દાઢી રાખશો તો દંડ ફટકારવાનો ચૌધરીમાં વિચિત્ર આદેશ

05 – 5 – 2023

કેરીનો પાક મે અને જૂનમાં પાકે છે. પરંતુ એપ્રિલ મહિનો શરૂ થયો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે.

કેરીની મહારાણી ગણાતી કેસર કેરીમાં કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે પાક પર અસર થઇ હતી. કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.

હાલ ૨૫થી ૩૦ હજાર બોક્ષની આવક હોય છે તેની સામે ૪થી ૫ હજાર બોક્ષની આવક થઇ છે. સીઝન લાંબી ચાલશે હાલ ૧૦ કિલોના ૫૦૦થી ૧૧૦૦ રૂપિયા છે.
10 કિલો કેરીનો ભાવ ૪૦૦થી ૮૦૦ રુપિયે પણ થઇ શકે છે. કેરીમાં ખુબ નુકશાન છે. આવા ભાવ રહેશે તો વાંધો નહિ બાકી કેરીમાં ચાલુ સાલે નુકશાન થયું છે.

રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એર સરક્યુલેશન થવાને કારણે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાઇ રહી છે. આ માવઠાની અસરથી કેરીના ખેડૂતોને ચિંતા છે કે તેમનો પાક સારો રહેશે કે નહીં.

કેરીની નિકાસ
બાગાયત નિયામક કહે છે,APEDA દ્વારા જૂનાગઢ ચાલુ વર્ષે 400 ખેડૂતો વિદેશમાં કેરી મોકલશે.
2022માં જૂનાગઢ અને ગીરથી 75 મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. ગુજરાતમાંથી 449 મેટ્રિક ટન કેરીની નિકાસ થઈ હતી. 1600 ખેડૂતોએ નિકાસનીનોંધણી કરી હતી.

કિલોનું જામફળ
અમરેલી જિલ્લાનાસાવરકુંડલા તાલુકાના ભોકરવા ગામના 45 વર્ષના બાબાભાઈ મોરીએ આંબાની નર્સરીમાં 60,000 કલમ તૈયાર કરી છે. આ વર્ષે અને ગત વર્ષે 18 લાખ રૂપિયાની કલમોનું વેચાણ પણ કરવામાં આવ્યું હતુ. ત્રણ વીઘામાં ગુલાબી જામફળ તરીકે ઓળખાય છે. એક જામફળનું વજન એક કિલોથી વધારે છે. ખેત પાસેથી પસાર થતા લોકોપાસે મૂલ્ય લેવામાં આવતું નથી.

નકલી જ્યુસ
કેરીનો રસ કિલોના રૂ.10 થી રૂ.50 સુધીમાં વેચાઈ રહ્યો છે. વ્યક્તિને એક દિવસમાં 20 થી 30 ગ્રામ સર્કરા જોઈએ. બજારમાં મળતા જ્યુસમાં મોટી માત્રામાં ફૂડ કલર અને ખાંડ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેમિકલ મળી આવ્યું છે. કેરીને મીઠી બનાવવા માટે ઘણાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.

EVના વેચાણમાં 23 ટકા વધારો
EVનું વેચાણ ટોપ ગીયરમાં જોવા મળી રહ્યું છે. પાછલા બે મહિનામાં EVના વેચાણમાં 23 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. ટુ વ્હીલર્સ પર 20 હજાર અને ફોર વ્હીલર્સ પર દોઢ લાખની સબસીડી જાહેર કરી હતી. મોંઘવારીમાં અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના લીધે લોકોએ પણ હવે EVનો વિકલ્પ અપનાવી લીધો છે. મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા શહેરોની વાત કરવામાં આવે તો EVનું વેચાણ 14%એ પહોંચ્યું છે. ફોર વ્હીલર્સમાં હવે ચીપની શોર્ટેજ ઓછી થતાં ડિમાન્ડ વધી છે. એટલું જ નહીં, EVના નવા પ્રોજેક્ટ પણ ગુજરાતમાં આવી રહ્યાં છે. બેટરી સ્વેપિંગ સેન્ટરના 6 હજાર પોઈન્ટ શરુ કરી રહી છે. જૂની બેટરી મૂકી નવી ચાર્જડ બેટરી લઈ જવાય તેવી વ્યવસ્થા કરી રહી છે. આ ઉપરાંત પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો પર ઈવીના ચાર્જિંગ સ્ટેશન પણ સરકાર શરુ કરી રહી છે.

120 લોકોને વિનામૂલ્યે ભોજન
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગણેશગઢ ગામમાં સમર્પણ ભોજનાલય 82 વર્ષના મનુભાઈ ક્યાડા ચલાવે છે. 4 વર્ષ પહેલાં 4 વ્યક્તિથી શરૂ કરી હતી. આજે 120 વૃદ્ધને નિઃશુલ્ક ઘરે ભોજન પહોચાડે છે. ઈલેટ્રોનિક રીક્ષા ગણેશગઢ, ગાધકડા, પીઠવડી, કલ્યાણપુર, ગામમાં રહેતા વૃદ્ધને 2 ટાઈમ બપોરે અને સાંજે મફત ભોજન આપવામાં આવે છે. વૃદ્ધ વ્યક્તિને શહેરનું વાતાવરણ ફાવતુ નથી. ગામડામાં રહેવાનું પસંદ કરે છે.

