Tag: અમદાવાદ
રિટર્ન ભરવાની અંતિમ તારીખને વધારાઈ નથીઃ આવકવેરા વિભાગ દ્વારા સ્પષ્ટતા
અમદાવાદ,તા.31 ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખને વધારવામાં આવી હોવાના સમાચારોને આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા આઈટી રિટર્ન દાખલ કરવાની તારીખ લંબાવવાની ચાલી રહેલી ચર્ચાને ફગાવી દેવામાં આવી છે. આઈટી વિભાગે કરદાતાઓને આજે જ જ રિટર્ન દાખલ કરી દેવાની સલાહ આપી છે. આ અંગે સીબીડીટી દ્વારા ફરિયાદ નિવારણ માટે સ્ટાર્ટ...
હત્યારા ભાજપના નેતા દીનુને રૂપાણીએ ગીરમાં ખાણ આપી
અમદાવાદ, તા.31
સીબીઆઈ અદાલતે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતને આજીવન કેદની સજા કરી છે. ગીરના સિંહ બચાવવા માટે ગેરકાયદે ખાણો સામે લડતા રહેલા અમિત જેઠવા જેલમાં રહેલા ભાજપના નેતાને ગુજરાતની રૂપાણી સરકારે ગીરના જંગલમાં જમીન આપી દીધી છે.
સિંહ સામે જોખમ
20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મ...
સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષના રાજસ્થાની કિશોરનું કોંગોને કારણે શંકાસ્પદ ...
અમદાવાદ, તા.31
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી હાહાકાર મચાવનાર કોંગો વાયરસને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના ૧૫ વર્ષના કિશોરનું આજે શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું સૂત્રો જણાવે છે. તો બીજી બાજુ હળવદના ૧૧ જેટલાં મજુરોના કોંગો વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું ગાંધીનગર ના આરોગ્ય વિભાગ ના સૂત્રો જણાવે છે. હાલ રાજ્યમાં કોંગો વાર...
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી ઓનલાઇન કરવાન...
અમદાવાદ,તા.1
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી દિવસોમાં યોજવામાં આવનાર છે. કુલ 26 બેઠકો માટે સમગ્ર ગુજરાતમાંથી 50 હજારથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં હોય છે. સામાન્ય રીતે જયારથી બોર્ડની ચૂંટણી શરૂ થઇ ત્યારથી ઓફલાઇન એટલે કે પરંપરાગત પધ્ધતિથી મતદાન કરવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની ...
સુપરવાઈઝરે જ વિદ્યાર્થીઓને કાપલી આપી જવાબો લખાવ્યા
અમદાવાદ, તા. ૧
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ૪૩૨ જેટલા સહાયક ક્લાર્કની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રો ઉપર રવિવારે સવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે સેન્ટર પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જ્યાં...
સ્કોચ વ્હીસ્કીની બોટલો પડાવી લેવા વિદેશી નાગરિકને વસ્ત્રાપુર પોલીસ સ્ટ...
અમદાવાદ, તા.1
રેન્ટલ કારમાં એરપોર્ટથી હોટલ જઈ રહેલા એક વિદેશી નાગરિક પાસે રહેલા બે સ્કોચ વ્હીસ્કીની બોટલો પડાવી લેવા બે પોલીસવાળાએ તેમને ગોંધી રાખ્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. બે અજાણ્યા પોલીસવાળા સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. વિદેશી દારૂની બોટલો પડાવી લેવા વિદેશી નાગરિકને પરેશાન કરનારા બે પોલીસવાળા...
ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રારની નિમણૂંક માટે હજુ ઈન્ટરવ્યૂ પણ ગોઠવાયા ...
અમદાવાદ, તા. 1
ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે જાહેરાત આપીને અરજી મંગાવ્યા બાદ બે મહિન જેટલો સમય થવા છતાં હજુ સુધી ઈન્ટરવ્યૂ ગોઠવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર દ્વારા જ્યારે ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રાર તરીકે ખાસ અધિકારીની નિમણૂંક કરવાની કવાયત હાથ ધરવામાં આવી, ત્યારે યુનિવર્સિટીએ ટૂંક સમયમાં કા...
અમપા દ્વારા ઓનલાઈન ફરીયાદોના નિકાલના નામે નર્યુ જુઠ્ઠાણુ
અમદાવાદ,તા.0૧
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૫ના વર્ષથી શહેરના સાત ઝોનમાં નાગરીકોની નળ,ગટર અને રસ્તાને લઈને આવતી ફરીયાદોનો નિકાલ ઓનલાઈન ૧,૫૫,૩૦૩ નંબર ઉપર ફરીયાદ નોંધાવવાથી કરવામાં આવી રહ્યો છે.આમ છતાં શહેરના મોટાભાગના નાગરીકોની ફરીયાદોનો નિકાલ કર્યા વગર ફરીયાદ જ બંધ કરી દેવાતી હોવાની ફરીયાદો વ્યાપક બની છે.
આ અંગે નાગરિક સશકિતકરણ મંચના...
