Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

અમદાવાદ, તા.૧૯ રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ડેરી અને નોન ડેરી પ્રોડક્ટ્સ પર વેજ-નોનવેજ જેવા સિમ્બોલ મૂકવાની સિસ્ટમ...

અમદાવાદ,શનિવાર ઘી, માવો અને દૂધ જેવા ડેરી ઉત્પાદનોના ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ તૈયાર કરીને ખોટી નકલ કરીને અસલી કરતાંય ઊંચા ભાવે બજારમાં મૂકીને ગ્રાહકોના ખિસ્સા ખંખેરવા ઉપરાંત તેમની સાથે કરવામાં આવતી છેતરપિંડીને અટકાવવા માટે ડેરી પ્રોડક્ટ અને નોન ડેરી પ્રોડક્ટ્સના અલગ સિમ્બોલ તૈયાર કરવામાં આવશે તેમ જ તેમના અલગ અલગ કલર કોડ પણ નક્કી કરવામાં આવશે. આગામી...

ડીફેકટ લાયબલિટીવાળા શહેરમાં કેટલા કીલોમીટરના રોડ છે તેનાથી સ્થાયી સમિત...

અમદાવાદ,તા.૧૮ અમદાવાદ શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે મેયરે કરેલા નિવેદનથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી શકે છે.સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટે આજે કહ્યુ,શહેરમાં હાલ રોજ ૧૫ ટન ડામરની મદદથી રોડ રીસરફેસની કામગીરી કરાઈ રહી છે.સાથે જ તેમને પુછવામાં આવ્યુ કે,શહેરમાં જે રોડ તુટેલા છે એ પૈકી ડીફેકટ લાયબલિટીવાળા રોડ કેટલા ...

રિલાયન્સના પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી, રિલાયન્સનું માર્કેટ કેપ ન...

અમદાવાદ,તા:૧૮ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. હેવીવેઇટ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના ટેકાએ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 246.32 પોઇન્ટ વધીને 39,298.38ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 75.50 પોઇન્ટ વધીને 11,661.90ના મથાળે બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઇઇક્વિટીમાં રોકાણપ્રવાહ અને કેટલીક અગ્રણી...

ધવલ જાની સામે કડક કાર્યવાહીના બદલે ભ્રષ્ટ પ્રક્રિયાથી સરકારે બઢતી આપી

અમદાવાદ, તા. 18 વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર અને આ બેઠકના ચૂંટણી અધિકારીએ કાવતરાથી ભારત સરકારના ચૂંટણી પંચનો ગુનો કર્યો છે અને લોકપ્રતિનિધિત્વ ધારાના અમલમાં ભ્રષ્ટ પ્રક્રિયા કરી હોવાનું નીરિક્ષણ ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. અને હવે આ કેસની સુનાવણી આગાની 15મી નવેમ્બર મુકરર કરવામાં આવી છે. કોર્ટે...

મીઠી બરફીનો ઝેરી વેપાર

અમદાવાદ,શુક્રવાર ગુજરાતની અને દેશની જનતાના આરોગ્ય સાથે ચેડાં કરીને મીઠી બરફીનો ઝેરી વેપાર હજીય ચાલુ જ છે. પરિણામે આજે બજારમાં પ્લાસ્ટિકની બેગમાં કોઈપણ જાતની વિગતો છાપ્યા વિના મીઠી બરફીનો સપ્લાય ચાલુ જ છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કચેરીના અધિકારીઓની ખાનગી મંજૂરીથી આ વેપાર ચાલી રહ્યો છે. ઉત્પાદકોની અને અધિકારીઓની દિવાળી સચવાઈ જાય તે માટે આ વેપાર કરનાર...

ફટાકડાની દુકાનોમાં આગહાની ટાળવા ચાલુ વર્ષની દિવાળીમાં ફાયર બિગ્રેડ કડક...

અમદાવાદ, તા.18 દિવાળી દરમિયાન ફટાકડાની દુકાનોમાં બનતી આગની ઘટના ટાળવા આ વર્ષે ફાયર બ્રિગેડ કડક હાથે કાર્યવાહી કરવાના મૂડમાં છે. જેથી ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનારનું ફટાકડાના દુકાનદારોના લાયસન્સ રદ્દ કરવા ઉપરાંત નાણાંકીય દંડ પણ ફટકારવામાં આવશે એમ ફાયર સત્તાવાળા દ્વારા જાણવા મળ્યું છે. ફાયરકર્મીઓની રજાઓ રદ ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્ર...

ઈન્સ્યોરન્સ પોલિસીના નામે વધુ એક વ્યક્તિ સાથે 10.20 લાખની છેતરપિંડી

અમદાવાદ, તા. 18 ઈન્સ્યોરન્સ પોલિસીના નામે લોકોની સાથે છેતરપિંડી કરતી ગેંગનો વધુ એક યુવક ભોગ બન્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાઈ છે. જેમાં આ ગેંગે બોડકદેવના યુવક સાથે રૂ. 10.20 લાખની ઠગાઇ અંગે છેતરપિંડી કરવા અંગે એક યુવતી સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધવાઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોડકદેવના સીમંધર ટાવરમાં રહેતા માર્કંડેય ...

