Thursday, April 30, 2026

Tag: Breaking news

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા.

મિલકતની ખરીદી કે એફિડેવિટ કરવા માટેનો સ્ટેમ્પ ખરીદવા પહેલા ફોર્મ ભરીને...

અમદાવાદ,બુધવાર અમદાવાદના સ્ટેમ્પ વેન્ડરોને રૂા. 100 પર મળતા 15 પૈસાના કમિશન કરતાં વધુ કમિશન વકીલોને બેન્કો તરફથી આપવામાં આવતા હોવાથી ગુજરાતના 1200થી વધુ સ્ટેમ્પ વેન્ડરો સાવ જ રોજીરોટી વિનાના થઈ જવાની સ્થિતિ આવી છે. પરિણામે તેમણે તેમને બેન્કોની જેટલું જ કમિશન આપવાની માગણી કરી છે. સ્ટેમ્પ પર કમિશન આપવાની બાબતમાં ભેદભાવ ભરી નીતિ સરકાર દ્વારા અપવાવવ...

ધનજી વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતાં મૃતકના પરિવારનો વધી રહેલો રોષ

ગાંધીનગર,તા:૦૧ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં ન આવતાં મૃતકના પરિવારમાં રોષ વધી રહ્યો છે. ઢબુડીએ દવા બંધ કરાવી દેતાં કેન્સરગ્રસ્ત યુવાનનું મોત થયું હતું, જે અંગે યુવકના પરિવારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે બાદમાં ધનજી હાજર થવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતાં પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો.  

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પાછળનો ખર્ચ 16 વર્ષમાં 4 ગણો વધુ થયો

ગાંધીનગર,તા:૦૧ અમદાવાદના શહેરીજનોને મેટ્રો ટ્રેનસેવાનો લાભ મળતાં હજુ 2022 સુધી રાહ જોવી પડશે, કારણ કે આ પ્રોજેક્ટનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ધીમી ગતિએ કામ કરવા માટે ટેવાયેલા તંત્ર દ્વારા મેટ્રોના કામમાં જેટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે, તેટલો જ તેનો ખર્ચ પણ વધી રહ્યો છે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના કામમાં વિલંબના કારણે હજારો કરોડોનો ...

નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્...

અમદાવાદ,તા:૩૦ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ન આપી સાથે ઘમકી આપી હતી કે પોતે રાજકીય વર્ગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ બગાડી નહી શકે. તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ઘમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરીયાદ કરી હતી. જેથી નિકોલ પોલીસે...

મગફળી, કપાસ, બાજરી, અડદના પાકને ભારે નુકસાન

અમદાવાદ,તા:૩૦ સિઝન દરમિયાન સારા વરસાદના કારણે મબલખ પાકની આશા સેવતો ખેડૂત ફરી ચિંતામાં મુકાયો છે. સમયસરના વરસાદના કારણે ખેતરમાં પાકના રોપમાં સારો વિકાસ જણાતો હતો, જેથી પાક તરફ ખેડૂત આશાભરી મીટ માંડીને બેઠો હતો. જો કે પાછોતરા ભારે વરસાદના કારણે ખેડૂતોની આશા પર વરસાદરૂપી પાણી ફરી વળ્યું છે. પાછોતરા વરસાદના કારણે કપાસના અને મગફળીના પાકને સૌથી વધુ અસ...

ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ના...

રાજ્યમાં ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ભાજપે બનાસકાંઠાની થરાદ બેઠક પર જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, અરવલ્લીની બાયડ બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા ધવલ ઝાલા, અમદાવાદની અમરાઇવાડી બેઠક પર જગદીશ પટેલ, લુણાવાડા માટે જીગ્નેશ ...

ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા

ગીરસોમનાથ,તા:૨૯  ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યાર...

અમદાવાદ મ્યુનિ.કોર્પાે.માં બેવડી નીતિ ચાલી રહી છે.

અમદાવાદ,તા:૨૯  શહેરને મચ્છર અને મેલેરીયામુક્ત કરવા માટે ઘણાં સમયથી સર્વે કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શૈક્ષણિક સંકુલો, કન્સ્ટ્રકશન સાઈટો, હોટેલ, મોલ્સ, હોસ્પિટલ વગેરે સ્થળે સર્વે કામગીરી દરમ્યાન બ્રીડીંગ મળી આવતાં નોટીસ, દંડ અને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે. જ્યારે આજરોજ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકારી ક્ચેરીઓમાં મોટાપાયે મચ્છર બ્રીડી...

શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો

અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...

રાજકોટમાં કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા

રાજકોટ,તા:૨૮  એસઓજી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજો કોલેજના વિદ્યાર્થીઓને જ વેચતા હતા. પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે. એસઓજીને ગાંજાના ધંધા અંગેની બાતમી મળી હતી કે, તુલસીબાગ પાસેથી બે વિદ્યાર્થ...

ગાંધીનગરના ગિફ્ટ સિટી માટે ગુજરાત ફિન-ટેક પોલિસી બનાવશે

ગાંધીનગર,તા:૨૮  ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હ...

ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...

અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ

અમરેલી,તા:૨૮  તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.    

કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર

જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...