ગુજરાતના 10 લાખ પરિવારોને LPG ગેસનો ભાવ વધારીને સબસિડિ ઘટાડી દીધા

ગાંધીનગર, 12 જૂલાઈ 2021
ગુજરાતના 10 લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોના ગેસ સિલિંડરોના ભાવ વધારી દેવાયા છે. ભાવ વધારીને સબસિડિ ઘટાડી દેવામાં આવી છે.
ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ.40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ 2021-22 ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર રૂ.12,995 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રૂ.27,920 કરોડનો સીધો બોજો લોકો ઉપર નાંખવામાં આવ્યો. આ સબસીડી ઉપર કાપ મૂક્યો છે.
વર્ષ 2020માં જાન્યુઆરીમાં એક સિલિન્ડરની 176.43 સબસીડી છે. તે વર્ષ 2021માં 21.43 રૂપિયા સબસીડી કરી દેવામાં આવશે. મોટા ભાગના પરિવારોને આ ગેસ સબસીડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે.

સીલીંડરની કિંમત
30 નવેમ્બર – 2020માં કિંમત 594
01 ડીસેમ્બર – 2020માં કિંમત 644
01 જાન્યુઆરી – 2021માં કિંમત 694
04 ફેબ્રુઆરી – 2021માં કિંમત 719
25 ફેબ્રુઆરી – 2021માં કિંમત 794
01 માર્ચ – 2021માં કિંમત 819
01 જુન – 2021માં કિંમત 834