દિવાળીના તહેવાર અગાઉ શહેરમાં મીઠાઈ-ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ

દિવાળીના તહેવારો નજીક આવતા અમપાના હેલ્થ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવીને મીઠો માવો,વરખવાળી કાજુકતરી સહીતના નમુના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે. બે દિવસમાં કુલ ૩૩ એકમોને નોટીસ ફટકારીને ૧૬૦ કીલોગ્રામ જથ્થાનો નાશ કરાયો છે. કુલ મળીને રૂપિયા ૪૪,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો છે. આ અંગે મળતી માહીતી અનુસાર, શહેરમાં આગામી...

કંસારી આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કચેરીમાં જ ગળે ફાંસો ખ...

ડીસા, તા.૧૭ ડીસા તાલુકાના કંસારી ગામ ખાતે આવેલ પી.એચ.સી. સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે બુધવારે ફરજ દરમિયાન કચેરીનાં રૂમમાં પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ કર્મચારી માનસિક તકલીફની દવા ચાલુ હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. અમદાવાદના વતની તથા ડીસા ખાતે રહેતા દિપકકુમા...

જીટીયુએ દિવાળીના વેકેશનમાં પરીક્ષા ગોઠવતાં વિવાદ, હવે એક સપ્તાહ પરીક્ષ...

અમદાવાદ,17 ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે દિવાળીના વેકેશનમાં પણ ડિપ્લોમા ઈજનેરી અને ડિગ્રી ઈજનેરીની પરીક્ષા લેવી પડે તે પ્રકારે કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકાર દ્વારા પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવતાં આજે યુનિવર્સિટી દ્વાર...

સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને સીલ કરીને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરાતી હતી...

અમદાવાદ, તા. 17. શહેરના ચાણક્યપુરી વિસ્તારમાંથી સબસિડીવાળા ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ફરીથી સીલ મારીને ગ્રાહકોને આપીને છેતરપિંડી કરવાનું કૌભાંડ પકડાયું છે. સોલા પોલીસ દ્વારા આ કૌભાંડને પકડીને ચાર આરોપીની ધરપકડ કરીને હરસિદ્ધિ ગેસ એજન્સીના માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ચાર આરોપી સાથે નવ ખાલી, 55 ભરેલા સહિત 65 ગેસ સિલિન્ડર,...

ટોરેન્ટ,રીલાયન્સ જીઓ,ટાટા જેવી કંપનીઓએ પચાસ કીલોમીટરના રસ્તાઓ ખોદી નાં...

અમદાવાદ,તા.૧૭ અમદાવાદમાં જયાં મેયરે દિવાળીના પર્વ પહેલા તમામ તુટેલા રસ્તાઓ રીસરફેસ કરવા તંત્રને કડક આદેશ આપ્યા છે.ત્યાં ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે,અમદાવાદમાં વિવિધ કંપનીઓને અલગ-અલગ હેતુ માટે રોડ ઓપનીંગની પરમીશન ચોમાસાના ચાર મહીના બાદ કરતા તમામ સમયે આપવામા આવે છે.ટૂંકમાં આ કંપનીઓને અમદાવાદના સાત ઝોનના કોઈપણ વિસ્તાર,મહોલ્લા કે સોસાયટી અથવા ...

અમદાવાદની 17 વર્ષીય યુવતીની દેશના સૌથી મોટા ફેશન હંટ કમ રીયાલીટી શોમાં...

અમદાવાદ, તા.17 21 ઓકટોબરથી એમટીવી અને એમટીવા બીટ્સ ચેનલ પર પ્રસારીત થવા જઈ રહેલ દેશના સૌથી મોટો ફેશન હંટ કમ રીયાલીટી શો મીસ્ટર એન્ડ મીસ 7 સ્ટેટસ માટે અમદાવાદ શહેરની 17 વર્ષની સૃષ્ટી કુંદનાનીની પસંદગી થઈ છે. સૃષ્ટીની સાથે સાથે બીજા 7 રાજયોમાંથી પણ ઘણા કંટેસ્ટન્ટ્સ આ શોમાં ભાગ લેશે. સૃષ્ટી કુંદનાની ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં અ...

સતત પાંચમા દિવસે શેરોમાં તેજી, બેન્ક શેરોમાં તેજી, યસ બેન્ક અને તાતા મ...

અમદાવાદ.તા:૧૭ સતત પાંચમા દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ભારતીય કંપનીઓ યુકે બજારમાંથી નોંધપાત્ર કમાણી કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેકઝિટ અંગે સહમતી સધાતાં શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ પણ 39,000ની સપાટીને પાર થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 11,600ની નજીક પહોંચ્યો હતો. આમ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 453.07 પોઇન્ટ ઊછળી...