અને વિકાસના દાવા કરતી ભાજપ સરકાર ત્રણ વર્ષમાં માત્ર 7 ટકા પ્રગતિ કરી શકી છે. ગુજરાત માટે અતિ શરમજનક છે.

દેશમાં આવી જ હાલત
કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પણ જમીની હકીકત ઘણી વિપરીત છે. સમગ્ર દેશમાં 82,120 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા છે. જેમાં માત્ર 18,783 કલાસરૂમ કાર્યરત થયા છે. એક સ્માર્ટ કલાસરૂમ માટે 2.40 લાખ અને રીકરીંગ ગ્રાન્ટ 0.38 લાખ. પાંચ વર્ષ માટે ફાળવણી કરવામાં આવે છે.

શાળા બંધ
રાજ્યની 38000 સરકારી શાળાઓમાંથી 25 ટકા શાળાઓ એટલે કે 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે બંધ કરી દેવામાં આવી છે. પ્રાથમિક શાળોઓમાં 38 હજાર વર્ગખંડોની ઘટ છે.

એક જ શિક્ષક
ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકો વર્ષોથી લેવામાં આવતા નથી. ગુજરાતમાં વર્ષ 2021-22 ની સ્થિતિ પ્રમાણે 1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ગામડાંઓમાં સ્થિતિ ખરાબ છે. 1657 માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે.14,652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે. શું આ રીતે ભણશે ગુજરાત ?

ઈન્ટર નેટ નથી
ડિજિટલ યુગ વચ્ચે ગુજરાતમાં વર્ષ 2021-22 નો એક રિપોર્ટ તાજેતરમાં જાહેર થયો હતો. ગુજરાતમાં 2018 સરકારી શાળામાં ઈન્ટરનેટની સુવિધા નથી. નેટ કન્ક્શન કપાઈ ગયું હોય એવી શાળાઓનો આમા સમાવેશ થયો નથી. એ પણ એટલી જ હોઈ શકે છે.

કોમ્પયુટર શરૂ ન થયા, ભંગારમાં વેચી દેવાયા
ગુજરાતમાં વર્ષ 2005-06 થી 2022-23 ના અરસામાં 7199 શાળાઓમાં કોમ્પ્યુટર લેબોરેટરી ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર દેશમાં 1.20 લાખ સ્કુલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી માટે મંજુરી અપાઈ હતી. હકીકતમાં અનેક શાળાઓમાં કોમ્પ્યુટરો ધૂળ ખાય છે. અનેક સ્કુલોમાં બોક્સ પેક ખોલાયા નહોતા. કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટથી ખરીદાયેલા નવા કોમ્પ્યુટરો થોડા સમય પહેલા ડીસકાર્ડ કરીને હરરાજીથી ગુજરાત સરકારની કંપની ગુજરાત ઈન્ફોમેટીક્સ લી (GIL) ના માધ્યમથી ભંગારના ભાવે વેંચી દેવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

1 જૂલાઈ 2022માં ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી આપી દેવામાં આવી છે. ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત 35,000 કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં ડિજીટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા તમામ મોરચે ડિજીટલ ગુજરાતનું નિર્માણ કર્યું છે. ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે હાલ રાજ્યના ‘સ્ટેટલેડ’ મોડલથી ભારત નેટ ફેઝ-2નું અમલીકરણ દેશના 9 રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં માનવ, ત્યાં સુવિધાના મંત્રને સાકાર કરવા માટે ગુજરાતે વિવિધ ડિજિટલ પ્રોજેક્ટ્સની પહેલ કરી છે. રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી સરકારી સેવાઓની ડિજીટલ પહોંચ અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી ડિજિટલ સેવા સેતુ વધારે કામ કરશે. 2020માં ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી વધવાથી ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમને વેગ હવે વેગ મળશે. હાલ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના 11 વિભાગોની 312 જેટલી સેવાઓ 14000થી વધુ ગ્રામપંચાયતો દ્વારા સુલભ કરવામાં આવી છે અને તેના દ્વારા 70 લાખથી વધુ નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આજે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોને ગામમાં જ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દેશ માટે દિશાદર્શક બની રહ્યો છે, જે ખૂબ જ ગર્વની બાબત છે.
તેઓ મોટી વાતો કરે છે પણ શાળાઓમાં નેટ કનેક્ટીવીટી અને કમ્પ્યુરની હાલત ખરાબ છે.

