રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન સુધીમાં પૂર્ણ કરાશે. રૂ. ૪૧૪ કરોડના ખર્ચ ૧૪૬૯૪ કામો છે.
ર૦ એપ્રિલથી તા. ર૯ એપ્રિલમાં ૩૩ જિલ્લાઓમાં ૮૮ કામો પૂરાં થયા છે અને ૪૬૭૩૧ શ્રમિકોને રોજગારી મળી છે.
૪ લાખ ૬૯ હજાર ૯૮૦ ઘનમીટર જળસંચય થાય એટલી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મનરેગામાં જે કામો શરૂ થયા છે તેમાં ૧ લાખ ૧૧ હજાર શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે.
સરકારી કામોના ૬૩૩ પ્રોજેકટમાં રપ,૧૭પ શ્રમિકોને રોજગારી મળે છે. આ ઉપરાંત મહાનગરોમાં ર૪૩ નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટ અન્વયે રર૦૭૭ શ્રમિકો સાઇટ પર જ રહેવા-જમવાની ઇન-સી-ટુ વ્યવસ્થાઓ સાથે રોજી મેળવી રહ્યા છે.
૧૪ર માર્કેટયાર્ડમાં ખાદ્યાન્ન અને અનાજ વેચાણ માટેની વ્યવસ્થાની વિગતોમાં કહ્યું કે, સમગ્રતયા ૧ર લાખ ૮૩ હજાર ૭૦૯ કવીન્ટલ અનાજ વેચાણ માટે ખેડૂતો દ્વારા આવ્યું છે.
આ અનાજ-ખેત ઉત્પાદનમાં ઘઉં પ,૪૩,૦૧૦ કવીન્ટલ, એરંડો ૩,૪૦,૬૭૧ અને રાયડો ૭૪૧૮૬ કવીન્ટલનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ગુરૂવારે સવારે ૪૬.૪૩ લાખ લિટર દૂધ વિતરણ થયું છે તથા ૧,ર૦,ર૬૩ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે.