Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

માનહાની કેસમાં રાહુલના જામીન મંજૂર, ડિસેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ, તા. 11 કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ અને બદનક્ષીના બન્ને કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ નં. 13 અને કોર્ટ નં. 16માં બન્ને કેસની સુનાવણી થઈ હતી. કોર્ટ નં. 13માં એડીસી બેન્કના માનહાનિના કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી તો કોર્ટ નં. 16માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરૂદ્ધ જબલપુરમાં ટિપ્પણી કરવાના મ...

દારૂના કેસમાં વૉન્ટેડ આરોપીઓનો રામોલના પીએસઆઈ-એલઆરડી પર જીવલેણ હુમલો

અમદાવાદ, તા.11 પોલીસની વર્તમાન કાર્યપદ્ધતિના કારણે હવે ગુનેગારોમાં કાયદાનો જરાસરખો પણ ડર રહ્યો નથી. રાજ્ય ગૃહપ્રધાનના મતવિસ્તારમાં આવતા રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો બેખૌફ બન્યા છે. સામાન્ય પ્રોહિબિશન બુટલેગર્સ પણ હવે પોલીસ પર જીવલેણ હુમલા કરી રહ્યા છે. રામોલ પોલીસના ચોપડે દારૂના કેસમાં વૉન્ટેડ બે આરોપીઓ ધરપકડથી બચવા પીએસઆઈ અને એલઆરડી પર ચપ્પા ...

ચોરોએ ATMનો આગળનો ભાગ તોડ્યો, મશીન મોટુ હોઇ ન બહાર ન નિકળતાં રૂ.15 લાખ...

મહેસાણા, તા.૧૧  મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ શંકુઝ વોટરપાર્ક નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ છે. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોઇ બહાર કાઢી શક્યા ન હતા. આથી મોટી રકમ ચોરાતાં બચી ગઈ હતી. લાંઘણજ પોલીસે માત્...

બેન્ક અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં તેજી, મેટલ ઇન્ડેક્સ અઢી ટકા વધ્...

અમદાવાદ સપ્તાહના અંતિમ દિવસે શેરોમાં તેજી થઈ હતી. મજબૂત વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારમાં પણ તેજી થઈ હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપારી મંત્રણા શરૂ થવાને લીધે મેટલ શેરોમાં ભારે તેજી થઈ હતી. મેટલ શેરોની સાથે બેન્ક શેરોમાં પણ તેજી થઈ હતી. મેટલ ઇન્ડેક્સ 2.5 ટકા વધ્યો હતો. ઇન્ફોસિસનાં પરિણામોને પગલે ઇન્ફોસિસના શેરમાં પણ સારીએવી લેવાલી હતી. આમ ...

કબ્રસ્તાનની જમીન વેચી તેના પર મોટું સંકુલ બનાવવાનું કૌભાંડ

અમદાવાદ, તા. 11 શહેરના અમદુપુરા વિસ્તારમાં આવેલા ઘણાં વર્ષો જૂના બીબી મા કબ્રસ્તાનના મામલે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ કબ્રસ્તાનની જમીન કેટલાક લોકોએ ખરીદી છે અને સમર્પિત સંપત્તિ સાથે ચેડાં કરાયા હોવાનું બહાર આવતા આખો મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે આ જમીન પર મોટું સંકુલ બનાવવા માટે આ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું...

સરદાર ક્યારેય વડાપ્રધાન બનવા માંગતા ન હતા અને ગાંધીજીએ કોંગ્રેસને વિખે...

અમદાવાદ, તા.11 આઝાદી મળતા કોંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ એવું ગાંધીજીએ કહ્યું હોવાનું ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ વર્ષોથી અપ-પ્રચાર કરી રહી હોવાનો ભાંડો ગુજરાતના જાણીતા નિડર પત્રકાર હરી દેસાઈએ ફોડી કાઢ્યો છે.  તેનાથી ભાજપના નેતાઓ અને તેના પ્રચારકો મોં છુપાવી રહ્યા છે. જુઠી ખબરો ફેલાવવા માટે જાણાતી ભાજપ સરકારના પ્રચાર અધિકારી એક પત્રકાર સામે ફસ...

ગાંધી આશ્રમમાં વિનોબા ભાવે અને મીરા કુટીર બનાવટી, મૂળ તોડી પડાઈ છે

અમદાવાદ, તા.11   દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7 વર્ષ પછીના સંચાલકોએ ગાંધીજીના સ્મારકોની મોટા પાયે તોડફોડ કરી હતી. મનમાન્યા ફેરફારો કરી દીધા હતા. તેમનો એક ફેરફાર હતો વિનોબા ભાવે અને મીરા કુટીરનો. વિનોબા પોતે ગાંધી આશ્રમમાં 1921-22માં રહ્યાં હતા. તે મૂળ મકાન રહ્યું નથી. તે ...

