Thursday, August 13, 2026

Tag: અમદાવાદ

નવા સુચિત બ્રિજ બનાવવા શકય ન હોય તો ના પાડી દોને અમારે લોકોને શું જવાબ...

અમદાવાદ,તા.03 અમપાના વહીવટીતંત્રમાં કાગળ ઉપર પણ કેટલો ખરાબ વહીવટ ચાલી રહ્યો છે એનો કડવો અનુભવ ખુદ સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટને થવા પામ્યો છે. અંદાજપત્રમાં નવા બ્રિજ અંગેના આયોજનો બાદ પણ બે -બે વર્ષ સુધી એના પ્રિફીઝીબલિટી રિપોર્ટ પણ બ્રિજ પ્રોજેકટ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ન મુકવામા આવતા ખુદ ચેરમેને આક્રોશ સાથે આજે રજુઆત કરવી પડી હતી. ચેર...

ગેરકાયદે કોલ સેન્ટરને અમેરિકન નાગરિકોનો ડેટા પૂરો પાડતા 2 શખ્સની ધરપકડ...

અમદાવાદ,તા:૦૩ લોનના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરનારા બે શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે કારની અંદર બેસીને આ શખ્સો અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા અને તેમની પાસેથી ડોલર પડાવતા હતા. વેજલપુર પોલીસે બંને શખ્સ પાસેથી કાર અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે. વેજલપુર પોલીસને વસ્ત્રાપુર રેલવે ફાટ...

લિસ્ટેડ 22 પીએસયુ બેંક્સમાંથી 14 બેંક શેરો આશરે દાયકાના તળિયે

અમદાવાદ,03 સ્થાનિક શેરબજારોમાં સતત ચોથા દિવસે ઘટાડો થયો હતો. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લીધે અમેરિકાને ભારે આર્થિક નુકસાન થયું છે, જેને લીધે વૈશ્વિક બજારોમાં મંદીમય હતાં. આ સાથે યુરોપની કંપનીઓના નફામાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશંકાને પગલે પણ યુરોપનાં માર્કેટ નરમ હતાં.  આમ નરમ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોનો પગલે સ્થાનિક શેરબજારમાં પણ ઘટ...

તેલીબીયા તેલબજારની મંદીની સાયકલ પૂર્ણતાને આરે: પામતેલ તેજીની આગેવાની લ...

અમદાવાદ,તા:૦૩ તેલીબીયા અને ખાદ્યતેલ બજારે મંદીની એક સાયકલ પૂર્ણ કરી લીધી છે, નબળા ઉત્પાદન અને વધતા દરે બાયોડીઝલ વપરાશ પર સવાર થઈને ૨૦૨૦ની તેલીબીયા મોસમમાં તેજી આવી રહી છે. જો કોઈ અણધાર્યા સંયોગો ઉભા નહિ થાય તો માર્ચ ૨૦૨૦ સુધીમાં બુર્સા મલેશિયા ડેરીવેટીવ્ઝ ત્રિમાસિક વાયદો ૨૫૦૦ રીંગીટની ઊંચાઈ વટાવી તેજીની આગેવાની લે તેવી શક્યતા છે. સોયાતેલના ભાવ ૭...

ડાયરેક્ટ ટુ હોમના વધી રહેલા ભાંડા સામે ટ્રાયમાં લોકોની વધી રહેલી ફરિયા...

અમદાવાદ,ગુરૂવાર ચેનલના પેકેજ ઊંચા જતાં ગુજરાતના શહેરોમાં બેથી ત્રણ સેટ ટોપ બોક્સ લેનારાઓએ હવે તેમના સેટ ટોપ બોક્સ સરેન્ડર કરાવવા માંડ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. તેવી જ રીતે એન્ટરટેઈનમેન્ટની ચેનલોના ભાવ ઊંચકાઈ જતાં ગુજરાતના ગામડાંઓમાં 30 ટકા કેબલ કનેક્શન ઓછા થઈ ગયા હોવાનું કેબલ ઓપરેટર્સ એસોસિયેશનના પ્રમોદ પંડ્યાનું કહેવું છે. આ પરિસ્થિતિમાં સ...

સો એકર જેટલી જમીન સગેવગે કરીને ગાંધીજીના સિધ્ધાંતોની સાબરમતી આશ્રમમાં ...

અમદાવાદ, તા.03 એક સમયે 100 હેકટર કરતા વધારે જમીન સાબરમતી આશ્રમ પાસે હતી. આજે બે હેકટરથી વધુ જમીન રહી નથી. બધી જમીન સગેવગે કરી નાખવામાં આવી છે. જમીન પરત મેળવવાના બદલે આશ્રમના મકાનોમાં રહેતાં આશ્રમવાસીઓના મકાનો પર કબજો મેળવવામાં આવી રહ્યો છે. 32 એકર જમીન મેળવવા મોદીએ સૂચના આપી હોવાનું કાર્તિકેય સારાભાઈ સાથે તેમણે વાત કરતાં કહ્યું હતું. પણ 100 એકર ...

કૃપા કરીને મોદી અને રૂપાણી સાર્વજનિક હોસ્પિટલોને જીવિત રહેવા દે!

ગાંધીનગર,તા.03 અમદાવાદની પ્રખ્યાત વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો જોરદાર વિરોધ વ્યક્ત કરી આ હોસ્પિટલના મૂળભૂત ટ્રસ્ટીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે દેશ જ્યારે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ મનાવી રહ્યો છે ત્યારે અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી હતી તેને બ...

