બીજા 15 દિવસ લોકડાઉન લંબાવવા મુખ્ય પ્રધાનો ઈચ્છે છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે રાજ્યોને પૂછ્યા વગર, કોઈ ચર્ચા કર્યા વગર કે વિશ્વાસમાં લીધા વગર તમામ રાજ્યોને તાળા બંધ કરી દીધા હતા. પણ હવે રાજ્યોની સરકારો એવું ઈચ્છે છે કે, લોકડાઉન હજું બીજા 15 દિવસ સુધી લંબાવવામાં આવે.

દેશના અનેક રાજ્ય લોડાઉન ૧૫મી એપ્રિલો સપર્ણ ઉઠાવી લેવાની અનિચ્છા કેન્દ્ર સમક્ષ વ્યક્ત કરી હોવાથી કે ન્દ્ર લોકડાઉનને એપ્રિલના અંત સુધી લંબાવવા વિચારણા કરી રહ્યું હોવાનું કહેવાય છે . મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ , ઉત્તર પ્રદેશ , આસામ , તેલંગણ , છત્તીસગઢ સહિતના અનેક રાજ્ય ૧૫મી એપ્રિલે લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નહિ હોવાનું મનાય છે . ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ખોલવાને બદલે તેને તબક્કાવાર ઉઠાવી લેવું જ યોગ્ય ગણાશે .

જોકે ગુજરાતના મુખ્ય પ્રધાને આ અંગે હજું સુધી ખોખારીને કહ્યું નથી કે, હિંમત બતાવી નથી. તેઓ પોતાની કેન્દ્ર સરકારને પૂછીને જ પાણી પીતા હોવાથી કેન્દ્ર જે અભિપ્રાય માંગશે તે અંગુઠાની છાપ આપી દેશે.

ઉત્તર પ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન સંપૂર્ણ ખોલવામાં કદાચ થોડો વધુ સમય લાગશે . રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓ હોય ત્યારે લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાથી . પરિસ્થિતિ વણસી શકે છે . ‘ તેલંગણના મુખ્ય પ્રધાન કે . ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લોંકડાઉન ૧૫મી એપ્રિલે એક્સાથે ઉઠાવી લેવાશે તો રાજ્યમાં દરદીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે . છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમાં લોકોને એક રાજયમાંથી બીજા રાજ્યમાં પ્રવેશવાની એકસાથે છૂટ મળી જશે તો પરિસ્થિતિ અનિયંત્રિત બની શકે છે . મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે નાણાંને બદલે લોકોના જાનને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ . લૉકડાઉન

રે | લાંબુ ચલાવી લેવાય , પરંતુ લોકો રોગચાળામાં મારવા લાગે તે ન ચાલે . આસામ સરકારે પણ જણાવ્યું હતું કે લૉડાઉન એકસાથે ઉઠાવી લેવાય તો રાજ્યમાં દરરોજ અંદાજે પચાસ હજાર લોકો આવે અને તેઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય . અમે તેથી આસામમાં પ્રવેશવા ઇચ્છનારાઓ માટે પરમિટ આપવાનું શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ અને તેના માટે વેબસાઇટ શરૂ કરીને વેબસાઇટ પરથી રાજ્યમાં પ્રવેશવાની પરમિટ આવવાનું વિચારીએ છીએ . મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ જણાવ્યું હતું કે રાજયમાં લોકડાઉન ઉઠાવવાનો અંતિમ નિર્ણય લોકો દ્વારા સરકારી આદેશના કરાતા પાલન પર આધારિત છે .