Tag: અમદાવાદ
દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!
દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮...
ડાબર ઇન્ડિયા, ધૂળમાં પડેલો હીરો : ટૂંકા ગાળામાં પણ નફો અપાવી શકે
અમદાવાદ, રવિવાર
ડાબર ઇન્ડિયાના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. શહેરી વિસ્તારોની સીમાઓ વટાવીને ગ્રામીણ વિસ્તારમાં પણ તેના ઉત્પાદનોની ડિમાન્ડ વધી રહી છે. હેલ્થ પ્રોડક્ટ્સ વેચતી આ કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામો આ હકીકતની ચાડી ખાય છે. જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનું કુલ વેચાણ નવ ટકા વધીને રૂા.2273.29 કરોડ થયું હતું. જૂન 2019માં પૂ...
સંતાનોના ભાવિનું આયોજન આજથી જ કરી શકાય
અમદાવાદ,તા:20
પોતાનું બાળક ભણીગણીને સરસ આવક કરતું થાય અને સરસ રીતે સેટલ થાય તે દરેક માતાપિતાની આંતરિક ઇચ્છા હોય છે. પોતાનું આ સપનું સાકાર કરવા માટે માતા પિતા મહત્તમ ભોગ આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ તેને માટે અત્યંત ચોકસાઈ પૂર્વક અમલમાં મૂકેલું નાણાંકીય આયોજન જરૂરી છે. તેમ કરીને જ તમારા સંતાનના શિક્ષણ માટેના કે પછી અન્ય ખર્ચાઓનું આયોજન કરી શકાશે. બ...
હાયર એજ્યુકેશન વિભાગે જાહેર કરેલા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની યુનિવર્...
તા.20મી ઓક્ટોબર, અમદાવાદ
રાજયની તમામ યુનિવર્સિટીઓમાં શિક્ષણ, પરીક્ષા, પરિણામ અને વેકેશનની એકસૂત્રતા જળવાઇ રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ માસમાં વાર્ષિક એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.દરેક યુનિવર્સિટીઓને આ વાર્ષિક કેલેન્ડર પ્રમાણે જ વર્ષ દરમિયાન કાર્યવાહી કરવા પણ અદેશ કર્યો હતો. શિક્ષણ વિભાગે કરેલા આદેશની વાસ્તવિક સ્થિતિ એવી છે ક...
મ્યુનિસિપલ કમિશનરની સત્તા પર કાપ મુકાતા જાહેર હિતની અરજી
અમપામાં હાલ ડેપ્યુટી કમિશનરની કુલ બાર જગ્યા છે.આ પૈકી આઠ જગ્યાઓ ભરાઈ છે.આઠ પૈકી સાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.રાજય સરકારે ૨૩ મે-૨૦૧૮થી ઠરાવ કરી તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનરની નિમણૂંક કરવાની સત્તા જે અગાઉ મ્યુનિસિપલ કમિશનર હસ્તક હતી તે છીનવી લીધી હોઈ આ નિર્ણય સામે પુર્વ વિપક્ષનેતા બદરૂદીન શેખ દ્વા...
સામાન મેળવીને રૂ. 1.03 લાખની ચૂકવણી નહીં કરી ડિલિવરી બોય સાથે ઠગાઇ
અમદાવાદ, તા. 19.
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા મહિલાના નામે આવેલ સામાનને પહોંચાડવા માટે ગયેલા ડિલિવરી બોય પાસેથી સામાન લઈને તેના પૈસા નહીં ચૂકવીને ઠગાઇ કરીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા અને ઈ-કાર્ટ કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતાં જનાર્દનભાઈ વ...
મિત્રને મળવા ગયા અને સ્કૂટરની ડિકીમાં રાખેલા રૂ. 10 લાખ ચોરાયાં
અમદાવાદ, તા.19.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રને મળવા ગયેલા વેપારીના સ્કૂટરની ડિકી ખોલીને તેમાં રહેલા રૂ. 10 લાખની રોકડ રકમ કોઈ ચોરી ગયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન પાસે આવેલ ઉદય ફ્લેટમાં રહેતા સંજયભાઈ કિશનલાલ મહિપાલ (ઉ.42) વેપાર કરે છે. સંજયભાઈ ગુરુવારે સ...
શહેરનું વસ્ત્રાપુર તળાવ ભરવામાં પ્રજાની પરસેવાની કમાણી, અમુલ્ય પાણીનો ...