મેમ્બરશીપની પ્રક્રિયા નવેસરથી કરી જીએસટી સાથેરૂા.1.18 લાખ જમા કરાવો

અમદાવાદ,તા.10 ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોટેરા સ્ટેડિયમની બાજુમાં જ જીસીએ ક્લબના મકાનના નવીનીકરણની કામગીરી ચાલુ કર્યા પછી પૈસા ખૂટી પડતાં 1100થી વધુ સભ્યોને મેમ્બરશીપની પ્રક્રિયા એટલે કે ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા નવેસરથી કરીને રૂા.1 લાખ અને 18 ટકા જીએસટી ગણીને કુલ રૂા.1.18 લાખ જમા કરાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જીસીએ ક્લબ હાઉસનું મક...

યુનિવર્સિટીના કુલપતિએ ભવનોમાં ફરજ બજાવતાં અધ્યાપકોને બીજા-ચોથા શનિવારે...

અમદાવાદ,તા:૧૦ ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં દર બીજા અને ચોથા શનિવારે કામકાજ બંધ રાખવામાં આવે છે. પણ કેમ્પસમાં આવેલા ભવનોમાં શૈક્ષણિક કાર્યો ચાલુ રાખવામા આવે છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન ગુટા દ્વારા ટાવરની જેમ ભ‌વનોમાં પણ બીજા અને ચોથા શનિવાર રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટીએ હાલ તો તેનો સ્વીકાર કરી લીધો છે. આ મુ...

હાઈપ્રોફાઈલ મીસીંગ કેસ: વૃષ્ટી-શિવમ ઉત્તર ભારતમાંથી મળી આવ્યા

અમદાવાદ, તા.10 ફિલ્મ એકટ્રેસ સોહાઅલી ખાનના ટ્વીટ બાદ શરૂ થયેલી હાઈપ્રોફાઈલ મીસીંગ કેસની તપાસમાં લાપતા થયેલી વૃષ્ટી કોઠારી અને શિવમ પટેલને ક્રાઈમ બ્રાંચે શોધી લીધા છે. લાપતા થયેલા બંને મિત્રો ફોન નહીં વાપરતા હોવાથી તેમને શોધવા પોલીસ માટે કઠીન હતું. વૃષ્ટી કોઠારીએ કરેલા ઈ-મેઈલના આધારે ક્રાઈમ બ્રાંચ તેના સુધી પહોંચી શકી હતી. દસ દિવસ અગાઉ ગુમ થયેલી ...

અમપાના કર્મચારીની ઓળખ આપી તોડ કરવા ગયેલા બે શખ્સો ઝડપાયા

અમદાવાદ, તા.૧૦ અમપાના કર્મચારી તરીકે ઓળખ આપીને ચવાણાની દુકાનના માલિકનો તોડ કરવા નિકળેલા બે ગઠીયાઓ ઝડપાઈ જતા અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. દુકાન માલિકને શંકા જતા બંને ગઠીયાઓ આબાદ રીતે પકડાઈ ગયા છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કાનજી દેસાઈની માલિકીની દુકાન ભાડે રાખી કિશનસીંગ ભૈરવનાથ ચવાણાના નામથી ધંધો કરે છે. કિશનસિંગ વતનમાં ગયા હોવા...

લાખો રૂપિયાની લોનના ચક્કરમાં ઠગ ટોળકીએ 91 હજાર પડાવ્યાં

અમદાવાદ, તા.10 વિરમગામ તાલુકામાં રહેતા શિક્ષક અને તેમના મિત્રને લાખો રૂપિયાની લોન આપવાની લાલચ આપી જુદાજુદા ચાર્જ પેટે રૂપિયા 91,637 પડાવી ઓફિસ બંધ કરી ઠગ ટોળકી ફરાર થઈ ગઈ છે. આ મામલે નવરંગપુરા પોલીસે શીવ રાઠોડ, વિજય મહીડા, બિનીતા અને રંજન સામે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રિત...

શિક્ષિકાએ આઠ વર્ષના વિદ્યાર્થીને સ્ટીલની ફૂટપટ્ટી મારતા સોળ ઉઠી ગયા

  અમદાવાદ,તા.10 શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળાનો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેશન ન લાવતા શિક્ષિકાએ તેને સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીને શરીર ઉપર સોળ ઉઠી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો આઠ વર્ષનો વિદ્યાર્...

નરોડા-દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત

અમદાવાદ, તા.11 વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...

કિસ કરવાનું કહીને પત્નીની જીભ કાપી પતિ ફરાર

અમદાવાદ, તા. 10. અમદાવાદ શહેરના જુહાપુરામાં અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે તેની સાથે કુતૂહલ પણ સર્જાયું છે. આ ઘટનામાં એક પતિએ તેની પત્નીની જીભ કાપી નાખી છે. આ મામલે પરિણીતાએ પોતાના પતિ સામે જ ફરિયાદ દાખલ કરી છે. પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે તેના પતિએ છરી વડે જીભ કાપી નાખીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુ...