Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

મંદિરો તોડવા સામે અમપા સામે બજરંગદળ આકરા પાણીએ

અમદાવાદ,તા.૧૪ શહેરના સુભાષબ્રિજ પાસે રસ્તા માટે ત્રણ દિવસ રાતના બે વાગે અમપા દ્વારા તોડી પાડવામાં આવેલા મંદિર મામલે બજરંદળ હવે આકરા પાણીએ છે.અમપાના મેયર બિજલ પટેલને આપવામાં આવેલા લેખિત આવેદનપત્રમાં મંદિર તોડવા મામલે ઉગ્ર પ્રતિક્રીયા સાથે મેયરને કહેવાયુ,મંદિરો વિકાસના નામે તોડાય છે તો રસ્તા પરની કબરો તંત્રના અધિકારીઓને કેમ દેખાતી નથી.જા હવે પછી પણ ...

૧૨૩૬ એકમોની તપાસ કરાઈ પણ અમપાના સંકુલો કે મેટ્રોના સ્થળોએ બ્રિડીંગ મળવ...

અમદાવાદ,તા.૧૪ અમપા હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ચાલતી મોસ્કીટો બ્રિડીંગની સામેની કાર્યવાહીમાં સોમવારે ફરી એક નાટક ભજવાયુ.અમપાના સંકુલોમાં મચ્છરોના પોરા મળવા છતાં કોઈ દંડનીય કાર્યવાહી કરાઈ નથી.કુલ મળીને શહેરમાં ૧૨૩૬ એકમો જેમાં મોલ,મલ્ટીપ્લેકસ, અમપાના પ્રિમાઈસીસ અને ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે તેમાં તપાસ કરી ૧૮૪ એકમોને નોટિસ આપી ૪૦ એકમો ...

ડીએચએફએલ 36,000 કરોડની લોનબુક વેચશે, જેથી શેરમાં પાંચ ટકાનો ઉછાળો

અમદાવાદ,તા:14 સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમા બેતરફી વધઘટે તેજી થઈ હતી. ભારે ઉતારચઢાવને અંતે શેરોમાં તેજી થઈ હતી. પ્રારંભમાં શેરોમાં વેચવાલી થયા પછી નીચા મથાળેથી નવી લેવાલી થતાં શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થતામાં સેન્સેક્સ અને નિફ્ટી દબાયા હતા. આમ સેન્સેક્સ 87 પોઇન્ટ વધીને 38,214.47ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ...

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ : ૧૨ દિવસમાં ડેન્ગ્યુના ૩૬૦ કેસ નો...

અમદાવાદ, તા.૧૪ શહેરમાં આ વર્ષે ૩૪ ઈંચ વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. શહેરમાં સપ્ટેમ્બર મહીનામાં એડીસ ઈજીપ્તી મચ્છરના કારણે ડેન્ગ્યુના કુલ ૫૨૨ કેસ નોંધાયા હતા. જેની તુલનામાં ઓકટોબર મહીનાના ૧૨ દિવસમાં ૩૬૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરના ૨૧ પોકેટોમાં પાણી કલોર...

ગુજરાતમાં મતદારો ઉદાસિન: ઇવીપીમાં માત્ર 59 લાખ મતદારોનું વેરીફિકેશન

ગાંધીનગર,તા.14 ભારતીય ચૂંટણી પંચના નવા મતદાતા વેરીફિકેશન કાર્યક્રમ (ઇવીપી)માં વેરીફિકેશન કરવાની માત્રા ગુજરાતમાં ખૂબ ઓછી હોવાથી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતથી નારાજ છે. મહત્વની બાબત એવી છે કે અત્યાર સુધીમાં જે વેરીફિકેશન થયું છે તેમાં આદિવાસી વિસ્તાર અગ્રેસર છે, જ્યારે અમદાવાદ જેવા મોટા શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચને નિરાશા પ્રાપ્ત થઇ છે. ઈવી...

નોંધારા બાળકને આ ઘોડીયામાં મુકો!

સમાજજીવનની કડવી સચ્ચાઈ દર્શાવતા આ એલઈડી સાઈનબોર્ડના શબ્દો અમદાવાદ જેવા મહાનગરની ઝાકમઝમાળ પાછળનું કાળુ અંધારુ બતાવી આપે છે. મોડી રાત્રીએ એકાદ વાગ્યાના સુમારે લેવાયેલી  આ તસવીર શહેરના રાયપુર દરવાજા નજીક  મુખ્ય માર્ગ પાસે આવેલા મહીપતરામ રુપરામ આશ્રમની છે. જ્યા એલઇડી સાઈન બોર્ડ દ્વારા નવજાત બાળકને ફેંકી ન દેતા તેને અહીં મુકાયેલા ઘોડિયામાં મૂકી જવાની વિ...