આ પણ વાંચો —-

છેતરપીંડી – ભાજપે અમદાવાદમાં 105 સ્માર્ટ સ્કૂલ બનાવી, ગુગલ જેવી નહીં

છેતરપીંડી – ભાજપે અમદાવાદમાં 105 સ્માર્ટ સ્કૂલ બનાવી, ગુગલ જેવી નહીં

શું છે શિક્ષણની સ્થિતી
શિક્ષણના નામે ભાજપના નેતાઓ મૂર્ખ બનાવે છે. ગુજરાતના નેતા અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી લોકોને હવે શિક્ષણના નામે મૂર્ખ બનાવવા લાગી પડ્યા છે.
અમદાવાદની 105 અનુપમ – સ્માર્ટ શાળા બનાવી હોવાનો દાવો કરે છે. પણ ગુગલની ઘાટલોડિયા જેવી જો નહીં જ
અમિત શાહે 4 સપ્ટેમ્બરે 4 સ્માર્ટ સ્કુલ ખુલ્લી મૂકી હતી. અગાઉ આવી 22 શાળાઓ બની હતી.
ગુજરાત સરકારે સ્માર્ટ સ્કુલ બનાવવાની ઝડપ વધારી દીધી હોવાનો દાવો ચૂંટણીમાં કરીને 2 મહિનામાં 63 શાળાઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ચૂટણીમાં સારા શિક્ષણનો મુદ્દો બનતાં 2 મહિનામાં અમદાવાદમાં વધુ 63 સ્માર્ટ શાળાઓ બનાવવાની જાહેરાત કરી હતી. 1 વર્ષમાં દોઢ લાખ બાળકો સ્માર્ટ શાળાઓમાં શિક્ષા લે અને 83 અનુપમ શાળાઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બનાવવા ચૂંટણી 2022ના સમયે જાહેરાત કરાઈ હતી.

અમદાવાદ શહેરની 4 અનુપમ – સ્માર્ટ શાળા અમદાવાદ મહાનગરપાલિકા અને નગર વિકાસ સમિતિ દ્વારા 9.54 કરોડ રૂપિયાના ખર્ચે ઘાટલોડિયા, થલતેજ, નારણપુરા અને નવા વાડજમાં બનાવવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારના 3200 બાળકો ભણવાના હતા.

શીલજ
શીલજની અનુપમ શાળામા 4 સ્માર્ટ ક્લાસ અને એક ગુગલ ફીચર કલાસ બનાવવામાં આવ્યા છે. ગુગલ સાથે ટાઈઅપ કરીને ગુગલ ફીચર ક્લાસમાં વિધાર્થીઓને ઓનલાઈન અભ્યાસ પણ કરાવવામાં આવે છે.

અમદાવાદમાં 53 શાળા
પાલડી, મેમનગર, સરસપુર, મણીનગર, શીલજમાં અગાઉ શાળા ખુલ્લી મુકાઈ હતી. માર્ચ 2022માં શાસનાધિકારી લબ્ધિર દેસાઈએ 12 સ્માર્ટ શાળાઓ શરૂ કરાવી હતી.  34 સ્માર્ટ શાળાઓ બને તે પ્રકારનું આયોજન અને હાથ ધર્યું છે. ઓગસ્ટ 2022 સુધમાં અમદાવાદ શહેરમાં 53 સ્માર્ટ સ્કુલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે.

ગુજરાતના છેવાડે અને રાજસ્થાનને અડીને બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાની શેરગઢ અનુપમ શાળામાં કુદરતના સાનિધ્યમાં અને સંપૂર્ણ સીસીટીવી કેમરાથી સજ્જ શાળામાં 452 બાળકો અભ્યાસ કરતા હોવાનું જાહેર કરાયું હતું.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ક્લાસ રૂમોમાં તેમણે પોતે વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.

ગુજરતાના શિક્ષણની નબળી બાજું —-
રાજયમાં 20 હજાર કરતા શિક્ષકોની ખાલી જગ્યા સરકાર ભરતી નથી.
40 ટકા બાળાઓ શાળાએ જતી નથી, 5 હજાર શાળા બંધ થતાં અભણ ગુજરાત બની રહ્યું છે.
પ્રાથમિક શિક્ષણ મળતું નથી પણ, ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીની મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી.
અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતીની સ્થાપનાને સો વર્ષ થયા પણ શાળાઓ ખરાબ.
25 ટકા શાળામાં પુરું પ્રાથમિક શિક્ષણ પણ નથી મળતું, 50 લાખ વિદ્યાર્થીઓ પર ફીનો બોજો નંખાય છે.
ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ હોય છે.
8,000 ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5,500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પાયાની સમસ્યાઓનું નિરાકરણ ન લાવી શકી.
શિક્ષણ સિવાયના 22 કામ શિક્ષકો કરે છે.
કેજરીવાલે શિક્ષણના અંદાજપત્ર 16 ટકાથી વધારી 26 ટકા કર્યું, ગુજરાતે ઘટાડી 7 ટકા કર્યું.
શિક્ષણ પાછળ ખર્ચનારા નાણાંમાં ગુજરાતનો ક્રમ 14મો, છત્તીગઢ પહેલા નંબરે છે.
ગુજરાતનું શિક્ષણ દેશમાં ત્રીજા નંબરે જાહેર કર્યું પણ જમીની વાસ્તવિકતા ખરાબ છે.
શિક્ષણ અધિકાર ન આપતી 21 શાળાઓને માલિકોને દંડ કરવો પડે છે.
પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના 60 ટકા શિક્ષકો જ નથી.
સારું શિક્ષણ ન હોવાથી, ગામડાંઓની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવી પડે છે.
ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કર્યું.
હિંદુ ગુરૂકુળોને શાળા તરીકે મંજૂરી અપાય છે, મદ્રેસાને નહીં.
મુસ્લિમ સમાજની 10 ટકા વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ છોડી દે છે.
મદ્રેસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવા માંગણી છે.
પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધતું ખાનગીકરણ 20 વર્ષમાં કરાયું.