નિવૃત્તિ ટાણે પૂરતી આવક થાય તેનું આગોતરુ આયોજન કરો
અમદાવાદ,તા:૧
ભારતમાં વિદેશની માફક ટેક્સ પેયર્સને સરકાર તરફથી નભી શકે તેવું પેન્શન આપવામાં આવતું નથી. સોશિયલ સિક્યોરિટીને નામે શૂન્ય છે. ખાનગી કંપનીઓમાં નોકરી કરનારાઓને પણ પેન્શનનની આવક થતી નથી. પરિણામે 60 વર્ષ પછીના સમય માટેના આયોજનોને અમલમાં મૂકવા અનિવાર્ય છે. હવે તો યુવાવયથી જ સંતાનોના શિક્ષણ અને લગ્નના ખર્ચનું આયોજન કરવું પડે તેવો સમય આવી ગયો...
ઝાયડસ વેલનેસઃ લાંબી રેસનો મજબૂત ઘોડો
અમદાવાદ,તા:૧
અમદાવાદના ઝાયડસ ગ્રુપની કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને શેરબજારમાં લાંબી રેસનો ઘોડો માનવામાં આવે છે. હેલ્થ અને વેલનેસમાં મજબૂત રીતે ઊભરી રહેલી કંપની છે. આગામી છથી બાર મહિના સ્ક્રીપનો ભાવ વધીને રૂા.1750થી 1800ની રેન્જમાં પહોંચી જવાની ધારણા નિષ્ણતો મૂકી રહ્યા છે. પરિણામે વર્તમાન બજાર ભાવ રૂા. 1647ની આસપાસના ભાવે તેમાં ખરીદી કરી શકાય છે. ...
વિશ્વના સુરક્ષિત શહેરોમાં ગુજરાતનું કોઈ શહેર નહીં
અમદાવાદ,શુક્રવાર
‘સલામત ગુજરાત’ની ગુલબાંગો પોકારાઈ રહી છે, પણ જોવાનું એ છે કે વિશ્વનાં સલામત કહેવાતાં 100 શહેરોમાં ક્યાંય પણ ગુજરાતનું કોઈ શહેર નથી, અરે ત્યાં સુધી કે મુંબઈ અને દિલ્હી સિવાય દેશનાં અન્ય શહેરો પણ સલામત કહેવાતા માનક પર ખરા નથી ઉતરતાં.
ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે 2019 માટે દુનિયાનાં 100 સૌથી સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી છે, ...
હાજરી પૂરવાની ઓનલાઈન એપ્લિકેશનથી શિક્ષકો નારાજ
અમદાવાદ,શનિવાર
રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાના આશયથી રાજ્ય સરકાર હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે, જેના ભાગરૂપે જ સરકાર શિક્ષકોની હાજરી પૂરવા માટે ઓનલાઈન એપ્લિકેશન ‘કાય ઝાલા’નો પ્રાયોગિક અમલ શરૂ કરવા જઈ રહી છે છે. જો કે આ નિર્ણયથી ગુલ્લીબાજ શિક્ષકો રોષે ભરાયા છે અને આ એપ્લિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે.
ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ખોલનારી આ એપ...
કૈલાસમાં જ કૈલાસ વસી ગયાં…
અમદાવાદ, શુક્રવાર
સંજાગો કેટલીકવાર માણસની આકરી કસોટી કરતાં હોય છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલાં બેંકમાંથી નિવૃત્ત થયેલા ગૃહસ્થ પત્ની સાથે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. જ્યાં કૈલાસ પર્વત નજીક તેમનાં જીવનસંગિનીનું આકસ્મિક અવસાન થયું હતું. અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ તેમણે પોતાની જાતને સંભાળી રાખી હતી. વિપરીત સંજાગ...
પોલીસ કંટ્રોલ રૂમમાં જ નકલી મહિલા આઈપીએસ ઘૂસી જતા હાહાકાર
અમદાવાદ, તા.30
પ્રતિબંધિત ગણાતા અને સંવેદનશીલ એવા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ઘૂસી ગયેલી એક નકલી મહિલા આઈપીએસની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. પોતાનો 2002 બેચની આઈપીએસ તરીકે પરિચય આપી કંટ્રોલ રૂમમાં રૂઆબ છાંટતી મહિલાના વર્તનથી શંકા જતા તેની વધુ પુછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. આઈપીએસ તરીકેની ખોટી ઓળખ આપનારી મહિલાની પોલીસે જડતી લેતા તેની પાસેથી પ્રેસ-પો...
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સુવિધા હવે ચોવીસ કલાક ચાલુ રહેશે
અમદાવાદ,શુક્રવાર
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની અત્યારે આઠ કલાક માટે મળતી સુવિધાને ચોવીસ કલાક ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આગામી થોડા અઠવાડિયાઓમાં આ સેવા ચાલુ કરી દેવાનો રિઝર્વ બેન્ક તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યારે માનવના માધ્યમથી એનઈએફટી થાય છે. હવે પછી ઓટોમેશનથી એનઈએફટી થશે. વૈશ્વિક સ્તરે જે એનઈએફટી સિસ્ટમ અમલમાં છે ...
ગુજરાતી
English