ચીકુના બિસ્કિટ
નવસારી કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ ચીકુમાંથી બિસ્કીટ બનાવ્યા છે. નવસારી જિલ્લો નો મુખ્ય પાક જે ચીકુ છે. કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. ઝીણાભાઈ પટેલની પ્રેરણાથી ડાયરેક્ટર એવા ડો.અલ્હાવદની ટીમે બિસ્કિટ બનાવ્યા છે. PHT (પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગે) દોઢ વર્ષ સુંધી સંશોધન કર્યુ હતું. NAHEP પ્રોજેક્ટ હેઠળ વર્લ્ડ બેન્ક દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. ઘઉંનો અને થોડોક મેંદાનો લોટ લઈ જેમાં વનસ્પતી ઘી, ચીકુ પાવડર મિક્સ કરી ઓવનમાં મૂકી બિસ્કીટ તૈયાર કરવામાં આવે છે. ચીકુની બિસ્કીટની કિંમત 200 ગ્રામ નાં 50 રૂપિયા અને કિલોના 230 રૂપિયા છે.

દાઢી રાખનારને ચૌધરી જ્ઞાતિનો દંડ
રાજસ્થાનને અડીને આવેલોબનાસકાંઠામાં અનેક ગેર માન્યતાઓ છે. શિકારપુરા ધામના ગાદીપતિ દયારામજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે. યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઈએ નહીં. જે યુવાનો દાઢી રાખીને ફરે છે તે ન રાખવા માટે પણ ફરમાન જારી કરવામાં આવ્યું છે. દાઢી રાખનારને 51 હજારનો દંડ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના ઘાનેરા તાલુકાના 54 ગામના ત્રીસી, ચોવીસી આંજણા સમાજે 22 નિયમો સુધારા કર્યા છે. નિયમો ભંગમાં 1 લાખ જેટલો દંડ થશે. જન્મદિવસ હોટલમાં મનાવવા પર પણ પ્રતિબંધ

લગ્નમાં સુધારા
લગ્નમાં ફટાકડા મર્યાદામાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ , લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, દીકરીને પેટી ભરવામાં 51000 રૂપિયાથી વધુ નહીં આપવા જણાવ્યું હતું, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડૂતી માણસો ન લેવાનો નિયમ બનાવ્યો છે. મરણમાં દંડ – મરણ પ્રસંગમાં વ્યસન કરે તો 1 લાખ દંડ કરવાની કરવાની જોગવાઈ કરાઈ છે. જોકે, કોઈ પણ સમયે દારૂ પિવો ન જોઈએ એવો સુધારો કર્યો નથી.

4 જાતના તળબુચ
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના ખેડૂત વિજેશભાઇ શનુભાઈ પટેલ પાળ ચઢાવી તેમાં મલચિંગ કરી તરબૂચના વેલા ઉગાડી તેમાં ડ્રિપ ઇરીગેશન થકી ખાતર અને અન્ય પ્રવાહી આપે છે. 60-70 દિવસ બાદ ઉત્પાદન શરૂ થયું છે. કિરણ, વિશાલા, જન્નત, આરોહી જાતના તરબૂચ ઉગાડેલા છે. કિરણ જાતના તરબૂચ ઉપરથી લીલું અને અંદરથી લાલ, વિશાલા જાતિના તડબુચ ઉપરથી પીળું અંદરથી લાલ, જન્નત તરબૂચ ઉપરથી ધોળું અંદરથી લાલ અને આરોહી ઉપરથી લીલું અંદરથી પીળું નીકળે છે.

ઘઉંની માંગ વધી
માવઠાને લીધે ઘઉંના ભાવમાં 40 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ક્વોલિટીના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 900 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘઉંની સિઝનને પગલે ખરીદી કરાતી હોય છે. દાઉદખાની ઘઉંની કિંમતમાં 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. 100 કિલોગ્રામ ઘઉંનોનો ભાવ 6800 રૂપિયા જેટલો છે. જે ગત વર્ષ કરતાં 40 ટકા વધુ નોંઘાયો છે. બીજી બાજુ, શિહોરી ટૂકડીનો ક્વિન્ટલ દીઠ ભાવ 4500 છે, જે ગત વર્ષે 3900 રૂપિયા જેટલો હતો. રજવાડી બંસીનો ભાવ 4300 છે, જે ગત વર્ષે 3800 રૂપિયા જેટલો હતો. લોકવનનો ભાવ 3500 છે, જે ગત વર્ષે 2900 રૂપિયા હતો. આમ, ઘઉંની વિવિધ ક્વોલિટીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પર અસર પડી છે. નબળી ગુણવત્તા છતાં ભાવમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીના ઘઉંની આવક ઓછી થઇ રહી છે. જેની સામે માંગ વધુ હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ઘઉંની કિંમતમાં હજુ પણ વધારો થાય તેમ છે.

ખેડૂતોને પ્રથમ વખત ઘઉંના ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં 20 કિલોના 500થી 600 સુધીના ભાવ મળી રહ્યા છે. લોટના ભાવમાં કિલોગ્રામ દીઢ 15થી 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.