અમદાવાદ,તા.19
કેન્દ્રીય ગૃહમંત્રીની સુચનાને પગલે મુખ્યમંત્રી રુપાણીએ મ્યુનિ.કમિશ્નરને શહેરના તળાવો ભરવાની કામગીરીના આદેશ કર્યા હતા. જેથી ચોમાસાની સિઝન દરમિયાન અમપા દ્વારા શહેરના તળાવો ભરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ અભિયાન અંતર્ગત નવા પશ્ચિમઝોન, પશ્ચિમઝોન તેમજ દક્ષિણઝોનના તળાવો ભરવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર, ચંડોળા તળાવમાં નર્મદા ની...
ડાયમંડ પેંડલ અને સોનાની બુટ્ટી સાથેનું રૂ. 7.14 લાખની મત્તાના પાકીટની ...
અમદાવાદ, તા. 19.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એક ડાયમંડ જ્વેલરીના શો રૂમના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી જ તેના સેલ્સમેનના હાથમાંથી રિયલ ડાયમંડના સોના જડિત બે પેંડલ અને સોનાની બુટ્ટીઓ સહિત રૂ. 7.14 લાખની મત્તા સાથેનું પાકીટ બે ગઠિયા ઉઠાવી ગયા હતા. બકરી પોળમાં રહેતા ધર્મેશભાઈ સોની નવરંગપુરા વિસ્તારમાં સ્વતિક ચાર રસ્તા પાસે હોટલ પ્રેસિડેંટની બાજુમાં...
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીના જામીન ફગાવ...
અમદાવાદ, તા. 19 શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરણીતાને પ્રેમજાળમાં ફસાવી તેણીને ગભર્વતી બનાવી માતા બનાવી દેવામાં કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ શ્રીરામ ગર્ગની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ વી .જે . કલોતરાએ આકરા વલણ સાથે ફગાવી દિધી હતી. સેશન્સ કોર્ટે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે રેહાન રામનરેશ ગર્ગની જમીન અરજી ફગાવી દેતાં ચુકાદામાં નોંધ્યું...
રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી
અમદાવાદ, તા.૧૯
રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રા...
એકે સિંઘને કેન્દ્રમાં મૂકાતા હવે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ?
અમદાવાદ, તા. 19
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગુજરાત કેડરના 1985 બેન્ચના ડીજી રેન્કના આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંઘ (એ.કે. સિંઘ)ની કેન્દ્રમાં દિલ્હી ખાતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) ના ડાયરેકટર જનરલ (ડીજી) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર કોણ બનશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં તેમાં અજય તોમર, ...
માનસિક અસ્થિર વૃદ્ધે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને દોડાવી
અમદાવાદ, તા.18
શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલું અંતરિક્ષ બિલ્ડીંગ નમી પડ્યું છે તેવો સંદેશો મળતા ફાયરબ્રિગેડની ટીમો અને પોલીસ હાંફળી ફાંફળી થઈને સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, ઘટનાસ્થળે પહોંચેલી તમામ ટીમોએ અંતરિક્ષ બિલ્ડીંગને જોયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી બિલ્ડીંગ નમી પડ્યું હોવાની જાણ કરનારા શખ્સ માનસિક અસ્થિર હો...
અમદાવાદ ટોરેન્ટ પાવરને ૧૮.૫૦ લાખની પેનલ્ટીની વસુલાત નહીં
અમદાવાદ,તા.૧૮
શહેરના ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને અલગ-અલગ કારણોસર અમપા ઈજનેર વિભાગ દ્વારા રૂપિયા ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છે.આમ છતાં આ પેનલ્ટીની આજ દિન સુધી વસુલાત કરાઈ નથી. આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે કહ્યુ,સનસુર્યા એપાર્ટમેન્ટ,આલફાવન મોલ પાસે ટોરેન્ટ પાવર દ્વારા કેબલ નાંખવા રોડ ખોદી નાંખવામા આવતા સ્થાયી સમિતિએ ૩ મે-૨૦૧૮ના રો...
રૂપિયા 22.50 કરોડનું ખાણદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે તહોમતનામું
અમદાવાદ, તા. 18 મહેસાણાના બહૂચર્ચિત દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડના કેસમાં પાંચ વર્ષના ગાળા બાદ વિપુલ ચૌધરી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.ચૌધરી સહિત છ આરોપીઓ વિરૂદ્ધ મહેસાણા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.આ તહોમતનામું ફરમાવાતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે મળતી વિગતો અનુસાર સાગરદ...

English