રીક્ષાચાલકોને પડતી મુશ્કેલીઓની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરાશે

અમદાવાદ, તા. 13 અમદાવાદના ઓટોરીક્ષા ચાલકના વિવિધ સંગઠનના અગ્રણીઓ આવતીકાલ 14મી ઓક્ટોબરે તેમના વણઉકલ્યા પ્રશ્નોને લઈને શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘને મળીને રજૂઆત કરશે. સંગઠનોનો આક્ષેપ છે કે, બે લાખ કરતાં વધારે રીક્ષા શહેરમાં હોવા છતાં માત્ર 3200 જ રીક્ષા સ્ટેન્ડ હોવાના કારણે પોલીસ દ્વારા તેમની સામે ખોટી રીતેકનડગત કરવામાં આવે છે એ બાબતે ઉગ્ર રજૂઆત...

લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને ફરતા ત્રણ દારૂડીયાઓ ઝડપાયા

અમદાવાદ, તા.૧૩ સાયન્સ સિટી ટેનિસ કોર્ટ પાસેથી સોલા પોલીસે લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. નશાની હાલતમાં મળેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકીના બે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી શાહપુર પોલીસના ચોપેડ વકીલને ધમકી આપવાના ગુનામાં વૉન્ટેડ હતા. સોલા પોલીસે બાતમીના આ...

અમદાવાદમાં ચોમાસામાં ભૂવા-ખાડાની સાથે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના વધી

અમદાવાદ,તા:૧૩ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોમાસાના કારણે વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરમાં કોન્ટ્રાક્ટરની ખાયકીના ભાગરૂપે ઠેરઠેર રસ્તા બેસી જવા, તૂટી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ બની છે, ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ કંપનીને ખોદકામની મંજૂરી આપી યોગ્ય પેચવર્ક ન કરાવતાં ઝાડ ધરાશાયી થવાની ઘટના પણ વધી હોવાનું સામે આવ્યું છે. દર ચોમાસામાં સરે...

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ બેઠકમાં સળંગ ચાર વખત સંચાલકોને ચોર કહ્યા

અમદાવાદ, તા.13 ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન હાજરી અને ખાલી પડેલી અધ્યાપકોની બેઠકો કેવી રીતે ભરવી તેના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણમંત્રી અને કોલેજ સંચાલકો-પ્રિન્સિપાલ વચ્ચે આ મુદ્દે ચર્ચાવિચારણા કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો મળી ચૂકી છે. તાજેતરમાં મળેલી છેલ્લી સંયુક...

રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટીની રચના કરવાની આખરે સરકારની તૈયારી

અમદાવાદ, તા.13 કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કમિશન લાગુ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ કમિશનમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે દરેક રાજ્યમાં સ્વતંત્ર મેડિકલ યુનિવર્સિટી હોવી ફરજિયાત છે. ગુજરાતમાં હજુ સુધી આવી કોઈ મેડિકલ યુનિવર્સિટી હયાત નથી, જેના લીધે તાજેતરમાં નીતિઆયોગ દ્વારા રાજ્ય સરકારને જલદીમાં જલદ...

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસઃ ત્રણથી ચાર વર્ષમાં એક કા ડબલ કરાવી શકે

અમદાવાદ,તા:૧૩ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં છેલ્લા થોડા દિવસથી ખાસ્સી ચર્ચામાં શેર આવી ગયો છે. અત્યારે તેની સ્ક્રિપનો ભાવ 1986-87ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. તેના પરિણામે તગડા આવવાની અપેક્ષા હતી. આ ઊંચી અપેક્ષા પ્રમાણે તેના પરિણામો ન આવતા તેના શેરના ભાવમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે. વાસ્તવમાં આ ઘટાડો નવા શેર્સ ખરીદવા મ...

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ૩૫ વર્ષ સુધી રૂ.૧.૫ લાખનું રોકાણ કરનાર રૂા.૨...

અમદાવાદ,તા:૧૩ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પર મળતા વળતર જંગી પણ છે અને અનિશ્ચિત પણ છે. આ સંજોગોમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા કે નહિ તેનો તેમને અંદાજ જ આવતો નથી. તેનાથી ભવિષ્ય સલામત બનશે કે નહિ તે પણ ખાતરીથી કહી શકાતું નથી. શેરબજારમાં રાતોરાત કરોડ પતિ બની જનારાઓ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેવું જ છે. તેની સામે સર...

શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.

ગાંધીનગર,તા.13 સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે. રાજયમ...

પ્રગ્નાચક્ષુઓનો દિપાવલીમાં પ્રકાશ પાથરવાનો પરિશ્રમ

અમદાવાદ,12 મેમનગર સ્થિત અંધપ્રકાશ શાળાની બહેનો દ્વારા દર વર્ષે દિવડા બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જેના દ્વારા આ બહેનો આર્થિક ઉપાર્જન પણ કરે છે. અમદાવાદની સેવાભાવી સંસ્થાઓઅને વ્યક્તિઓ આ દિવડા ખરીદીને પણ બહેનોને રોજગારી પૂરી પાડે છે.આ વર્ષે પણ બહેનો દ્વારા વિવિધ ડિઝાઇના દિવડા તૈયાર કરાયાં છે.