અમદાવાદનો ડ્રીમ પ્રોજેકટ 2020 સુધી અધુરો રહેવાના એંધાણ

અમદાવાદ,તા.03 અમદાવાદની મેટ્રો ટ્રેન પાટા પર થંભી ગઈ છે. ગ્યાસુરથી શ્રેયસ સુધીની કામગીરી સંભાળતી કંપની આઇએલએફએસની આર્થિક હાલત કથળતા મેટ્રો પ્રોજેક્ટનું કામ 6 મહિનાથી અટકી પડ્યું છે.  છેલ્લાં ઘણા મહિનાઓથી અટકી ગયેલા કામના કારણે રૂટની આસપાસના લોકો પરેશાન છે. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું, પણ તે ...

શહેરના તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવાની અમપાની યોજના સફળ થશે?

અમદાવાદ,તા.03 અમદાવાદ શહેરના તળાવોને ડેવલપ કરવા માટે  અમપા દ્વારા અનેક વાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તળાવોમાં ગટરના પાણી અનઅધિકૃત રીતે ઠલવાઈ રહ્યા છે ત્યારે કમિશનર વિજય નહેરા દ્વારા  તમામ તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવા માટે નિર્ણય કરાયો છે. તળાવો સાફ કરવા ગટરના જોડાણો દૂર કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો કે નહેરા અગાઉ 2...

શહેરના ગાર્ડન, હેલ્થ સેન્ટરો જેવા સ્થળોએ કાપડની થેલીઓ વેચાશે

અમદાવાદ, તા.૦૨ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીક મુકત બનાવવા જુના કપડા આપવા અપીલ કરાઈ છે. આ કપડામાંથી અમપાના અર્બન ડેવલપમેન્ટ વિભાગ સાથે સંકળાયેલા સખી મંડળોની બહેનો પાસે કપડાની વિવિધ લંબાઈની થેલીઓ તૈયાર કરીને વેચવામાં આવશે. આ અંગે મળતી માહિતી અનુસાર, અમપાના યુ.સી.ડી વિભાગ દ્વારા અમદાવાદ શહેરન...

ખુલ્લા પીજી રૂમમાંથી બે મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરીને ફરાર

અમદાવાદ, તા.2 વસ્ત્રાપુર નહેરૂપાર્ક વિસ્તારમાં આવેલા જલારામ પીજીના ખુલ્લા ફલેટમાંથી બે અજાણી મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. ફલેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બંને આરોપી મહિલાઓ કેદ થઈ જતા વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી છે. મૂળ રાજકોટના રહિશ અને અમદાવાદમાં એસ.જી.હાઈ-વે પર ખાનગી કંપનીમાં નોકરી કરતા અમ...

આ છે અમદાવાદ મહાનગર પાલિકાની જર્જરિત શિક્ષણ વ્યવ્સ્થા..!!!

અમદાવાદ,તા.02 અમદાવાદના જમાલપુરના લોલવાલ પીપલી વિસ્તારમાં આવેલી શાળાઓની જર્જરીત હાલત સામે આવી છે. મહાનગર પાલિકા  સંચાલિત આ શાળાની હાલત જોઈએ ત્યારે અહી બાળકો કેવી રીતે ભણી શકતા હશે તેવો પ્રશ્ન થઈ આવે. શાળા નંબર 1-2ની શું છે હાલત? જમાલપુર વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળા નં 1-2 ની ઈમારતમાં સિમેન્ટના પોપડા બાજી ગયેલા જોવા મળે છે,  બારીઓ કોઈ જોરદાર...

અમદાવાદ શહેરમાંથી એક માસમાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક એકઠો કરાયો

અમદાવાદ, તા.૦૨ અમદાવાદ શહેરમાં અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીકમુકત બનાવવાની ઝુંબેશ દરમિયાન એક મહીનામાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ એકઠો કરાયો છે. જે પૈકી ૧૪૦ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ તો શહેરની રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમાંથી એકઠો કરાયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શહેરના મેયર બિજલ રૂપેશભાઈ પટેલ અને કમિશનર વિજય ન...

શહેરના રિક્ષાચાલકો આજે સવારે 6થી સાંજે 6 સુધી સ્વયંભૂ બંધ પાળશે

અમદાવાદ, તા. 02 મોટર વ્હિકલ એક્ટમાં દંડની જોગવાઈમાં રાક્ષસી વધારાના વિરોધમાં અને રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો  માટે ગુરૂવારે અમદાવાદના  રિક્ષાચાલકો જડબેસલાક બંધ પાળશે. આ બંધ સ્વયંભૂ રહેશે અને તે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે એવો નિર્ણય અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. યુનિયન દ્વારા આ બંધ મોટર વ્હિકલ એક્ટના ...

એસવીપી હોસ્પિટલના તબીબોની માનવતા મરી, ડીપોઝીટની જંજાળમાં દર્દીએ પ્રાણ ...

અમદાવાદ, તા.02 એસવીપી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદ માં રહે છે. આવો એક દુઃખદ કિસ્સો શનિવારે મોડી રાતે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાતે ગંભીર હાલતમાં લવાયેલા હાર્ટએટેક ના દર્દીની સારવાર કરવાને બદલે  ડોકટરોએ પહેલા ફોર્મ ભરી ડિપોઝીટના રૂપિયા જમા કરવાનું કહેતા બબાલ થઈ હતી. આ દરમિયાન સમયસર સારવાર ન મળતા દર્દી...