Started earning wealth by imitating Gujarati comedians
ગુજરાતી કોમેડિયનની કોપી કરીને સંપતિ મેળવવની શરૂઆત કરી
અમદાવાદ, 18 મે 2024
યુટ્યુબ પર વિડિયો મૂકીને રૂ. 200 કરોડનો માલિક બનેલા બિહારના અરમાન ગુજરાતી કોમેડિ વિડિયો કોપી કરતાં પકડાયો અને તેને ચેનલ બંધ કરી દેવામાં આવી હતી. તેને પ્રેરણા આપનારા ગુજરાતી કોમેડિયો છે. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે વિડિયો હાસ્ય – કોમેડીના જોવાય છે. વસતી પ્રમાણે ગુજરાતમાં હાસ્યને લગતાં વિડિયો સૌથી વધારે જોવાય છે. તેમાં રીલ વધારે જોવામાં આવી રહી છે. ગુજરાતના અનેક યુટ્યુબર લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. નોકરી માટેનું નવો વ્યવસાય ખુલ્લો થયો છે.
અરમાન મલિક યુટ્યુબ ચેનલ દ્વારા રૂ. 200 કરોડની આસપાસ માલિક બની ગયો હોવાની જાહેરાત ગઈ કાલે થઈ છે. એક સમયે તે મિકેનિક રહેલાં અરમાન મલિક થોડા જ દિવસોમાં યુટ્યુબથી અમીર બની ગયા છે. મજૂરો સાથે મિકેનિકનું કામ કરતા હતા.
અભિનયમાં નિષ્ફળતા બાદ તેણે એક ચેનલ બનાવી. મનોરંજનના વીડિયો બનાવવાનું શરૂ કર્યું. પરંતુ ત્રણ વિડીયો કોપી કર્યા બાદ ચેનલ યુટ્યુબે હટાવી દીધી હતી. કારણ કે ગુજરાતના એક વ્યક્તિના ત્રણ વીડિયો તેણે કોપી કરીને મુક્યા હતા. માત્ર અઢી વર્ષમાં રૂ. 200 કરોડ કમાનારા મલીકે ગુજરાતના હાસ્ય કલાકારો પાસેથી શિખ મેળવી હતી. કોમેડીમાં આજે પણ ગુજરાતના યુટ્યુબર દેશમાં નામના ધરાવે છે.
યુટ્યુબર અરમાન મલિક અને તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકા સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. અઢી વર્ષ પહેલા તેની પાસે કંઈ નહોતું. 10 લક્ઝુરિયસ ફ્લેટ છે. સ્ટુડિયો, મ્યુઝિક સ્ટુડિયો, 6 એડિટર્સ, 2 ડ્રાઈવર, 4 PSU અને 9 નોકર છે. તે 8મા ધોરણમાં બે વાર નાપાસ થયા અને પછી ઘરેથી ભાગી ગયા હતા. ટિક-ટોક પર 8 લાખ ફોલોઅર્સ હતા. દર મહિને 2.5 લાખ રૂપિયા કમાતા હતા. તે સરકારે બંધ કરી દીધું હતું.
ગુજરાતી ટોપ યુટ્યૂબર
ગુજરાતી ભાષામાં ટોચની 10 યુટ્યુબ ચેનલો છે જે હાસ્ટ-રસ પીરસતી ચેનલો છે. 150 કરોડ દર્શકો થયા હોય એવી ચેનલ પણ કોમેડીની છે. સમાચાર યુટ્યુબ ચેનલો છે પણ તેઓ હડારો વિડિયો મૂકે ત્યારે થોડા ગ્રાહકો મળે છે. હાસ્ય પીરસતી ચેનલો લાખો રૂપિયા કમાઈ રહી છે. સૌથી વધારે ગ્રાહકો 3 કરોડ હોય એવી ગેમીંગની યુટ્યુબ ચેનલ છે.
ગુજરાતમાં સમાચાર, સાહિત્ય, ઈતિહાસની નહીં પણ કોમેડી યુટ્યુબ વધારે ચાલે છે.
ગુજરાતની ટોચની યુટ્યુબ ચેનલો
10 – ધ યાની – ધ્યાની જાની 8.63 લાખ સબસ્ક્રાઈબર
9 – કમીને ફ્રેન્ડઝઝ 8.83 લાખ સબસ્ક્રાઈબર
8 – ગુજ્જુભાઈ કોમેડી 10 લાખ સબસ્ક્રાઈબર
7 – અમદાવાદી મેન કુશલ મિસ્ત્રી 12.6 લાખ સબસ્ક્રાઈબર
6 – પાગલ ગુજ્જુ 2 પાયલ દેવમુરારી 14 લાખ સબસ્ક્રાઈબર
5 – એસબી હિન્દુસ્તાની 17 લાખ સબસ્ક્રાઈબર
4 – કોમેડિયન વિપુલ 20 લાખ સબસ્ક્રાઈબર
3 – ધવલ દોમડિયા 18.5 લાખ સબસ્ક્રાઈબર
2 – વન મિડિયા વિજુડી 26.4 લાખ સબસ્ક્રાઈબર
1 – ખજુરભાઈ 27.4 લાખ સબસ્ક્રાઈબર
ખજુરભાઈના નીતીન જાનીના 100 કરોડ વ્યૂ છે.
કોમેડિયન વિપુલના 125 કરોડ વ્યુ છે.
વન મીડિયા ઈન્ટ.ના વિઝુડીના 150 કરોડ વ્યૂ છે.
અમદાવાદી મેન કુશલ મિસ્ત્રી પાછળ જઈ રહી છે. 14-15 કરોડ વ્યૂ છે.
લાઈવ વિલેજ લાઈફ વીથ ઓમ એન્ડ ફેમીલી – 12 લાખ 60 લાખ વ્યૂ છે.
જોક તમારા સ્ટાઈલ અમારી 13 લાખ 55 કરોડ વ્યૂ છે.
કોમેરી ફેક્ટરી સૌથી જૂની છે 12 વર્ષથી ચાલે છે.
અંકિત કણસાગરા 8 લાખ સબક્રાઈબર અને 25 કરોડ વ્યૂ છે.
ધ્યાની જાનીના 30 કરોડ વ્યૂ છે.
ગુજ્જુભાઈના 35 કરોડ વ્યૂ છે.
ધવલ દોમડિયા એક નંબર પર હતા તેને પાછળ રાખીને ખજુરભાઈ આગળ નિકળી ગયા છે.
ઉપરાંત
ગુજરાતમાં ઘણા પ્રખ્યાત યુટ્યુબર્સ છે, પ્રત્યેકની પોતાની વિશિષ્ટતા અને પ્રેક્ષકો છે. સૌથી વધુ લોકપ્રિય છે તેમાંના કેટલાક
ગેમિંગ:
4. ટોટલ ગેમિંગ: આ અનામી ગેમર ફ્રી ફાયર અને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા જેવી મોબાઈલ ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, 3 કરોડ સબ્સ્ક્રાઈબર્સ છે, જે તેને ગુજરાતમાંથી સૌથી વધુ સબ્સ્ક્રાઈબ કરેલી YouTuber બનાવે છે.
જીવનશૈલી અને મુસાફરી:
5. રુહી મુખી 14 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે ફેશન, મુસાફરી અને જીવનશૈલી સામગ્રીનું પ્રદર્શન કરે છે.
6. શિવ જોશી મોડલ અને ફેશન 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે સંભાળ અને માવજત માટે ટિપ્સ આપે છે.
ખોરાક અને ભોજન:
7. ગુજ્જુ બેન ચેનલ 24 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે, ગુજરાતી ભોજન અને રસોઈના વિડિયો મૂકે છે.
શૈક્ષણિક:
8. યાની ટ્યુબ ચેનલ 18 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે, ઇતિહાસ અને વર્તમાન બાબતો પર ગુજરાતીમાં શૈક્ષણિક માહિતી આપે છે.
રીલ્સનો જમાનો
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ ખૂબ જ લોકપ્રિય છે. રીલ્સ બનાવનારાઓ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા પૈસા કમાઈ રહ્યા છે. જેઓ રીલ્સ બનાવે છે તેમના માટે નોકરીઓ ઊભી થઈ છે. ઈન્ડીડ અને લિંક્ડિન જેવા જોબ સર્ચ પરથી નોકરી મેળવી શકાય છે.
નોકરી
વિડિયો અને રીલ્સમાં અભિનય કરતા લોકો, વિડિયો એડિટર, રીલ્સ ડિરેક્ટર અને સોશિયલ મીડિયા મેનેજરની નોકરીઓ છે. રીલ સર્જકો દર મહિને સરેરાશ 27-28 હજાર રૂપિયા પગાર મળે છે. બિઝનેસ કે માર્કેટિંગ વગેરેને લગતા વિષયો પર આકર્ષક રીલ્સ બનાવવા માટે નવા વિચારો હોવા જજરૂરી છે. રીલ્સ હવે આઈડીયાની નોકરી બની ગઈ છે. સોશિયલ મીડિયાના ટ્રેન્ડની ખૂબ સારી સમજ હોવી જોઈએ. વિડિયો એડિટિંગ કુશળતા હોવી આવશ્યક છે. વાતો કહેવાની અને સ્ક્રિપ્ટ લખવાની સારી કુશળતા હોવી જોઈએ. સારી કોમ્યુનિકેશન સ્કીલ પણ હોવી જોઈએ.
ઈન્સ્ટાગ્રામ પર તમારા 10 હજાર ફોલોઅર્સ હોય એકાઉન્ટ મોનેટાઈઝ થઈ શકે છે. સ્પોન્સરશિપ પણ લઈ શકાય છે.